વજન ઘટતું ન હોય તો આ કારણો હોઇ શકે છે, જાણો તમે તો નથી કરી રહ્યા ને આ ભૂલ…

વજન ઘટાડવા માટે આપણે ગમે તેટલા પ્રયત્નો કર્યા પરંતુ જો થોડી પણ ભુલ થઈ જાય તો આપણે બધી મહેનત ઉપર પાણી ફરી જતું હોય છે. આજે અમે એ ભૂલ નો ઉલ્લેખ કરવાના છીએ જો તમે વજન ઘટાડવા માંગતા હોય ત્યારે પણ આ ભૂલ ન કરવી જોઈએ નહીંતર આપણી વજન ઘટાડવા ની ઈચ્છા પૂરી કરવા માટે ખૂબ જ કષ્ટ પડે છે.

આપણે વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયાસો કરતા હોઈએ છીએ જેમ કે કસરત કરવી, જીમમાં પરસેવો પાડવો, આપણે ખૂબ જ કંટ્રોલ કરીને ડાયટ પણ અજમાવીએ છીએ. ચાલવાનું રાખીએ છીએ, જોગિંગ પણ કરીએ છીએ અથવા લિફ્ટની જગ્યાએ ઘણી વખત પગથિયાંનો પણ ઉપયોગ કરી લઈએ છીએ એ વિચારીને કે એનાથી આપણા વજન માં ફેર પડશે પરંતુ આવું બધું કર્યા હોવા છતાં પણ વજન ઓછું થતું નથી.

જો તમારે પણ આવું થતું હોય તો ઘણી એવી ભૂલો છે જેના હિસાબે આપણું વજન ઓછું થતું હોતું નથી ચાલો જાણીએ આ ભૂલ વિશે…

જો આપણે ભોજનને વારંવાર ગ્રહણ કરતા હોઈએ એટલે કે ભૂખ ન લાગી હોય તો પણ થોડા થોડા સમયે ખોરાક લેતા રહીએ તો આ પણ વજન ન ઘટવાનું એક કારણ બની શકે છે કારણ કે આવું કરવાથી આપણું મેટાબોલિઝમ ધીમો પડે છે અને એના કારણે આપણે જરૂર હોય તેથી વધારે ગેલેરી લઈ લઈએ છીએ તેમ છતાં આપણું પેટ ભરેલું પણ લાગતું હોતું નથી.

વજન ઘટાડવા માટે પ્રોટીન ખૂબ જ અગત્યનું છે પ્રોટીન ઘણી રીતે વજન ઘટાડવામાં મદદ ગાર સાબિત થઈ શકે છે. એટલે પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ખાવાથી આપણને વારંવાર ભૂખ લાગતી નથી અને થોડું ખાવા છતાં પણ આપણું પેટ ભરેલું રહે છે. મેટાબોલીઝમ વધે છે વજન ઓછું થાય છે અને વજન ઘટાડવામાં આ પ્રક્રિયા મદદરૂપ સાબિત થાય છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel