સાત દિવસમાં સાત કિલો વજન ઘટાડવા ની ગેરંટી આપે છે આ નુસખો?

જો તમને એમ જાણવા મળે કે સાત દિવસમાં એટલે કે માત્ર એક અઠવાડિયામાં આપણે સાત કિલો જેટલું વજન ઘટાડી શકીએ છીએ તો એ ખરેખર સાંભળીને દરેક લોકો આશ્ચર્ય પામે. પરંતુ તમને જણાવી દઈએ કે હકીકતમાં એક એવો ડાયટ પ્લાન હાલ મોજૂદ છે જે તમને એક અઠવાડિયામાં 7 કિલો સુધી વજન ઘટાડી શકવામાં મદદ કરી શકે છે.

શું છે આ પ્લાન? કઈ રીતે આ ડાયટ પ્લાનને અનુસરવું વગેરેની માહિતી માટે જ આપણે આ લેખ તૈયાર કર્યો છે. સૌપ્રથમ તો જણાવી દઈએ કે આ ડાયટ પ્લાનને જી.એમ(GM) ડાયટ પ્લાન ના નામથી ઓળખવામાં આવે છે. જનરલ મોટર્સ ડાયટ એ આ ડાયેટ પ્લાન નું ફુલ ફોર્મ છે.

આ ડાયેટ પ્લાન અનુસરવાથી ચરબી ઝડપથી શરીરમાંથી ઓગળી શકે છે એવું પ્લાનના નિષ્ણાંતોનું માનવું છે. પરંતુ હકીકતમાં શું ખરેખર આટલી ઝડપથી ચરબી ઓગળી શકે છે કે કેમ આવો જાણીએ.

તમને જણાવી દઈએ કે આ પ્લાન આજકાલના નહીં પરંતુ વર્ષોથી જનરલ મોટર્સમાં કામ કરતા કર્મચારીઓ માટે બનાવવામાં આવ્યો હતો. હવે આ પ્લાન ને અલગ પાડવામાં આવે તો સાત દિવસ એટલે કે એક અઠવાડિયા નો પ્લાન બને છે. જેમાં અઠવાડિયાના દરેક દિવસે તમને અમુક પ્રકારના ભોજન લેવાની છૂટ છે. જેમ કે આખા દિવસમાં તમે કોઈ પણ એક પ્રકારનું ભોજન દાખલા તરીકે શાકભાજી તો તમે આખા દિવસ દરમ્યાન શાકભાજી લઈ શકો છો.

આ પ્લાન નિષ્ણાંતોનું માનવું છે કે આમાં જે પ્લાનમાં ફૂડ ખાવાની પરવાનગી આપવામાં આવી છે તે બધી વસ્તુઓ ઓછી કેલેરી વાળી છે એટલે કે શાકભાજી અથવા ફળ વગેરે. અને આ પ્લાનમાં અમુક તો નેગેટિવ કૅલરી ધરાવતા ભોજન પણ સામેલ છે એટલે કે તેને બચવા માટે જેટલી કેલરી વપરાય છે તેનાથી પણ ઓછી કેલેરી તેઓ આપે છે.

હવે વાત કરીએ મુખ્ય પ્લાનની કે સાત દિવસ અલગ અલગ તમારે કઈ કઈ વસ્તુઓ ખાવાની છે?

પહેલો દિવસ

 

આ દિવસે તમારે માત્ર ફળ જ ખાવાના છે. હા પરંતુ આ દિવસે તમે કેટલા ફળ ખાઈ શકો તેની કોઈ મર્યાદા આ પ્લાનમાં દર્શાવી નથી પરંતુ આ પ્લાન અનુસરવા વાળા લોકોને મોટાભાગે એવી સલાહ આપવામાં આવે છે કે તરબૂચ ફળ ખાવાથી વધારે ઝડપથી વજન ઘટે છે. આ દિવસે તમે કેળા ન ખાવો તો તે વધુ સારું રહેશે.

બીજો દિવસ

આ દિવસે તમારે માત્ર શાકભાજી જ ખાવાની છે, પહેલા દિવસની જેમ આ દિવસમાં પણ તમે શાકભાજીની કોઈ મર્યાદા નક્કી કરેલી નથી. પરંતુ બને ત્યાં સુધી આ દિવસે તમારે બટેટા ખાવા ના ટાળવા જોઈએ. આ દિવસે તમે શાકભાજી કોઈ પણ ખાઈ શકો છો પરંતુ અથવા તો એ કાચી ખાવી અથવા પછી તેને પકાવીને ખાવું પરંતુ તેમાં પકવતી વખતે તેલનો ઉપયોગ ન કરવો. એની જગ્યાએ તમે બાફેલા શાકભાજી પણ ખાઈ શકો છો.

ત્રીજો દિવસ

આ દિવસે તમારે કોઈપણ જાતના શાકભાજી અથવા કોઈપણ જાતના ફળ ખાઈ શકો છો પરંતુ આ દિવસે એક વસ્તુનું ધ્યાન રાખવું કે તમે કેળા અથવા બટેટા લેશો નહીં. કેટલી ક્ષમતામાં તમે લઈ શકો તેની કોઇ મર્યાદા આ દિવસે પણ નક્કી થયેલી નથી.

ચોથો દિવસ

બધા દિવસથી ઊલટું તમારે આ દિવસે માત્ર કેળા અને દૂધ જ લેવાનું છે. આખા દિવસ દરમ્યાન છ થી આઠ જેટલા મોટા કેરાળા તમે લઇ શકો છો. અને દૂધ પણ અંદાજે ત્રણ ગ્લાસ જેટલું પી શકો છો પરંતુ જો શક્ય હોય તો સ્કીમ મિલ્ક લેવું જેથી વધુ ફાયદો થાય.

પાંચમો દિવસ

આ દિવસે ડાયટ પ્લાનમાં થોડી છૂટ મળે છે. એટલે કે જો તમને ભાત પસંદ હોય તો તમે લંચમાં એક કપ ભાત ખાઈ શકો છો અને આખા દિવસ દરમિયાન છથી સાત જેટલા ટમેટા પણ ખાવા જોઈએ. અને શરીરમાં દરરોજ કરતા બે ગ્લાસ પાણી વધુ પીવાનું રાખજો જેથી કરીને યુરિન વાટે એક્સ્ટ્રા યુરિક એસિડ નો સફાયો થઇ શકે. ભાત બને ત્યાં સુધી બ્રાઉન રાઈસ ખાવા જેથી વધારે ફાયદો થઇ શકે.

છઠ્ઠો દિવસ

આ દિવસે પણ તમે લંચમાં એક ખાઈ શકો છો તેમજ આખા દિવસમાં તમે શાકભાજી ખાઈ શકો છો પરંતુ શાકભાજીને પણ ઉપર કહ્યા મુજબ ખાવા એટલે કે તેલમાં પકવવા નહીં. અને આ દિવસે પણ તમારે બટેટાથી દૂર રહેવાનું છે તેમજ આ દિવસે પણ તમે દરરોજ કરતાં બે ગ્લાસ જેટલું અંદાજે વધુ પાણી પીવાનું રાખજો.

સાતમો દિવસ

આ દિવસે પણ તમારે એક કપ ભાત ખાવાના છે પરંતુ સામાન્ય નહીં પરંતુ બ્રાઉન રાઈઝ લેવાના છે. આ દિવસે ફ્રુટ જ્યુસ પણ લઈ શકાય છે. તેમજ સાથે સાથે શાકભાજી પણ ખાઈ શકાય છે. આ પ્લાનનો છેલ્લો દિવસ હોવાથી તમારા ચહેરા પર ગ્લો પણ વધારે લાગશે. અને તમે પોતે થોડું હળવું પણ મહેસુસ કરશૉ.

આ ડાયટ પ્લાન ની માહિતી સારી લાગી હોય તો બધા જોડે શેર કરજો. જેથી બધા આનો ફાયદો ઉઠાવી શકે.