કેળા થી વજન વધે કે ઘટે? જાણો સાચી તેમ જ સચોટ માહિતી, વજન ઉતારવા માંગતા લોકો એ અચૂક વાંચવું

આપણે બધા લોકો જાણીએ છીએ કે વજન ઘટાડવું એ સરળ કામ નથી પરંતુ આપણા ભોજનમાં તેમ જ આપણી આદતો માં ઘણા બધા ફેરફાર કર્યા પછી વજન ઘટવાનું શરૂ થાય છે. ઘણી વખત ફળ ખાવાથી પણ વજન ઘટાડી શકાય છે એટલે કે તમે તમારા ડાયટમાં ફળ નો સમાવેશ પણ કરી શકો છો. જણાવી દઈએ કે કેળા પણ આવા જ ફળ છે જેને મોટાભાગે વજન વધારવા માટે ડાયટમાં લેવામાં આવે છે.

પરંતુ નિષ્ણાંત ડાયટિશિયન તેમજ ન્યુટ્રિશનિસ્ટ નું એવું પણ માનવું છે કે એક કેળામાં લગભગ 100 જેટલી કેલરી હોય છે જે વજન ઘટાડવામાં તેમજ વધારવામાં બંનેમાં મદદ કરે છે અહીં એ વાત ઉપર ખાસ ધ્યાન આપવું જરૂરી છે કે તમે કેટલી માત્રામાં કેળાનું સેવન કરી રહ્યા છો. એટલે કે જો સાચી રીતે કેળાનું સેવન કરવામાં આવે તો વજન ઘટાડવામાં પણ કેળા કામ લાગી શકે છે.

ઉપર જણાવ્યું કે એ રીતે જો કેળાને યોગ્ય રીતે ખાવામાં આવે તો તેનાથી બિલકુલ વજન ઘટાડી શકાય છે અને દિવસમાં એક કેળુ ખાવાથી વજન ઘટવામાં મદદ મળે છે.

દિવસમાં આ કેળાનું સેવન ક્યારે કરવું એ પણ નક્કી કરવું જોઈએ આ કેળાનું સેવન તમે વર્કઆઉટ પહેલા પણ કરી શકો છો અથવા વર્કઆઉટ પછી પણ કરી શકો છો કારણકે કેળાથી ન માત્ર સ્ટેમિના મળે છે સાથે સાથે જો વધારે કસરત કરવામાં આવી હોય તો શરીરને રિકવર કરવામાં પણ મદદ મળે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel