પુત્રજન્મની ખુશીમાં નણંદે કરી એવી ડિમાન્ડ કે પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ!
સાચિના ઘરમાં રંગબેરંગી ધુમ્મસની જેમ ખુશી ફેલાઈ ગઈ હતી. થોડા વર્ષો પહેલા લગ્ન થયા હતા અને લગ્નના ત્રણ વર્ષ પછી પુત્રના જન્મે તેમના આંગણામાં હાસ્ય ભરી દીધું હતું. પણ આ ખુશીની વચ્ચે સાચિ સાથે એવું કંઈક બન્યું કે જેમાં આ ખુશી ક્યાંય ખોવાઈ ગઈ અને વેદના થવા લાગી.
સાચિ ની નણંદ ઘરે આવી હતી અને અચાનક જ સાચિ ને કહ્યું કે આપણા પરિવારમાં દીકરો જન્મે એટલે બધી નણંદોને ભારે સાડી અને સોનાની કંઈક વસ્તુ પણ ભેટમાં આપવાની હોય છે, એટલે તમે તમારા કરે ફોન કરીને આ વાત જણાવી દેજો. પરંપરાગત દહેજ પ્રથાનો ભાર, સાચિનો પરિવાર પહેલેથી જ ગરીબી સાથે સંઘર્ષ કરી રહ્યો હતો, સાચિ ના લગ્ન પણ માંડ માંડ પૂરા કર્યા હતા અને હવે તે પુત્રના જન્મના આ શુભ પ્રસંગે તેના માતા-પિતા પર વધુ આર્થિક બોજ લાદવા માંગતી ન હતી.
આ ચિંતા ઓ સાચિ ના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી જેને જોઈને એક દિવસ તેના સાસુએ સાચિ ની પાસે જઈને તેને કહ્યું બેટા કેમ આટલી બધી ચિંતામાં છો? શું સમસ્યા છે? જ્યારે સાચિ એ તેને આખી વાત કરી ત્યારે તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું અરે બેટા એ તારી નણંદ તો બધું બોલે છે, તારા ભાઈને ખાલી એટલું જ કહે છે કે તમે જે લઈને આવશો તે મારે ચાલશે. મારે બસ તમારી હાજરી જોઈએ છે. બસ બીજું કાંઈ જોતું નથી.
થોડા દિવસો પછી સાચિ ના ઘરેથી બધા મહેમાન ભેટ સોગાતો લઈને સાચિ ના સાસરીમાં ગયા, પણ તેની સાથે જ સામાન હતો તે સામાન જોઈને સાચિ દંગ રહી ગઈ. કારણ કે આ સામાન એટલો બધો હતો કે જેની સાચિ કલ્પના પણ ન કરી શકે, સોનાના બુટ્ટી, રેશમી કપડાઓ, ચાંદીની થાળી વગેરે અનેક કીમતી વસ્તુઓ તેમાં રહેલી હતી, આ બધું જોઈને સાચિ ને ખુશી પણ થતી હતી અને સાથે સાથે ચિંતા પણ થતી હતી કે તેના માતા પિતાએ આ બધું કઈ રીતે મોકલ્યું હશે? જો દેવું કર્યું હશે તો હવે તેની ભરપાઈ કેવી રીતે કરશે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
મહેમાનોને જમાડ્યા પછી બધા સાથે બેઠા હતા અને થોડા સમય પછી જ્યારે તેનો ભાઈ વિદાય લેવા લાગ્યો ત્યારે સાચિને ભેટી પડ્યો તેને પુત્ર જન્મ ના અભિનંદન પાઠવ્યા અને પોતે પણ મામા બની ગયા તેની ભરપૂર ખુશી વ્યક્ત કરી.. સાથે સાથે સાચિ ના કાન માં તેને એક વાત કરતા કહ્યું હજી મને તારા ચહેરા ઉપર થોડી ચિંતા દેખાઈ રહી છે. તું શું ચિંતા કરી રહી છે? ત્યારે સાચિ એ કહ્યું કે તમે આ બધું લઈને આવ્યા છો પરંતુ હવે જો દેવું કર્યું હોય તો તેની ભરપાઈ કઈ રીતે કરશો?
ત્યારે તેના ભાઈના આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી તેને તેની બહેન સાચિને કહ્યું કે બહેન તું જરા પણ ચિંતા નહીં કર આમાંથી જે બધી કિંમતી વસ્તુઓ છે તે માત્ર હું લઈને આવ્યો છું પરંતુ આ બધું મોકલનાર તારા સાસુ સસરા છે, અને તેને કોઈપણ ને જણાવવાની ના પાડી છે. અરે ત્યાં સુધી કે તને જણાવવાની પણ ના પાડી હતી. પરંતુ હું તને એટલા માટે જણાવું છું કે જેથી તને હંમેશા માટે ખ્યાલ રહે કે તારા સાસુ સસરા ને તારું કંઈ ખરાબ ન લાગે તેની કેટલી ચિંતા છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
સાચિ આ વાત સાંભળીને થોડા સમય માટે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા, તેની બધી ચિંતાઓ એક જ ક્ષણમાં નીકળી ગઈ, અને તેને તરત જ સાસુ સસરા પાસે જોઈને તેમના પગ અડીને પગે લાગી અને તેમનો આભાર માન્યો, તેના સાસુની મમતા અને દુરદર્શીતા એ સાચિ ને અભિભૂત કરી નાખી હતી.
હજુ આટલું ઓછું હતું તે તરત જ સાસુએ સાચિ ના ગળામાં એક સુંદર હાર પહેરાવ્યો અને કહ્યું કે આ લે બેટા, આ તારા માટે છે હવે તું જરા પણ ચિંતા વગર રહેજે અને આજે નહીં કોઈપણ દિવસ તું જરા પણ ચિંતા ન કરીશ. સાચિ ના ગળામાંથી શબ્દો નહોતા નીકળી શકતા, તે એટલી ભાવુક થઈ ગઈ હતી આંખમાં આંસુ સાથે બંનેએ એકબીજાને આલિંગન આપ્યું.
સાચિની ચિંતાઓ દૂર થઈ ગઈ હતી, ચિંતા ની જગ્યા હવે કૃતજ્ઞતા અને પ્રેમથી ભરાઈ ગઈ હતી. તેના મોઢામાંથી બીજો તો એક શબ્દ પણ ન નીકળી શક્યો પરંતુ સાસુને ભેટીને તે માત્ર એટલું જ બોલી “માં!” આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.