મારી પત્ની એ જ મારી જિંદગીને બરબાદ કરી નાખી...

એક માણસની આ વાત છે, 2009માં પરિવારમાં ખુશાલીનો માહોલ હતો પરંતુ આ માહોલ અચાનક જ દુઃખદ થઈ ગયો જ્યારે અચાનક જ તેના પિતાનું મૃત્યુ થઈ ગયું, પિતાનું મૃત્યુ થયા પછી પોતાના ઘરની બધી જવાબદારી તે દીકરાના શીરે આવી પડી.

પરંતુ સદનસીબે દીકરાની નોકરી સારી હતી અને તે નોકરીમાં તેનો પગાર પણ 60000 રૂપિયા હતો, થોડા સમય પછી તેનું જીવન ફરી પાછું રેગ્યુલર થવા લાગ્યું, તે માણસની ઉંમર હવે લગ્ન જેટલી થઈ ગઈ હોવાથી તેની માતા તેના માટે છોકરી શોધવા લાગી.

પરંતુ કોઈને કોઈ કારણોસર તેનો સંબંધ થઈ શક્યો નહીં, અંતે કંટાળીને તેને એક વખત એવું પણ વિચાર્યું કે હું મેટ્રીમોનીયલ સાઈટ ઉપર પ્રોફાઈલ બનાવી લઉં, અને આ વિચારનો અમલ કરીને ત્યાં પ્રોફાઈલ બનાવ્યું પરંતુ ત્યાં ગયા પછી તેને ખબર પડી કે મહીને 50-60 હજાર રૂપિયા કમાનારા છોકરાની એ વેબસાઈટ ઉપર કોઈ સ્કોપ જ નથી. કારણ કે તેને જેટલા પ્રોફાઈલ સાથે મેચ મળ્યું તેમાં તેની આવક જ વચ્ચે આવી જતી અને તે સંબંધ આગળ ન વધી શક્યા.

અને એથી વધારે ગંભીર એ વાત હતી કે છોકરીઓ લગ્ન કરવા માટે જે છોકરાઓ પરિવારથી દૂર હોય એવા ને વધારે પ્રાથમિકતા આપતા અને જે છોકરાઓ પોતાની માતા સાથે અથવા પરિવાર સાથે રહેતા હોય તેવા લોકો સાથે લગ્ન કરવાનું જાણે ટાળતા.

અને આ બાબત કોઈ નવીન નથી કારણ કે આપણી આજુબાજુમાં પણ આપણે ઘણા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ જ્યારે છોકરીના પરિવારના લોકો દીકરાના પરિવારમાં કોણ છે, દીકરો એકલો રહે છે કે કેમ તેની બધી તપાસ કરાવતા હોય છે.

આ પ્રોફાઈલ ના ચક્કરમાં અને સાથે સાથે નોકરી અને ઘર સંભાળવામાં સમય વીતતો ગયો અને એક વર્ષ વીતી ગયું, તેને કંપનીમાંથી પ્રમોશન પણ મળ્યું અને તેનો પગાર હવે એક લાખ રૂપિયા જેટલો થઈ ગયો હતો.

જિંદગીમાં પૈસાની ખામી નહોતી, પરંતુ તે જીવનસાથી ની તલાશમાં હતો, એવામાં એક દિવસ તેની મુલાકાત તેની જ ઓફિસમાં કામ કરવાવાળી જુનિયર છોકરી સાથે થઈ, અને ધીમે ધીમે બંને લોકો એકબીજાથી નજીક આવવા લાગ્યા અને બંનેના પરિવાર પણ એકબીજાને ઓળખવા લાગ્યા.

છોકરીના પરિવારવાળા લોકો ને પણ તે માણસ પસંદ હતો, અને તે માણસના પરિવાર આખામાં માત્ર તેની માતા જ હતી જે માતાને પણ દીકરી પસંદ હતી. થોડા સમય પછી બંને પરિવારે ભેગા થઈને સગાઈ અને ત્યાર પછી લગ્નનું નક્કી કર્યું, લગ્ન થયા પછી બંનેની જિંદગી સુખેથી વિતવા લાગી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

લગ્નના ત્રણ વર્ષ પછી તેઓ બંનેને ત્યાં પહેલું સંતાન આવ્યું, તેની દીકરી દેખાવમાં બિલકુલ પિતા ઉપર ગઈ હતી. અને આ દીકરી તેના પિતાને ખૂબ જ પ્રેમ પણ કરતી હતી, અને આમ પણ કહેવામાં આવે છે કે દીકરી માતા કરતાં પણ તેના પિતાથી વધુ નજીક હોય છે.

તેઓની જિંદગી ખૂબ જ સુખેથી વીતી રહી હતી, દીકરી પણ ધીમે ધીમે મોટી થવા લાગી પરંતુ અમુક વર્ષો પછી ફરી પાછા જાણે મુશ્કેલીના વાદળોએ તેની જિંદગીમાં સ્થાન લઈ લીધું, તે માણસે એક દિવસ તેની પત્નીને તેની જ ઓફિસમાં કામ કરી રહેલા કોઈ બીજા કલિગ સાથે જોઈ, તેને ખબર પડી ગઈ કે તેની પત્નીનું તેના સહકર્મી સાથે ચક્કર ચાલી રહ્યું છે.

તે માણસને ખૂબ જ ગુસ્સો પણ આવ્યો, અને અંદરથી ખૂબ જ દુઃખી પણ થઈ ગયો, જેમતેમ કરીને પોતાને સાંત્વના આપીને તે ઘરે ગયો, રાત્રિના સમયે તેને ખૂબ જ નમ્રતાથી તેની પત્ની સાથે વાત કરી અને કહ્યું કે આ વસ્તુ મને થોડી બરાબર નથી લાગતી, આ ખોટું કરી રહી છો, આપણો એક હવે પરિવાર પણ છે અને આપણી એક દીકરી પણ છે. એટલે હવે આ બધું બંધ કરી દેજે.

તેની પત્નીએ આ વાત સાંભળી લીધી પરંતુ તેને કોઈ જ જવાબ ન આપ્યો, અને એટલું ઓછું હતું તો બીજા દિવસે સવારથી તેની પત્ની તે માણસ સાથે આંખથી નજર મિલાવવાનું પણ ટાળતી, બિલકુલ વાતચીત બંધ કરી દીધી.

અને તેની પત્ની ઓફિસથી પાછી આવવામાં પણ હવે ખૂબ જ મોડેથી આવવા લાગી, સમય વીતતો ગયો, તેમ તેમ બંને વચ્ચે અંતર વધવા લાગ્યું. એક દિવસ હિંમત કરીને પતિએ કહ્યું કે મેં તને જે કહ્યું હતું એમાં મેં તને ખોટું શું કહ્યું હતું, હું છું અહીંયા અને તેમ છતાં પણ તું બીજા કોઈ પુરુષની સાથે છો એ વાતનો શું મતલબ થાય, અને આવી જ રીતે કરવું હોય તો આપણા લગ્નનો શું મતલબ અને આપણે પતિ પત્ની છીએ તેનો પણ શું મતલબ?

આ વખતે તેની પત્ની ચૂપચાપ ન રહી પરંતુ માત્ર એટલો જ જવાબ આપ્યો કે મને હવે તારી સાથે પહેલા જેવી ફીલિંગ નથી આવતી, આ વાત સાંભળીને તે માણસના પગની નીચેથી જાણે જમીન ખસી ગઈ, તેના ગળે જાણે ડુમો ભરાઈ ગયો અને તે આગળ કશું બોલી જ ન શક્યો.

બીજા દિવસે સવારે તે જાગ્યો તો બાજુમાં પલંગમાં નજર કરી તો તેની પત્ની ત્યાં ન હતી, એટલે તેને લાગ્યું કે કદાચ બહાર હોલમાં સૂતી હશે, પરંતુ તેની પત્ની અને તેની દીકરી બંનેમાંથી કોઈ ઘરે નહોતા. તે માણસ થોડો ગભરાઈ ગયો પરંતુ પછી તેના મોબાઈલમાં એક મેસેજ હતો જેમાં લખ્યું હતું કે હવે મારે તારી સાથે નથી રહેવું, હું મારી દીકરીને લઈને જઈ રહી છું.

આ મેસેજ તેની પત્ની નો હતો, તેની માતાને તો આ વાતની કંઈ જ ખબર ન હતી. અને માતા ખોટી ચિંતા ન કરે એટલા માટે તેને કોઈપણ વાત કરી પણ નહોતી, પરંતુ બપોર સુધીમાં માતાએ પણ પૂછ્યું કે બેટા વહુ ક્યાં ગઈ છે, કંઈ બહાર ગઈ છે? ત્યારે તે માણસે તો માત્ર એટલું કહી દીધું કે એ થોડા દિવસ તેના પિયર રોકાવા ગઈ છે.

કારણ કે તેને વિશ્વાસ હતો કે થોડા જ દિવસો પછી બધું ઠીક થઈ જશે, પરંતુ આ વિશ્વાસ ઉપર જાણે પાણી ફરી ગયું અને મહિનાઓના મહિનાઓ વિતતા ગયા પરંતુ તેની પત્ની પાછી ઘરે ન આવી.

ધીમે ધીમે માતા ને પણ તેને સત્ય હકીકત કહી દીધી, માતાની પણ ઉંમર ખૂબ જ વધારે મોટી થઈ ચૂકી હતી. દીકરાનો સુખી પરિવાર હતો એમાંથી અચાનક આવું બન્યું એટલે તેની માતાને ખૂબ જ આઘાત લાગ્યો હતો, અત્યંત બીમાર પડી ગયા અને એ બીમારીમાંથી તે પોતે બહાર જ ન આવી શક્યા.

બીમારીના 1 મહિનાની અંદર જ તેની માતા પણ આ દુનિયાને છોડીને ચાલી ગયા, તે માણસ તેની દીકરીને મળવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યો હતો, પરંતુ તેની પત્ની તેને મળવા જ નહોતી દેતી, એક વખત તે માણસે કોમન ફ્રેન્ડ દ્વારા તેની પત્નીને કહ્યું એટલે તેને તે માણસને તેની દીકરી સાથે અંદાજે બે વર્ષ પછી મળવા દેવામાં આવ્યો.

દીકરી તે માણસને ભેટી પડી, થોડા વખત સુધી વાત કરીને દીકરીએ કહ્યું કે પપ્પા તમે કેટલા દિવસે આવ્યા છો, મને તમારી સાથે ફરવા જવું છે.

આટલા વર્ષો પછી દીકરીને મળતો હોય ત્યારે કોઈપણ પિતા દીકરીની આ વાતને ના ન પાડી શકે, એટલે તે તેની દીકરીને લઈને ફરવા ગયો, બંનેએ આઈસ્ક્રીમ ખાધો. અને ખૂબ જ મજા કરી દીકરીને પણ આટલા વર્ષો પછી તેના પિતા સાથે ફરવા મળ્યું એટલે તે ખૂબ જ રાજી હતી.

ફરી પાછા બંને ઘરે ગયા ત્યારે તેને ખબર પડી કે તેની ધરપકડ કરવા માટે ત્યાં પોલીસ આવી છે, રોડ ઉપરથી જ તેની ધરપકડ કરી લેવામાં આવી અને દીકરીને તેની માતાને સોંપી દેવામાં આવી.

ધરપકડ થયા પછી તેને ખબર પડી કે દીકરીની માતાએ એટલે કે તે માણસની પત્નીએ તેના ઉપર કેસ કર્યો હતો કે તે માણસે તેની દીકરીનું અપહરણ કરી લીધું છે.

થોડા દિવસ સુધી તેને જેલમાં રાખવામાં આવ્યો અને તેના પર ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી, આજે આ બનાવને પાંચ વર્ષ વીતી ગયા છે.

તે માણસ ના કાયદાકીય રીતે હજી છુટાછેડા નથી થયા, એટલે તેઓ હજી પણ પતિ પત્ની છે. પરંતુ તેની પત્નીએ કરેલા કેસની કાર્યવાહી હજી પણ તેના ઉપર ચાલુ છે અને હજી તે તેની પોતાની દીકરીના જ અપહરણનો ગુનેગાર છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એક દિવસ તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ મિત્રને જાણે સલાહ આપી રહ્યો હોય તેમ કહ્યું કે ભાઈ મારી પત્નીએ જ મારી જિંદગી બરબાદ કરી નાખી છે, મારા પત્નીના લીધે મને હવે કોઈપણ સ્ત્રી ઉપર ભરોસો કરવો પસંદ જ નથી. અને હું બધાને કહેતો ફરું છું કે કોઈપણ સ્ત્રી ઉપર ક્યારેય ભરોસો ન કરવો.

મિત્રએ તેને સાંત્વના આપતા કહ્યું ભાઈ, તારી સાથે દુઃખદ ઘટના બની છે તે હું સમજુ છું પરંતુ એનો અર્થ એવો નથી કે બધી સ્ત્રી એવી જ હોય, આ વાત સાંભળીને સામેનો માણસ તેનો નાનપણનો મિત્ર હોવાથી એક બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો અને તેના મિત્રને ભેટી પડ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ એક સત્ય ઘટના પર આધારિત એક સ્ટોરી છે, તમારું આ સ્ટોરી વિશે શું કહેવું છે તે કમેન્ટમાં અચૂકથી જણાવજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team