સાસુએ સસરાને કહ્યું આપણી વહુ આપણને દૂધમાં પાણી નાખીને આપે છે, તો બીજા દિવસે વહુએ એવું કર્યું કે...

મીરા રમેશભાઈને એકની એક દીકરી હતી, રમેશભાઈએ નાનપણથી જ મીરાને ખૂબ જ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી. મીરા ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી.

તે ભણવામાં હોશિયાર હોવાની સાથે તેને તેના પિતાએ એમ પણ કહ્યું હતું કે તારે જો ભણવા માટે વિદેશ જવું હોય તો પણ તું જઈ શકે છે, કારણ કે તેણી ભણવામાં હોશિયાર હતી એટલે તેના પિતા એવું વિચારી રહ્યા હતા કે વિદેશમાં તેને સારો ભણવાનો મોકો મળી શકે છે.

પરંતુ મીરા ભારતમાં જ રહીને ટોચની કોલેજમાંથી પાસ થઈ હતી અને ખૂબ જ સારી નોકરીએ પણ લાગી ગઈ હતી, હવે તેની ઉંમર પણ લગ્ન કરવા લાયક થઈ હોવાથી તેના પિતા મીરા માટે સંબંધ જોવા લાગ્યા હતા.

ઘણા સંબંધો આવ્યા હોવા છતાં જ્યારે એમ વાત થતી કે મીરા લગ્ન પછી પણ નોકરી કરવા માંગે છે ત્યારે ઘણા સંબંધોની વાત આગળ વધતા પહેલા જ અટકી જતી હતી, આવી જ રીતે લગભગ ઘણા બધા સંબંધની વાતો અટકી ગઈ હોવાથી હવે તેના પિતા કોઈપણ સંબંધની વાત આવે એટલે પહેલા જ આ વાત જણાવી દેતા કે દીકરી નોકરી કરવા માંગે છે.

થોડા સમય પછી, તેનું એક માંગું આવ્યું જેમાં દીકરો પણ ખૂબ જ સારું ભણેલો હતો અને શહેરમાં નોકરી કરી રહ્યો હતો. અને એ લોકોને મીરા પણ નોકરી કરે તે વાતમાં કોઈ જાતનો વાંધો ન હતો, એટલે ધીમે ધીમે તે સંબંધની વાત આગળ વધી અને છોકરા છોકરીએ એકબીજાને મળ્યા અને મળ્યા પછી એકબીજાને પસંદ પણ કર્યા.

તેઓની સગાઈ કરવામાં આવી અને થોડા સમય પછી લગ્નનું પણ નક્કી થઈ ગયું. લગ્ન કર્યા પછી સાસરીમાં મીરા લગભગ 8 થી 10 દિવસ જેટલું જ રહી હશે, કારણ કે પછી મીરા અને પતિ બંને શહેરમાં નોકરી કરવા માટે જતા રહ્યા હતા, મીરાના સસરા પણ સરકારી નોકરી કરી રહ્યા હતા.

તેના રિટાયરમેન્ટમાં હવે ત્રણ વર્ષ જ બાકી હતા, એટલે તેના સાસુ સસરાએ કહ્યું હતું કે તમે બંને એકલા શહેરમાં રહો. સસરા નું રિટાયરમેન્ટ થાય પછી તે લોકો પણ શહેરમાં આવી જશે, ધીમે ધીમે સમય વીતતો ગયો અને રિટાયર થયા પછી સાસુ અને સસરા પણ મીરા અને રાહુલ સાથે રહેવા લાગ્યા.

મીરાને તેના પિતાએ અને માતાએ પહેલેથી જ ખૂબ જ સારી શિખામણ અને સંસ્કાર આપ્યા હતા એટલે સાસુ સસરા આવ્યા પછી તેની સેવા કરવામાં મીરા કંઈ બાકી નહોતી રાખતી, તે સાસુ સસરા ની સેવા પણ કરતી અને પોતાની નોકરી પણ સંભાળતી.

વર્કિંગ વુમન હોવા છતાં મીરા ઘરનું પણ ખૂબ જ સારું ધ્યાન રાખતી અને નોકરી પણ સંભાળી લેતી,. એક દિવસ તે નોકરીમાંથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે ઘરની બહાર ઊભા રહીને તે તેના શૂઝ કાઢી રહી હતી ત્યારે તેને ઘરમાંથી અવાજ સંભળાયો અવાજ તેની સાસુમાનો હતો.

સાસુમાં તેના સસરાને કહી રહ્યા હતા કે, આપણી વહુ મીરા આપણને દૂધમાં પાણી નાખ્યા પછી ચા બનાવીને આપે છે, અને હું જ્યારે પણ દૂધ માંગુ ત્યારે દૂધમાં પણ પાણી નાખીને જ આપે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

મીરાને આ સાંભળીને થોડું અજુગતું લાગ્યું, કારણ કે તેવું કંઈ જ કરી રહી નહોતી. પછી તે દરવાજો ખોલીને અંદર જતી રહી અને ઘણો વિચાર કર્યા પછી તેને એક ઉપાય યાદ આવ્યો, તે ઘરનું બધું દૂધ આવે ત્યારે ડાઇનિંગ ટેબલ પર જ રાખી દેતી હતી.

જેથી કરીને તે દૂધમાં બધાનું ધ્યાન રહે, અને જ્યારે પણ સાસુ તેની પાસે દૂધ માંગતા ત્યારે તે દૂધ નું આખું તપેલું લઈને ત્યાં જતી અને તેને ગ્લાસમાં કાઢીને આપતી. થોડા દિવસો પછી મીરાને લાગ્યું કે તેની સાસુ ને જેવું લાગતું હતું તે હવે નહીં લાગે.

પરંતુ ફરી એક દિવસથી નોકરીમાંથી પાછી ફરી રહી હતી ત્યારે ફરી તેની સાસુને સસરાને કંઈક કહેતા સાંભળ્યા જેમાં સાસુ કહી રહ્યા હતા કે, મીરા નોકરી પરથી આવે ત્યારે કાયમ માટે ફળ લઈને આવે છે. પરંતુ આપણને તો થોડાક જ ફળ આપે છે, બાકીના લગભગ પોતે જ ખાઈ જાય છે.

મીરાે આ સાંભળીને ફેરફાર કરી નાખ્યો, તે ફળ રસોડામાં રાખતી હતી તેની જગ્યાએ ડાઇનિંગ ટેબલ પર જ રાખવા લાગી, અને સાસુને પણ કહ્યું હતું કે તમારે જ્યારે પણ ફળ ખાવું હોય ત્યારે આમાંથી લઈ લેજો. આ અહીં જ રાખી દઉં છું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ વાતને પણ થોડા દિવસો વીત્યા એટલે ફરી પાછું સાસુ સસરાને કંઈક કહી રહ્યા હતા અને મીરાને સંભળાઈ ગયું, સાસુ કહી રહ્યા હતા કે રાહુલ ઘણી બધી મીઠાઈઓ લઈને આવે છે પરંતુ મીરા આપણને બહુ ઓછી મીઠાઈ આપે છે.

આ સાંભળીને વહુએ બીજા દિવસે ફ્રીજને તેના સસરાના રૂમમાં રખાવી દીધું અને નોકરીએ જતી વખતે તે કહેતી ગઈ કે મમ્મી તમારે આમાં પાણી દૂધ કે બીજી કોઈપણ વસ્તુની જરૂરિયાત હોય તો આમાં પડી છે, અને મીઠાઈ પણ બધી આમાં જ હોય છે એટલે તમને જો પગ દુખતા હોય તો તમારે વધુ ચાલવું ન પડે એટલા માટે ફ્રીજ અહીંયા જ રખાવી દઉં છું, અને મારે કંઈ જોતું હશે તો હું અહીં આવીને લઈ જઈશ.

હજી મીરા નોકરીએ જઈ રહી હતી અને બહાર ઉભી રહીને લિફ્ટની રાહ જોઈ રહી હતી એવામાં ફરી પાછો સાસુનો અવાજ સંભળાયો તે સસરાને કહી રહ્યા હતા કે, આ બધું તો ઠીક છે પરંતુ મીરામાં મને કંઈક તો ગડબડ લાગે છે... એટલે આટલું સાંભળીને સસરાએ તરત જ સામે જવાબ આપતા કહ્યું કે...

અરે હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું તું વહુનો વાંક શોધતી ફરે છે, હમણાં મીઠાઈ માટે પણ કહ્યું હતું તેને આખું ફ્રીજ અહીંયા રખાવી દીધું. તે મીઠાઈ વધુ પડતી એટલે નથી આપતી કે તને ડાયાબિટીસ છે.

અને તું હવે કહી રહી છે કે મને વહુ માં કંઈક તો ગડબડ લાગે છે, ગડબડ વહુમાં નથી પરંતુ તારા મગજમાં હશે કારણ કે તમે જ્યારે નવા લગ્ન કરીને આવ્યા હતા ત્યારે તમે જેવું વહુ તરીકે કહ્યું અને કર્યું હતું. તમને કદાચ એવો જ વિચાર આવતો હશે કે આપણી વહુ પણ આવું જ કરતી હશે, પરંતુ આ તારો વહેમ છે. અને હું તને બીજું કંઈ કહેવા નથી માંગતો કારણ કે વહેમનો ઈલાજ કંઈ જ નથી.

બહાર ઊભી ઊભી વહુ આ બધું સાંભળી રહી હતી અને ફરી પાછો સાસુનો અવાજ પણ ન આવ્યો, કદાચ તેમની અંતર આત્મા તેમને કહી રહી હતી કે ખરેખર આ બધો વહેમ છે અને જે કહ્યું તે સાચું છે.

તે દિવસ પછી, વહુ સાથે સાસુનું વર્તન પણ જળ મૂળથી ફરી ગયું,. કારણ કે તેની સાસુના મગજમાં રહેલો વહેમનો ઈલાજ સસરાએ થોડા શબ્દોમાં જ કરી નાખ્યો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team