માતાને ચિંતા હતી કે બધી બચત હોસ્પિટલમાં ખર્ચાઈ જશે તો દીકરીના લગ્ન કેમ થશે? જ્યારે તેને રજા આપી ત્યારે નર્સે કહ્યું તમારું બિલ ચૂકવી દેવાયું છે, કોણે ચૂકવ્યું તેની તપાસ કરી તો ખબર પડી કે…

દિલીપ તો જોઈને પગે પડી ગયો. અને આંખમાંથી આંસુ નીકળી ગયા. ત્યારે દિલીપની સાથે આવેલા ઓફિસે ના બીજા માણસો આ બધું જોતા જ રહ્યા કે એવું કોણ હશે જેના હિસાબે આપણા સાહેબ ની આંખ માં થી આંસુ નીકળી ગયા. દિલીપ એ મીનાક્ષી બેન ને પોતાની ઓળખાણ આપી તેની તબિયત પૂછીને થોડા સમય પછી ત્યાંથી જતો રહ્યો.

દિલીપ તબિયત જોઈ ને જતા જતા ડોકટરની કેબિનમાં ગયો અને તબિયતની વાતચીત કરી પછી ઓફિસે જતો રહ્યો. ચાર દિવસ પછી મીનાક્ષીબેન ને રજા આપવામાં આવી. રજા આપતી વખતે હોસ્પિટલના બિલ ની વાત કરવા માટે મીનાક્ષી બેન ને પૂછ્યું કે કેટલા રૂપિયાનું બિલ થયું છે ત્યારે નર્સે તેને જવાબ આપ્યો કે તમારું બિલ તો એડવાન્સ માં જમા થઈ ગયું છે.

હવે તમારે માત્ર ઘરે જઈને આરામ કરવાનો છે અને નિયમિત દવા લેવાની છે. એવામાં દિલીપ પણ ત્યાં આવી ગયો રજા આપતા હતા ત્યારે મીનાક્ષી બેન ને કહ્યું કે તમારું બિલ મેં ચુકવ્યું છે, હવે ચાલો તમે મારી સાથે.

ત્યારે દિલીપ પોતે મોટર લઇ ને આવ્યો અને મેડમ ને તેના ઘરે લઇ ગયો. દિલીપ નું આલીશાન ઘર જોઈને મીનાક્ષીબેન ખુબ રાજી થયા અને કહ્યું કે દિલીપ તારા માતા પિતા એ ખુબ જ ખરાબ દિવસો જોયા છે, તું એને સાચવજે અને માન સન્માન સાથે રાખજે.

રાત્રે જમતા જમતા દિલીપ સાથે મીનાક્ષી બેન વાત કરતા હતા કે દીકરી ના દિવાળી પછી લગ્ન છે. અને તારે જરૂર થી આવવાનું છે. ત્યારે જવાબ આપતા દિલીપે કહું કે કેમ નહિ હું તો તમારે ત્યાં લગ્ન પહેલા એક મહિને આવીશ.

અને મારી બહેન ને જોતી બધી ખરીદી કરાવી આપીશ. બધું આયોજન પણ હું જ કરીશ, તમારે કોઈ ચિંતા નહિ કરવાની ત્યારે મીનાક્ષી બેન ભાવુક થઇ ગયા.

મીનાક્ષી બેન તેના ઘરે જઈને દીકરીના લગ્નની તૈયારી કરવા લાગ્યા થોડા સમય પછી દિલીપ જ્યારે ગામમાં આવ્યો ત્યારે દિલીપ ના હાથમાં હોસ્પિટલના ખર્ચની રકમ આપી અને મીનાક્ષી બેન ને કહ્યું કે આ હોસ્પિટલના રૂપિયા છે તું રાખી લે.

દિલીપ ભાવુક થઈ ગયો અને કહ્યું વર્ષો પહેલાં જ્યારે મારું એક વર્ષ ન બગડે અને હું મજૂરી કરવા ન લાગી જાઉં તે માટે તમે મારી ફીના પૈસા મારા માતાના હાથમાં આપ્યા હતા. ત્યારે હું ખૂણામાં ઉભો એ જ વિચારી રહ્યો હતો કે તમે કરેલી મદદ હું કોઈ દિવસ ભૂલી નહીં શકું અને એ મદદ ના હિસાબે જ હું આજે અહીં સુધી પહોંચી શક્યો છું.

અને પછી દિલીપે કહ્યું કે હવે મારી બહેન ના લગ્નની ચિંતા પણ ના કરતા કારણકે હું આવી ગયો છું અને એક પણ જાતની પૈસાની અથવા વ્યવસ્થાની ચિંતા તમે નહીં કરતા. મીનાક્ષીબેન ભાવુક થઈને દિલીપ સામુ જોતા જ રહી ગયા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel