સાસુએ સસરાને કહ્યું આપણી વહુ આપણને દૂધમાં પાણી નાખીને આપે છે, તો બીજા દિવસે વહુએ એવું કર્યું કે…

જેથી કરીને તે દૂધમાં બધાનું ધ્યાન રહે, અને જ્યારે પણ સાસુ તેની પાસે દૂધ માંગતા ત્યારે તે દૂધ નું આખું તપેલું લઈને ત્યાં જતી અને તેને ગ્લાસમાં કાઢીને આપતી. થોડા દિવસો પછી મીરાને લાગ્યું કે તેની સાસુ ને જેવું લાગતું હતું તે હવે નહીં લાગે.

પરંતુ ફરી એક દિવસથી નોકરીમાંથી પાછી ફરી રહી હતી ત્યારે ફરી તેની સાસુને સસરાને કંઈક કહેતા સાંભળ્યા જેમાં સાસુ કહી રહ્યા હતા કે, મીરા નોકરી પરથી આવે ત્યારે કાયમ માટે ફળ લઈને આવે છે. પરંતુ આપણને તો થોડાક જ ફળ આપે છે, બાકીના લગભગ પોતે જ ખાઈ જાય છે.

મીરાે આ સાંભળીને ફેરફાર કરી નાખ્યો, તે ફળ રસોડામાં રાખતી હતી તેની જગ્યાએ ડાઇનિંગ ટેબલ પર જ રાખવા લાગી, અને સાસુને પણ કહ્યું હતું કે તમારે જ્યારે પણ ફળ ખાવું હોય ત્યારે આમાંથી લઈ લેજો. આ અહીં જ રાખી દઉં છું.

આ વાતને પણ થોડા દિવસો વીત્યા એટલે ફરી પાછું સાસુ સસરાને કંઈક કહી રહ્યા હતા અને મીરાને સંભળાઈ ગયું, સાસુ કહી રહ્યા હતા કે રાહુલ ઘણી બધી મીઠાઈઓ લઈને આવે છે પરંતુ મીરા આપણને બહુ ઓછી મીઠાઈ આપે છે.

આ સાંભળીને વહુએ બીજા દિવસે ફ્રીજને તેના સસરાના રૂમમાં રખાવી દીધું અને નોકરીએ જતી વખતે તે કહેતી ગઈ કે મમ્મી તમારે આમાં પાણી દૂધ કે બીજી કોઈપણ વસ્તુની જરૂરિયાત હોય તો આમાં પડી છે, અને મીઠાઈ પણ બધી આમાં જ હોય છે એટલે તમને જો પગ દુખતા હોય તો તમારે વધુ ચાલવું ન પડે એટલા માટે ફ્રીજ અહીંયા જ રખાવી દઉં છું, અને મારે કંઈ જોતું હશે તો હું અહીં આવીને લઈ જઈશ.

હજી મીરા નોકરીએ જઈ રહી હતી અને બહાર ઉભી રહીને લિફ્ટની રાહ જોઈ રહી હતી એવામાં ફરી પાછો સાસુનો અવાજ સંભળાયો તે સસરાને કહી રહ્યા હતા કે, આ બધું તો ઠીક છે પરંતુ મીરામાં મને કંઈક તો ગડબડ લાગે છે… એટલે આટલું સાંભળીને સસરાએ તરત જ સામે જવાબ આપતા કહ્યું કે…

અરે હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું તું વહુનો વાંક શોધતી ફરે છે, હમણાં મીઠાઈ માટે પણ કહ્યું હતું તેને આખું ફ્રીજ અહીંયા રખાવી દીધું. તે મીઠાઈ વધુ પડતી એટલે નથી આપતી કે તને ડાયાબિટીસ છે.

અને તું હવે કહી રહી છે કે મને વહુ માં કંઈક તો ગડબડ લાગે છે, ગડબડ વહુમાં નથી પરંતુ તારા મગજમાં હશે કારણ કે તમે જ્યારે નવા લગ્ન કરીને આવ્યા હતા ત્યારે તમે જેવું વહુ તરીકે કહ્યું અને કર્યું હતું. તમને કદાચ એવો જ વિચાર આવતો હશે કે આપણી વહુ પણ આવું જ કરતી હશે, પરંતુ આ તારો વહેમ છે. અને હું તને બીજું કંઈ કહેવા નથી માંગતો કારણ કે વહેમનો ઈલાજ કંઈ જ નથી.

બહાર ઊભી ઊભી વહુ આ બધું સાંભળી રહી હતી અને ફરી પાછો સાસુનો અવાજ પણ ન આવ્યો, કદાચ તેમની અંતર આત્મા તેમને કહી રહી હતી કે ખરેખર આ બધો વહેમ છે અને જે કહ્યું તે સાચું છે.

તે દિવસ પછી, વહુ સાથે સાસુનું વર્તન પણ જળ મૂળથી ફરી ગયું,. કારણ કે તેની સાસુના મગજમાં રહેલો વહેમનો ઈલાજ સસરાએ થોડા શબ્દોમાં જ કરી નાખ્યો હતો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel