નસીબ વાળી વહુ – છેલ્લે સુધી વાંચજો

માહી નો સંબંધ એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને ધનવાન પરિવારમાં નક્કી કરીને તેના કાકા કાકી અને પરિવારના બીજા બધા સભ્યો પોતાના ઘરે અમદાવાદ પાછા આવી રહ્યા હતા. બધા લોકો ખુશ હતા પરંતુ તેની ખુશી વધારે સમય સુધી ટકી શકી નહીં કારણ કે તેઓ જે કારમાં આવી રહ્યા હતા તે કારનો અકસ્માત થયો હતો, સામેથી પૂર ઝડપે આવી રહેલા ટ્રક દ્વારા તે કારને ટક્કર લાગી હતી.

માહીના કાકા અને કાકી ની સાથે તેની માત્ર 12 વર્ષની દીકરી પણ સાથે મુસાફરી કરી રહી હતી.. માહીના કાકા અને કાકા ની દીકરી બંનેને ઇજા થઈ હતી,. ચારે બાજુ જાણે હાહાકાર મચી ગયો હતો. અને માહીના કાકી નો વિલાપ ચરમ સીમાએ પહોંચી ગયો હતો અને વારંવાર તે માહીને આ બધા માટે જવાબદાર ગણાવી રહી હતી.

કહી રહ્યા હતા કે ભાઈ ભાભી તો અમારા પહેલેથી જ દુશ્મન હતા, આ અપશુકનિયાળ દીકરીને અમારા માથે છોડીને પોતે તો આ દુનિયાનો પીછો છોડાવીને જતા રહ્યા. તેમ છતાં અમે માહીને દીકરીની જેમ મોટી કરી ભણાવી ગણાવી હવે અત્યારે તેનો સંબંધ પણ ખૂબ જ સારા ઘરમાં કર્યો પરંતુ માહી તો કોણ જાણે અમને બધાને બરબાદ કરીને જ જાણે શ્વાસ લેશે.

બધા લોકો ભેગા હતા અને કાકી આ બધાની સામે આવું બોલી રહ્યા હતા, ન થવાનું તો થઈ ગયું હતું પરંતુ હવે એમાં પેલી દીકરીનો બિચારીનો શું વાંક, આખરે તેના નણંદે સમજાવતા કહ્યું ભાભી તમે શું કામ આટલા ગુસ્સે થઈ રહ્યા છો એમ્બ્યુલન્સ આવી રહી છે હમણાં ભાઈ તેમજ દીકરીને વાગ્યું છે તેનો ઈલાજ શરૂ થઈ જશે તમે એમાં બિચારી માહીને શું કામ આડુ અવળું બોલી રહ્યા છો.

નણંદની આ વાત સાંભળીને તો જાણે માહીના કાકીને વધારે ગુસ્સો આવ્યો મોટી મોટી રાડો પાડીને તે બોલવા લાગી કે સૌથી પહેલા તો રોડ એક્સિડન્ટમાં પોતાના મા બાપને ખાઈ ગઈ અને હવે આજે તો અમને બધાને ખાવાની પણ તૈયારી હતી, આ મુસીબતને તો હવે તમે જ સંભાળો અમને મહેરબાની કરીને છૂટા કરી દો.

બધી વાતો ચાલી રહી હતી ત્યાં જ બાજુમાંથી એક ગાડી ભરપૂર ઝડપે આવી અને તરત જ ઉભી રહી ગઈ તે ગાડી બીજી કોઈ નહિ પરંતુ માહી નો સંબંધ જ્યાં નક્કી કર્યો હતો તે વેવાઈની હતી,. વેવાણ નીચે ઉતરીને તરત જ કાકીને ભેટી પડ્યા અને સાંત્વના આપવા લાગ્યા ત્યારે જ કાકી ફરી પાછા વિલાપ કરવા લાગ્યા કે જ્યારથી આ અપશુકનિયાળ દીકરી અમારા ઘરમાં આવી છે ત્યારથી કંઈક ને કંઈક અશુભ થતું રહે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel