વજન ઘટતું ન હોય તો આ કારણો હોઇ શકે છે, જાણો તમે તો નથી કરી રહ્યા ને આ ભૂલ…

ઘણા લોકો વજન ઘટાડવા માટે એક ટાઈમનું ભોજન ગ્રહણ કરતા નથી. એટલે કે જો બપોરે જમવામાં આવ્યું હોય તો રાત્રે તેઓ ભોજન ગ્રહણ કરતા નથી પરંતુ જણાવી દઈએ કે આવી રીતે ભોજન ને જો skip કરવામાં આવે તો એ વજન ઘટાડવા ની સાચી રીત નથી. આપણે નાસ્તો બપોરનું જમવાનું અને રાત્રે જમવા બધુ પર્યાપ્ત માત્રામાં લેવું જોઈએ અને લંચ અથવા ડિનર skip ક્યારેય ન કરવું જોઈએ.

ઘણી વખત આપણે લોકો વજન ઘટાડવા માટે ઘણી બધી કસરત કરતા હોઈએ છીએ પરંતુ સાથે સાથે આપણે આપણી ડાયટમાં કોઈ ફેરફાર કરતા નથી. ઘણા લોકો સાવ નહીંવત કસરત કરતા હોય છે અને શરીર પૂરતું એક્ટિવ રહેતું નથી એના કારણે પણ વજન ઓછું થતું નથી.

આપણે ઘણી વખત વજન ઘટાડવા માટે ડાયટ કરતા હોઈએ છીએ પરંતુ કોઈ દિવસ જો ડાયટ અનુસરવામાં ન આવે અથવા પછી તમે ડાયટની સાથે ઠંડુ પીણું અથવા પછી કોઈ શેક વગેરે પી લો છો તો આ વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે કારણ કે તેમાં વધારે પડતું શુગર હોય છે અને તેની કેલરી પણ વધારે હોવાથી આપણા શરીરમાં ડાયટમાં તે અવરોધ રૂપ સાબિત થાય છે અને પરીણામે વજન ઘટાડવામાં વધુ તકલીફ પડે છે. આનાથી સારુ એ પણ હોઈ શકે કે આપણે ફળનો જ્યુસ પણ પી શકાય છે.

આ સિવાય જો આપણે માત્ર ડાયટ કરતાં હોઇએ પરંતુ સાથે સાથે કોઈ પ્રકારની એક્સરસાઇઝ ન કરતા હોઈએ તો વજન ઘટાડવા ની પ્રક્રિયા થોડી ધીમી જરૂર થાય છે કારણ કે કસરત કરતા રહીએ તો વજનને ઝડપથી પણ ઘટાડી શકાય છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel