in

શું તમારો પણ ફોન હેંગ કે ધીમો થઈ જાય છે, જાણો આ 9 ઉપાયો

સૌપ્રથમ તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારા ફોનની રેમ કેટલી છે અને તમે તેમાં એપ્લિકેશન્સ કઈ-કઈ ચલાવો છો, તમને જણાવી દઈએ કે 1 GB રેમવાળો ફોન પણ ધીમો થઇ જાય છે તો 4 GB રેમ વાળા ફોનમાં પણ આ પ્રોબ્લેમ આવી શકે છે. કારણ છે એની અંદર રહેલી એપ્લિકેશન્સ અને પ્રોસેસ.

એના માટે નીચેના ઉપાયો કરી શકો છો!

  • જો તમે ફોનમાં એક કરતા વધારે બ્રાઉઝર નાંખ્યા હોય તો ફોન ધીમો થઇ શકે છે આથી જે જરૂર ન હોય તે બ્રાઉઝર અનઇન્સ્ટોલ કરી નાખો.
  • એક સાથે એક કરતાં વધુ એપ્લિકેશનનો ન ચલાવવી જોઈએ, આપના ફોનમાં સુવિધા તો આવે છે પરંતુ એપ્લિકેશનના કેશ મેમરી ના હિસાબે ફોન ધીમો પડી શકે છે.
  • કોઈ પણ પ્રકારના એન્ટિવાઇરસ રાખવા જોઈએ જેથી વાયરસ થી બચી શકાય. એમ તો પ્લે સ્ટોરમાં ઘણા પ્રકારના એંટિ વાયરસ સોફ્ટવેર અવેલેબલ છે.
  • વોલ પેપરમાં લાઈવ વોલપેપર ન રાખવુ જોઈએ.
  • તમારા ફોનના સૉફ્ટવેરને લેટેસ્ટ સોફ્ટવેરથી અપડેટ કરો.
  • મેમરી ક્લીયર કરી નાખવી, જો તમને મેમરી ક્લિયર કરતા ન આવડતું હોય તો તમે તેના માટે એપ્લિકેશન પણ વાપરી શકો છો.
  • જે એપ્લિકેશનનો મેમરી કાર્ડમાં મુવ થઇ શકતી હોય તેવી એપલીકેશન મુવ કરી નાખો.
  • સ્ટોરેજ એકદમ ફૂલ ન રાખવી, સ્ટોરેજ ફુલ હોવાને કારણે ફોન ધીમો પડવાની સંભાવના પૂરેપૂરી વધી જાય છે.

જણાવી દઈએ કે આ ટીપ્સ કોઈપણ એંડ્રોઈડ ડિવાઈસ માટે લાગુ પડી શકે છે, તેમ છતાં જો ફોન ધીમો થઈ ગયો હોય અથવા તો હેંગ થઈ જતો હોય તો સર્વીસ સ્ટેશન માં જઈ ચેક કરાવવો જોઈએ કારણ કે હોઈ શકે છે કે ફોન નું નવુ વર્ઝન સોફ્ટવેર આવ્યું હોય પરંતુ કોઈ કારણોસર એ અપડેટ થયું ન હોય તો આવું થઈ શકે છે.

અથવા તો અપડેટ થતી વખતે જો એમાં બીજી કોઈ પ્રોબલેમ થઈ ગઈ હોય તો પણ ફોન સ્લો થઈ જવાની શક્યતા રહે છે.