શેઠે નોકરનો પગાર વધાર્યો, પણ તે કંઈ બોલ્યો નહીં... થોડા સમય પછી પગાર પહેલા કરતા પણ ઘટાડી નાખ્યો તો નોકરે...

ચંદુ એ આજે નોકરી માં રજા રાખી હતી પણ તેને તેના શેઠ ને એ બતાવ્યું નહોતું કે હું આવતી કાલે નોકરી માંથી રજા રાખવાનો છું ત્યારે તેના શેઠ ને મન માં વિચાર આવ્યો કે ચંદુ ઈમાનદારી થી કામ કરે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને હું થોડો પગાર વધારી આપું જેથી તેનું મન કામ કરવામાં સરખી રીતે લાગ્યું રહે અને પ્રેમ થી વધારે સમય કામ પણ કરતો રહે અને મહિનો પૂરો થતા શેઠે ચંદુ ને વધારે પગાર આપ્યો.

ત્યારે ચંદુ એ રૂપિયા ગણ્યા અને પોતાના ખિસ્સા માં રાખી દીધા પણ શેઠ ની સામે કશું બોલ્યો નહિ તેથી શેઠ ને પણ થોડું આશ્ચર્ય થયું.

આ વાતને લગભગ સાત મહિના થયા અને ચંદુ ફરી ને બે દિવસ માટે નોકરી કરવા આવ્યો નહિ અને તેના શેઠ ને બહુ ગુસ્સો આવ્યો અને બોલ્યા કે પગાર વધારો આપ્યો તેમ છતાં તેના કામની કે રૂપિયા ની કઈ પડી જ નથી.

અને મહિનો પૂરો થતા શેઠે તેનો પગાર ઘટાડી ને આપ્યો ચંદુ એ પગારના રૂપિયા મળતા તે ગણ્યા અને પોતાના ખિસ્સામાં નાખી અને ઘરે ગયો આ વખતે પણ ચંદુ શેઠ ની સામે કશું બોલ્યો નહિ અને શેઠ ને ફરી ને આશ્ચર્ય થયું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બીજા દિવસે ચંદુ કામ પાર આવતા શેઠે તેને તેની પાસે બેસાડ્યો અને પૂછ્યું કે મેં પહેલા તારો પગાર વધાર્યો અને અત્યારે ઘટાડ્યો પણ તે એક પણ વાર મને પૂછ્યું નહિ અને કઈ કહ્યું પણ નહિ તેનું કારણ શું છે?

ત્યારે ચંદુ એ પોતાના શેઠ ને કહ્યું કે પહેલી વાર હું જ્યારે ગેરહાજર રહ્યો હતો ત્યારે મારી પત્ની ને સુવાવડ આવી હતી અને એક દીકરી નો જન્મ થયો હતો ત્યારે તમે મને પગાર વધારો કરી આપ્યો.

ત્યારે હું સમજી ગયો કે ઉપરવાળા એ તમને એ દીકરી ના ભારણ પોષણ ના ખર્ચ માં મને ખેંચ ના પડે તે માટે પગાર વધારવાનો વિચાર આપ્યો છે અને બીજી વાર જ્યારે મેં રજા રાખી હતી ત્યારે મારી માતા નું અવસાન થયું હતું.

અને ત્યારે તમે મારો પગાર કાપી નાખ્યો હતો ત્યારે મેં વિચાર્યું કે મારી માતા ના ભાગ નો પગાર તમે કાપી નાખ્યો છે પછી હું પગાર વધવાની કે ઘટવાથી શા માટે પરેશાન થાય જયારે મારી બધી જવાબદારી ઉપરવાળો સંભાળે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

મને જે કઈ પણ મળે છે તે ઉપરવાળા ની કૃપા છે મારે બહુ જ ખુબસુરત સંબંધ છે તેની સાથે વધારે હું કોઈ દિવસ માંગતો નથી અને ઓછું મને કોઈ દિવસ આપતા નથી.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team