છોકરી જોવા ગયો તો તેને કહ્યું મારે કોઈ ભાઈ નથી એટલે મારે લગ્ન નથી કરવા કારણ કે મારા માતા પિતા ને કોણ સાચવે? આ સાંભળીને છોકરાએ એવું કહ્યું કે...
ચારે બાજુ ઘનઘોર અંધારું છે અને બંધ રૂમમાં એક ખૂણે બેસેલી બંસી વિચારી રહી હોય છે અને ભગવાન સાથે એકલી એકલી વાતો કરતી હોય છે.
હે ભગવાન મેં એવા તે શું કર્મ કર્યા છે? તે તમે મારી આવી પરીક્ષા લો છો. શું મારે મારી આખી જિંદગી આજ વિચારમાં પીસાવાનું છે કે મારા ગયા પછી મારા મમ્મી પપ્પા નું શું? લોકો રાત્રે એ વિચારીને સુતા હોય છે કે કાલનો મારો દિવસ કેવી સારી રીતે પસાર થશે, પરંતુ હું તો અહીં એવું વિચારીને શું ઓછું કે કાલે મારા મમ્મી પપ્પા ને મારા લીધે ક્યુ નવું મેણું સાંભળવું પડશે.
ના તો મને મારા જીવનમાં બહેનની હૂંફ મળી કે ના ભાઈ નો પ્રેમ મળ્યો, ન તો કપડામાં ભાગીદારી કરતી બહેન મળી કે ન તો નાની નાની વાતોમાં ભૂલ કાઢનાર વીરો મળ્યો.
તેની ભગવાન સાથે વાત ચાલુ હતી એવામાં મનીષાબેને રસોડામાંથી અવાજ કર્યો બીટુ ક્યાં છો તું?? ચાલ આપણે જમી લઈએ.
બંસી આંસુ લુછતી કહે છે એ હા આવી, હે ભગવાન હવે તમે જ મને સાચો રસ્તો બતાવજો.
બંસી રસોડામાં જઈને પૂછે છે પપ્પા નથી આવ્યા હજી?
“ના, એમનો ફોન હતો કે એમને કામ છે તો તે હવે રાત્રે જ આવશે, તો આપણે હવે જમી લઈએ.” મનિષાબેને જવાબ આપતા કહ્યું
મનિષાબેન જમવા નું પીરસે છે.
જમતા જમતા તેને કહ્યું બીટુ તને ખબર છે આપણી પાડોશીની છોકરી રાધુનું નક્કી કર્યું. છોકરો સરકારી નોકરી કરે છે અને પરિવાર પણ સારો છે, તેની તો હવે જિંદગી સુધરી ગઈ હવે તારા માટે પણ આવો જ પરિવાર શોધવો છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
બંસી એ જવાબ આપતા કહ્યું મમ્મી તે પાછી લગ્નની વાત શરૂ કરી દીધી,. જમવા ટાઇમે તો શાંતિ રાખો, અને તમે રાધુ ની વાત કરો છો તો તેના ગયા પછી તો તેના મમ્મી પપ્પાને સાચવવા તેનો ભાઈ છે, તમારું કોણ?
“એ બધી વાત તું મુક, હવે તું મારી વાત સાંભળ, તારા માટે એક ખૂબ જ સરસ માંગુ આવ્યું છે. મારા ને તારા પપ્પાના મગજમાં તો આ ઠેકાણું બેસી ગયું છે. હવે તું હા કહે એટલી જ રાહ છે, તો તું એક વખત છોકરાને મળી લે. છોકરાનું નામ માધવ છે. તેને પોતાનો જ ધંધો છે. બહુ મોટી ફેક્ટરીનો માલિક છે. સારું એવું કમાઈ લે છે અને લોકો પણ ખાનદાની છે. લેતું એક વખત બાયોડેટા તો જોઈ લે, કેવો સરસ છોકરો છે.” મનિષાબેન એ કહ્યું.
ફોટો જોઈને શરમાતા શરમાતા બંસીએ કહ્યું પણ મારે લગ્ન નથી કરવા.
મનીષાબેન એ કહ્યું કે છોકરો સારો છે તું એકવાર મળી તો લે.
બંસી કહે પણ હું ક્યાં ના પાડું છું કે છોકરો સારો નથી. મનમાં તે પોતે પણ હરખાઈ રહી હોય છે.
પછી ગંભીર થતા કહે છે પરંતુ મારે લગ્ન નથી કરવા.
મનીષા બેને કહ્યું છોકરો સારો છે, તેનો પરિવાર પણ સારો છે તો તું મળી તો લે એક વખત. તે મનમાં વિચારી રહ્યા હતા કે બીટુ ને છોકરો તો ગમ્યો છે પરંતુ થોડી હઠ પકડીને બેઠી છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અંતે બે દિવસ પછી બંસી છોકરાને જોવા માટે તૈયાર થઈ જાય છે.
મનિષાબેન બધી તૈયારી કરી રહ્યા હોય છે, હાસ બે દિવસે આ છોકરી માની છે. કેટલી બધી તૈયારી કરવાની બાકી છે, હમણાં એ લોકો આવતા જ હશે.
છોકરો અને તેનો પરિવાર આવે છે.
બંસીના માતા-પિતા પરિવારનું અભિવાદન કરે છે, આવો... આવો... જય શ્રી કૃષ્ણ.
થોડા સમય પછી બંસી બધા માટે પાણી લઈને આવે છે, પાણી આપ્યા પછી બંસી ત્યાં બેસી જાય છે.
એવા મા મનિષા બેને કહ્યું બીટુ, માધવ ને આપણું ઘર તો બતાવ, અને તમે બંને થોડી વાતો પણ કરી લો.
બંસી માધવને લઈને તેનું ઘર બતાવે છે. એક રૂમમાં જઈને માધવ ને બંસી પૂછે છે કે આવો બેસો તમને અમારું ઘર કેવું લાગ્યું?
માધવ જવાબ આપતા કહે છે સારું છે પરંતુ તમને જો ખોટું ન લાગે તો એક વાત પૂછવી છે.
બંસીએ કહ્યું બોલોને.
માધવ એ કહ્યું કે તમારું નામ બીટુ છે કે બંસી?
બંસી એ કહ્યું મારું નામ તો બંસી છે પરંતુ બધા વહાલથી મને બીટુ કહીને બોલાવે છે. સોરી બધા નહીં પણ મમ્મી પપ્પા. બીજું તો ઘરમાં કોઈ વહાલ કરે એવું છે જ નહીં.
માધવ એ કહ્યું હા તમારી વાતને હું સમજી શકું છું, કારણ કે હું પણ તમારી જેમ એકલો જ છું.
બંસી એ કહ્યું એટલે તમને પણ મારી જેમ ભાઈ બહેન નો પ્રેમ નથી મળ્યો?
માધવ એ કહ્યું ના, હું પણ મારા મમ્મી પપ્પાને એકનો એક દીકરો છું.
બંસીએ કહ્યું ના મારી જેમ નહીં, તમારી અને મારી પરિસ્થિતિમાં ઘણો ફરક છે. ભલે તમે અને હું બંને પોતાના માતા પિતાના એકના એક સંતાન છીએ છતાં તમે મારી વ્યથા નહીં સમજી શકો.
માધવ એ કહ્યું તમને કેમ એવું લાગે છે કે હું તમને નહીં સમજી શકું?
બંસીએ કહ્યું અત્યારે આપણે એ વાત રહેવા દઈએ, તો સારું.
માધવ એ કહ્યું જેવી તમારી ઈચ્છા, તમારો મારા વિશે શું વિચાર છે?
બંસી એ કહ્યું હું એ જાણીને ખુશ છું કે તમે મારા વિશે જાણવા માંગો છો, તમે મને સમજો છો, પણ... આટલું બોલીને તે ગભરાઈ જાય છે.
માધવ એ કહ્યું કેમ અટકી ગયા? હું તમને સાંભળી જ રહ્યો છું, તમે તમારા મનની વાત મને કહી શકો છો અને હું તમને વચન આપું છું કે આ વાત આપણા બંને વચ્ચે જ રહેશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
બંસી એ કહ્યું તમે મને ગમતા નથી એવું નથી પણ હું તમને લગ્ન માટે હા તો નહીં જ પાડી શકું.
માધવ એ કહ્યું તમે મને પસંદ કરો છો તો લગ્નની ના કેમ પાડી રહ્યા છો?
બંસી એ કહ્યું મારે તમારી સાથે લગ્ન નથી કરવા એવું નથી પરંતુ મારે લગ્ન જ નથી કરવા, કારણ કે મારા મનમાં એક પ્રશ્ન મને મૂંઝવે છે કે હું સાસરીમાં ચાલી જઈશ પછી મારા માતા-પિતાનું શું? અત્યારે તો એટલા સક્ષમ છે કે પોતે કામ કરીને કમાઈ શકે અને પોતાનું ભરણપોષણ કરી શકે, પરંતુ જ્યારે તે પોતાની વૃદ્ધાવસ્થાએ પહોંચશે, જ્યારે તેમનામાં કામ કરવાની શક્તિ નહીં રહે ત્યારે તેમના ઘડપણ નો સહારો કોણ? મારે તો કોઈ ભાઈ પણ નથી કે તેમની વૃદ્ધાવસ્થામાં સેવા કરી શકે. એમના માટે તો પોતાનું જ ઘર એક વૃદ્ધાશ્રમ જેવું જ થઈ જશે.
માધવ એ કહ્યું તમે પણ શું આ સમાજના લોકો જેવી વિચારસરણી લઈને બેઠા છો લગ્ન પછી તમે મારા માતા-પિતાને પોતાના માતા પિતા માની શકો તો શું હું તમારા માતા-પિતાને મારા માતા પિતા ન માની શકું? શું લગ્ન પછી માત્ર બે વ્યક્તિ જ સંબંધમાં જોડાય છે તમે એવું માનો છો પરંતુ મારું માનવું તો એવું છે કે લગ્ન પછી બે પરિવારનું જોડાણ થાય છે.
બંસીએ કહ્યું જો તમે ખરેખર મારા માતા-પિતા ને તમારા માતા પિતાની જેમ જ સાથે રાખવા માંગતા હોય અને જમાઈ નહીં પરંતુ દીકરા બનીને રહેવા માંગતા હોય તો મારી લગ્ન માટે હા છે. (તે મનોમન હરખાય છે)
માધવ એ કહ્યું જો તમારી આ લગ્ન માટે હા હોય તો આપણે બંને ખરેખર ખુશનસીબ હોઈશું, આજ સુધી આપણને બંનેને એક પિતાની છત્રછાયા અને માતાની મમતા મળી છે પરંતુ હવે બે પિતાની છત્રછાયા અને બે માતાની મમતા મળશે.
બંનેનું નક્કી કરી દેવામાં આવ્યું અને સગાઈ પણ કરવામાં આવી, સગાઈ પછી બંસી એક દિવસ બેઠા બેઠા વિચારી રહી હોય છે કે આ સમાજમાં મારા જેવી ઘણી બંસીઓ છે, કે જે મનમાં એ વાતથી મૂંઝાતી હોય છે કે મારા સાસરીમાં ગયા પછી મારા માતા-પિતાનું કોણ? તેમના ઘડપણનો સહારો કોણ બનશે? મારે તો ભાઈ પણ નથી કે તેઓની સેવા કરે, તો આવી દરેક બંસી ને જો માધવના પરિવાર જેવો પરિવાર મળે તો રાજી ખુશીથી પોતાની જિંદગી વિતાવી શકે. અને જો આવું થાય તો આપણા સમાજમાં વૃદ્ધાશ્રમની જરૂર જ ના પડે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.