શેઠે નોકરનો પગાર વધાર્યો, પણ તે કંઈ બોલ્યો નહીં… થોડા સમય પછી પગાર પહેલા કરતા પણ ઘટાડી નાખ્યો તો નોકરે…

બીજા દિવસે ચંદુ કામ પાર આવતા શેઠે તેને તેની પાસે બેસાડ્યો અને પૂછ્યું કે મેં પહેલા તારો પગાર વધાર્યો અને અત્યારે ઘટાડ્યો પણ તે એક પણ વાર મને પૂછ્યું નહિ અને કઈ કહ્યું પણ નહિ તેનું કારણ શું છે?

ત્યારે ચંદુ એ પોતાના શેઠ ને કહ્યું કે પહેલી વાર હું જ્યારે ગેરહાજર રહ્યો હતો ત્યારે મારી પત્ની ને સુવાવડ આવી હતી અને એક દીકરી નો જન્મ થયો હતો ત્યારે તમે મને પગાર વધારો કરી આપ્યો.

ત્યારે હું સમજી ગયો કે ઉપરવાળા એ તમને એ દીકરી ના ભારણ પોષણ ના ખર્ચ માં મને ખેંચ ના પડે તે માટે પગાર વધારવાનો વિચાર આપ્યો છે અને બીજી વાર જ્યારે મેં રજા રાખી હતી ત્યારે મારી માતા નું અવસાન થયું હતું.

અને ત્યારે તમે મારો પગાર કાપી નાખ્યો હતો ત્યારે મેં વિચાર્યું કે મારી માતા ના ભાગ નો પગાર તમે કાપી નાખ્યો છે પછી હું પગાર વધવાની કે ઘટવાથી શા માટે પરેશાન થાય જયારે મારી બધી જવાબદારી ઉપરવાળો સંભાળે છે.

મને જે કઈ પણ મળે છે તે ઉપરવાળા ની કૃપા છે મારે બહુ જ ખુબસુરત સંબંધ છે તેની સાથે વધારે હું કોઈ દિવસ માંગતો નથી અને ઓછું મને કોઈ દિવસ આપતા નથી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel