મોતી માંગનાર સાધુ! એક અદભુત સ્ટોરી જે તમારો દ્રષ્ટિકોણ બદલી નાખશે!

એક સાધુ ધૂળવાળા ભગવા વસ્ત્રો પહેરીને ગામના કાચા રસ્તાઓ પર ચાલી રહ્યા હતા. થાકેલા પગ સાથે ચાલીને તે દરેક દરવાજે થંભી જાય અને મુઠ્ઠીભર મોતી માંગવા લાગે. આ બધું જોઈને ગામના ગરીબ રહેવાસીઓ તેની સામે આશ્ચર્યથી જોતા હતા. તેઓને રોજનું બે ટાઈમનું જમવાનું મેનેજ કરવામાં મુશ્કેલી પડતી હતી, એવામાં તેઓ સાધુ માટે મોતી ક્યાંથી લાવે?

ઝૂંપડીની બહાર બેઠેલી એક વૃદ્ધ સ્ત્રી સાધુને માયાળુ નજરે જોઈ રહી હતી. તેણીએ વિચાર્યું, “આ ગરીબ વ્યક્તિ ભૂખ્યો હશે.” મારી પાસે આવે તો તેને કંઈક ખાવા માટે આપો. પરંતુ સાધુએ તેની પાસે પણ મોતી માંગ્યું.. તેમ છતાં તે સ્ત્રી ઊઠીને તે અંદર ગઈ અને તેના દાગીનાના બોક્સ માંથી એક મોતી કાઢ્યું. તેણે એ મોતી વર્ષોથી સાચવી રાખ્યું હતું. તેને બહાર આવીને સાધુના હાથમાં મૂક્યું અને કહ્યું, “બાબા, આ એક મોતી છે મારી પાસે આને તમે રાખો.”

સાધુએ મોતી તરફ જોયું અને મોટેથી હસ્યા. તેણે કહ્યું, “મા, મારે એક મોતી નથી જોઈતું, આને તમે જ રાખો.” આટલું કહીને સાધુ ફરી પાછા ગામડાના એ કાચા પાકા રસ્તામાં આગળ વધવા લાગ્યા.. બધા ગામ લોકો વિચારી વિચારીને આશ્ચર્ય પામતા હતા કે સાધુને વળી મોતીની શી જરૂર?

સાધુ પણ કોઈ તેને પૂછે કે તમારે મોતીની શું જરૂર છે તો કંઈ જવાબ દેતા નહીં, માત્ર હસીને આગળ ચાલ્યા જતા. લોકોને ખૂબ જ આશ્ચર્ય તો થયું પણ સાથે સાથે પ્રશ્ન પણ થયો કે આખરે સાધુ-સંતોને કીમતી મોતીની શી જરૂર હશે, આ પ્રશ્નને લઈને બધા ગ્રામજનોમાં ઘણી ચર્ચા પણ થઈ પરંતુ એ ચર્ચાનો કોઈ જાતના નિષ્કર્ષ ના આવ્યો અને આખરે બધા છૂટા પડી ગયા.

સાધુ તો ચાલતા ચાલતા આગલા ગામમાં પહોંચી ગયા, સંત એક ખેતર પાસે ઊભેલા ખેડૂતને મળ્યા. તેણે તે ખેડૂત પાસેથી પણ મુઠ્ઠીભર મોતી માંગ્યા. ખેડૂત અને તેની પત્ની સંતને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, છતાં આદરપૂર્વક તેમને તેમના ઘરે લઈ ગયા. તેણે સાધુને બેસાડીને તેના માટે ભોજન તૈયાર કર્યું. પત્ની ભોજન તૈયાર કરી રહી હતી થોડા સમય પછી…

જ્યારે ભોજન પીરસવામાં આવ્યું ત્યારે સાધુએ ખાવાનું શરૂ કર્યું. પછી ખેડૂતની પત્ની રસોડામાં ગઈ અને તેના પતિએ તેને કહ્યું કે મોતી લઈને પીસવા લાગો, એટલે ખેડૂતની પત્ની ખાલી ખાલી પીસવા લાગી. આ જોઈને સાધુ હસી પડ્યા. ભોજન કર્યા પછી સાધુએ કહ્યું, “ભાઈ, તમે મને આટલું સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું છે, કૃપા કરીને મારો ઉપકાર સ્વીકારો. મને મોતીથી ભરેલો ડબ્બો આપો.”

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel