જમ્યા પછી નોકર ને કહ્યું ફ્રીજમાંથી કેરી લઈ આવ, નોકરની સામે શેઠે કેરી સુધારીને નોકરને કહ્યું આ…

ગોરધનભાઈ શેઠ ખૂબ જ મોટી હવેલીમાં રહેતા હતા, તેઓના બધા સંતાનો વિદેશમાં રહેતા હતા. તેઓ અહીં એકલા રહેતા હતા પરંતુ તેની સાથે ઘરમાં નોકર પણ રાખેલો હતો, જે ગોરધનભાઈ ની મદદ પણ કરતો. અને સાથે સાથે ત્યાં જ રહેતો હતો.

ગોરધનભાઈ પણ નોકર સાથે પણ જાણે તેનો મિત્ર હોય તેઓ વ્યવહાર કરતા, તેઓ નકરનું ખૂબ ધ્યાન રાખતા નોકરને કોઈ પણ જાતની કંઈ તકલીફ ન પડે તે માટે તે જરૂર પડે તે બધી સુવિધા પણ અપાવતા.

અને ક્યારેક ક્યારેક ખૂબ જ સારું ખાવાનું બન્યું હોય ત્યારે નોકરને પોતાના હાથે જમાડે પણ ખરા, નોકર પણ આવા માલિકને મેળવીને પોતાની જાતને ખૂબ જ ધન્ય સમજતો હતો અને ખૂબ જ સુખેથી પોતાની જિંદગી વિતાવી રહ્યો હતો.

નોકરને ક્યારેક કોઈ જાતનું કામ હોય ત્યારે ઘરે જવાનું થતું તો પણ જાણે પોતાનું ઘર મૂકીને જતો હોય તેવું થતું કારણ કે તેને આ ઘર જાણે પોતાનું જ હોય તેવું લાગતું હતું અને તેની ગોરધનભાઈ સાથે આત્મીયતા પણ એટલી બધી વધી ગઈ હતી.

ખેતીનું કામ પણ તે નોકરજ કરી નાખતો હતો એવામાં એક દિવસ સવારથી સાંજ સુધી ખેતરમાંથી કામ કરીને થાકીને ઘરે આવ્યો ત્યારે ગોરધનભાઈએ તેને બોલાવ્યો અને પૂછ્યું કે તું આજે થાકી ગયો હશે ને? તો આપણે રસોઈ આજે નહીં બનાવતો, આજે આપણે બહાર જમવા જશું.

બંને બહાર જમવા ગયા અને જાણે પોતાની સાથે મિત્ર જમતો હોય એ જ રીતે તેને સાથે બેસીને જમાડ્યો. ખૂબ જ મોટી હોટલમાં જમીને નોકરને પણ બહુ મજા આવી ગઈ જમીને તેઓ ઘરે આવ્યા અને ઘરે આવીને ગોરધનભાઈ ટીવી જોઈ રહ્યા હતા.

થોડા સમય પછી ગોરધનભાઈએ ફ્રિજમાં રાખેલી કેરી મંગાવી, કેરી આવી એટલે ગોરધનભાઈ કેરી સુધારીને નોકરને આપવા લાગ્યા નોકર ધીમે ધીમે કેરી ખાવા લાગ્યો અને કેરીના વખાણ કરવા લાગ્યો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel