માતાને ચિંતા હતી કે બધી બચત હોસ્પિટલમાં ખર્ચાઈ જશે તો દીકરીના લગ્ન કેમ થશે? જ્યારે તેને રજા આપી ત્યારે નર્સે કહ્યું તમારું બિલ ચૂકવી દેવાયું છે, કોણે ચૂકવ્યું તેની તપાસ કરી તો ખબર પડી કે…

એક નાના શહેર માં સ્કૂલ માં મીનાક્ષી બેન શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તે ખૂબ જ પ્રેમાળ પ્રકૃતિના હતા. જેથી બધા વિદ્યાર્થી ને પ્રેમથી અને શાંતિ થી ભણાવતા હતા. મીનાક્ષીબેન ને એક દીકરી હતી તે પણ એ જ સ્કૂલમાં ભણતી હતી. મીનાક્ષી બેન ના પતિ બિઝનેસ કરતા હતા.

એક દિવસ અચાનક તેના પતિ ને પાર્ટનરે દગો આપ્યો જેથી તેઓ અત્યંત આર્થિક સંકડામણ માં આવી ગયા અને તેઓની માનસિક હાલત પણ કફોડી થઈ ગઈ હોવાથી એક દિવસે તેના પતિએ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું અને એટલા માટે જ ઘર સંભાળવાની દરેક જવાબદારીઓ મિનાક્ષિબેન પર આવી પડી એટલે ઘરનું ગુજરાન ચલાવવા મીનાક્ષી બેન શિક્ષક તરીકે નોકરી કરવા લાગ્યા હતા.

સ્કૂલ માં એક સાધારણ પરિવાર નો દીકરો દિલીપ પણ ભણતો હતો. તેના પિતાજી જે પણ મજૂરી કામ મળે તે કરતા, અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા.

એક દિવસ ની વાત છે મીનાક્ષીબેન સ્કૂલમાં ભણાવતા હતા. ત્યારે પ્રિન્સિપાલે તેના ક્લાસમાં આવીને કહ્યું કે દિલીપ ની ફી હજુ સુધી કેમ નથી આવી? એમ કહી ને મીનાક્ષીબેન ને ઠપકો આપવા લાગ્યા. અને દિનેશ ને ઉભો કરીને કહ્યું કે ફી ભરવાના પૈસા ના હોય તો તારા બાપ ની જેમ મજૂરી એ લાગી જ અહીંયા આવી ને અમારો અને બીજા વિદ્યાર્થીઓ નો સમય બગાડવાની કઈ જરૂર નથી. એમ તોછડાઈભર્યું વર્તન કરી જતા રહ્યા.

સાંજે સ્કૂલ છૂટ્યા પછી મીનાક્ષીબેન તેની દીકરી સાથે દિલીપ ના ઘરે જાય છે. અને ફી માટે જણાવે છે. પરંતુ ઘર ની હાલત જોઈને દિલીપ ની માતા ના હાથ માં મીનાક્ષી બેનએ પોતે જ ફી ભરવાના પૈસા મૂકી ને કીધું કે કાલે તમે જ સ્કૂલે આવી ને પ્રિન્સિપાલ ની ઓફિસે જઈ ને ફી ભરી આપજો. અને પહોંચ લઇ લેજો અને સંભાળીને રાખજો ફી ભરાઈ જાય એટલે દિલીપ નું વર્ષ બગડે નહિ દિલીપ તો આ બધું એક ખૂણા માં ઊભો ઊભો જોઈ રહ્યો હતો.

દિલીપ ના માં બીજે દિવસે સવાર માં જ ફી ભરી આવ્યા અને પછી દિલીપ ને ક્લાસ માં મુકવા આવ્યા દિલીપ સૌથી પહેલા મીનાક્ષીબેન ને પગે લાગ્યો અને પછી ક્લાસ માં બેઠો આ તેનો રોજ નો ક્રમ થઇ ગયો. ત્રણ મહિના પછી ની વાર્ષિક પરીક્ષા માં દિલીપ નો પહેલો નંબર ત્યારે દિલીપ ના માતાપિતા પછી જો કોઈ ને સૌથી વધારે કોઈ ખુશ થયું હોય તો તે મીનાક્ષીબેન હતા. કારણ કે દિલીપ ની હાલત જોઈ ને તેના ઉપર ખુબજ લાગણી થઇ હતી.

પ્રેમથી સમજાવતા કે તું ભણી ને આગળ આવી જા, એટલે તારા માતા પિતા ને રાહત રહે. એ પણ કેટલા વર્ષ સુધી મજૂરી કરી શકશે? આમને આમ દિલીપ ને સારા માર્ક આવવાથી શહેરની નામાંકિત સ્કૂલ ના સંચાલકો પોતાની સ્કૂલ માં તેમજ હોસ્ટેલ માં રહેવાનો અને ભણવાનો બધો ખર્ચ પોતે ભોગવશે એવી શરતે દિલીપ ને શહેર માં લઇ ગયા.

દિલીપ શહેર માં ભણી ને એક મોટી કંપની માં નોકરી એ લાગી ગયો અને કંપની તરફથી ગાડી બંગલો નોકર ચાકર બધી સગવડતા પણ હતી. જયારે આ બાજુ મીનાક્ષીબેને તેની દીકરી ની સગાઇ કરી. અને દિવાળી પછી તેના લગ્ન નક્કી કર્યા પરંતુ મીનાક્ષીબેન ની તબિયત અચાનક બગડી ગઈ.

નાના શહેર ના ડોક્ટરે તો હાથ ઉંચા કરી દીધા અને કહ્યું કે મોટા શહેરમાં મોટા ડોક્ટર પાસે તપાસ કરાવી જુઓ. હવે તે લોકો શહેર ની મોટી હોસ્પિટલે આવ્યા, પરંતુ મીનાક્ષીબેન ને પોતાની તબિયત કરતા વધારે ચિંતા તેની દીકરી ના લગ્ન ની હતી કારણ કે અહીંયા વધારે ખર્ચ થઇ જશે તો હું લગ્ન કેવી રીતે કરાવીશ. તેની પાસે બચત કરેલા રૂપિયા પણ મર્યાદિત હતા જેથી આ ચિંતા તેને ખૂબ જ માનસિક રીતે સતાવી રહી હતી.

મીનાક્ષીબેન જે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તે જ હોસ્પિટલમાં તેની બાજુના રૂમમાં એક કારખાનામાં કામ કરી રહેલા મજૂર ને ગંભીર ઈજા થઈ હોવાથી દાખલ કરવામાં આવ્યો હતો. બીજે દિવસે દિલીપ તે મજુર ને જોવા માટે આવ્યો ત્યારે તેની નજર બાજુ ના રૂમ માં સુતા મહિલા ઉપર પડી તેને કોઈ જાણીતું હોય તેવું લાગ્યું એટલે અંદર જઈને જોયું તો તે તેના શિક્ષક મીનાક્ષીબેન હતા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel