ભાગીને લગ્ન કર્યાના થોડા સમય પછી પત્નીએ પતિને કહ્યું હું માતા બનવાની છું તો પતિએ પત્નીને કહ્યું…

એક ખૂબ જ અમીર બાપની એકની એક દીકરી સોનિયા હતી, માતા પિતા બંને તે દીકરીને ખૂબ જ પ્રેમ કરતા અને નાનપણથી જ તે દીકરીને ખૂબ જ લાડકોડ થી ઉછેરી હતી. સોનિયા ઘરનું એકમાત્ર સંતાન હતી એટલે ખૂબ જ પ્રેમથી તેને ઉછેરી હતી. દીકરી મોટી થયા પછી કોલેજમાં ભણવા જવા લાગી, કોલેજમાં તેને કોઈ સાથે પ્રેમ થઈ ગયો.

તેને આ વાત ઘરે આવીને તેના માતા પિતાને કરી, અને કહ્યું કે તે તેના સાથે જ લગ્ન કરવા માંગે છે. પિતાએ છોકરા વિશે તપાસ પણ કરાવી અને થોડા દિવસ પછી તેની દીકરીને લગ્ન કરવાની પણ ના પાડી અને કહ્યું કે તું આ છોકરાને હવે મળતી નહીં.

પરંતુ સોનિયા માની નહીં, તેના માતા પિતા સાથે પણ તે ઝઘડો કરવા લાગી પરંતુ માતા-પિતાએ તેને શાંતિથી સમજાવીને કહ્યું કે હું જે કહું છું તે તારા હિત માટે કહું છું. તું પ્લીઝ માની જા.

તે ત્યાંથી ચાલી ગઈ પરંતુ એક દિવસે અચાનક સોનિયા એ ઘરેથી ભાગીને કાર્તિક સાથે લગ્ન કરી લીધા. માતા પિતાને પણ આ વાતની ખબર પડી એટલે ખૂબ જ મોટો આંચકો લાગ્યો, પરંતુ સોનિયા ક્યાં હતી તે કોઈને ખબર જ નહોતી.

માતા પિતા તેને માફ કરીને પણ તેને મળવા માંગતા હતા પરંતુ સોનિયા નો કોઈ પતો જ નહોતો, સોનિયા કાર્તિક સાથે ભાગીને લગ્ન કર્યા પછી બંને લોકો બહારગામ રહેવા ચાલ્યા ગયા હતા.

લગ્ન પહેલા તો સોનિયા ને કાર્તિકે ખૂબ જ સપના દેખાડ્યા હતા, પરંતુ એ સપના થોડા દિવસ સુધી જ ચાલ્યા, ત્યાર પછી કાર્તિક નું વર્તન પણ સોનિયા સાથે ખૂબ જ ફરી ગયું.

થોડા દિવસ તો આ બધું ચાલતું રહ્યું પછી અચાનક એક દિવસ સોનિયા ને ખબર પડી કે તે પોતે મા બનવાની છે. આ સમાચાર મળતા ની સાથે તે ખુશીથી ઉછળવા લાગી, અને તેઓના જીવનમાં હવે નવું મહેમાન આવશે તે વિચારીને તે ખુશખુશાલ થઈ ગઈ.

પરંતુ આ તેની ખુશી વધારે સમય સુધી ટકી શકી નહીં કારણ કે જ્યારે તેને પ્રેગ્નન્સી ની વાત કાર્તિકને કરી તો તે આ વાત સાંભળીને ભડકી ગયો, ખરું ખોટું કેટલું એ કહેવા લાગ્યો, થોડા સમય સુધી ગુસ્સામાં રહ્યા પછી તે ક્યાંક ચાલ્યો ગયો.

સોનિયા ને એમ હતું કે હમણાં રાત્રે પાછો આવી જશે પરંતુ કાર્તિક બે દિવસ પછી પણ પાછો ન ફર્યો, તે સોનિયાને એકલી મૂકીને ક્યાંક ચાલ્યો ગયો હતો, સોનિયાએ તેને શોધવા માટે અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ બધા પ્રયાસો વ્યર્થ ગયા હતા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel