ટ્રેનમાં બનેલી આ ઘટના મને આખી જિંદગી યાદ રહેશે… ફિલ્મોથી અલગ હોય છે અસલ જિંદગી?

ટ્રેનની મુસાફરી એ ખરેખર યાદગાર હોય છે, એમાં પણ હું ખૂબ જ ઓછી મુસાફરી કરું છું અને તેમાં પણ ટ્રેનમાં તો ખૂબ જ ઓછું જવાનું થતું હોય છે, એટલે આ વખતે જે ટ્રેનની મુસાફરી કરી રહ્યો હતો તે ઘણા સમય પછી કરી રહ્યો હોવાથી હું થોડો ઉત્સાહિત પણ હતો.

પરંતુ મારા ઉત્સાહને વધુ સમય સુધી ટકાવી ન શક્યો કારણ કે મારી સાથે બનાવ જ એવો બની ગયો હતો. વાત એમ હતી કે જામનગર થી મારે સુરત જવાનું હોવાથી હું સમયસર ટ્રેનમાં બેસી ગયો હતો. ટ્રેન પણ સમયસર આવી ગઈ હતી અને સમયસર ઉપડી પણ ગઈ હતી.

અમદાવાદ ટ્રેન લગભગ દસ મિનિટ જેટલું રોકાણ કરવાની હતી એટલે હું ડિનર પતાવીને તૈયાર જ બેઠો હતો, અમદાવાદ આવ્યું કે તરત જ નીચે ઉતરીને પાણી ભર્યું પાણી ભરીને ફરી પાછો સમયસર ટ્રેનમાં ચડી ગયો.

લાંબી મુસાફરી દરમિયાન હું પાણી માત્ર જરૂર પૂરતું સાથે લઉં છું, બાકીનું જ્યાં પણ રેલ્વે સ્ટેશનમાં મળે ત્યાંથી લઈ લે તો હું છું આ વખતે પણ એવું જ કર્યું.

વડોદરા સુધીની મારી મુસાફરી તો એકદમ બરાબર ચાલી હતી,. વડોદરા આવ્યું કે થોડા જ સમય પછી એક બહેન ટિકિટ સામે જોઈને જાણે તેની સીટ નો નંબર શોધી રહ્યા હોય તે ત્યાં આવીને ઊભા રહી ગયા, મારું તો ધ્યાન પણ નહોતું મારું ધ્યાન મોબાઈલમાં વ્યસ્ત હતું.

અચાનક જ આવેલા મોટા અવાજે મારું ધ્યાન મારા મોબાઈલ માંથી તે બહેન ઉપર લાવી દીધું, તે બહેને મને કહ્યું કે અરે ભાઈ તમે અહીંયા કેમ બેઠા છો?? ઊભા થાઓ આ મારી સીટ છે.

મને લગભગ ખબર હતી કે આ વડોદરાનું સ્ટેશન જ છે તેમ છતાં મેં કન્ફર્મ કરવા માટે તેને પૂછ્યું,. અરે સુરત આવી ગયું કે શું? મારું તો સુરત સુધીનું રિઝર્વેશન છે.

તે બહેને કહ્યું અરે ભાઈ આ વડોદરા છે, અને તમે ઉભા થાઓ તમારી ટિકિટ જુઓ, તમારી કંઈક ભૂલ થતી લાગે છે. એ બહેન જે બોલી રહ્યા હતા તેના અવાજમાં ફૂલ કોન્ફિડન્સ હતો.

એક સમય માટે મને પણ થઈ ગયું કે શું મારાથી ખરેખર ભૂલ થઈ છે, અને ફરીથી ટિકિટ ચેક કરી પરંતુ હું સાચો હતો એ મારી જ સીટ હતી. હજુ કંઈ સ્પષ્ટતા કરવા માટે કહું તે પહેલા જ તે બહેન ફરી પાછા બોલ્યા, અરે ભાઈ આ આટલો બધો સામાન લઈને તમે જલ્દી બીજે જતા રહો હમણાં ટ્રેન ઉપડી જશે, મારી સીટ ખાલી કરી આપો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel