હેલ્મેટ માટે પોલીસે બે મિત્રોને ઉભા રાખ્યા, થોડી વાર પછી એવું કહ્યું કે તે બને મિત્રોની આંખમાં…

એમ કહેતા કહેતા પોલીસ ઓફિસર ની આખો માંથી આંસુ નીકળવા લાગ્યા, આ જોઈ ને બાઈક સવાર મિત્રો એ પૂછ્યું કે સર તમે કેમ આટલા બધા ભાવુક થઇ ગયા?

ત્યારે ઓફિસરે સ્વસ્થ થતા કહ્યું કે મારે પણ તમારા જેવો એક નો એક દીકરો હતો. એ પણ તમારી જેમ જ ફરવા જતો હતો, અને હેલ્મેટ પહેરી નહોતી અને તેનું અકસ્માત માં મૃત્યુ થયું, એ દીકરાની સગાઇ પણ કરી નાખી હતી.

અને ચાર મહિના માં લગ્ન પણ હતા હવે અમે બંને માણસો દરેક દિવસે દીકરા ને યાદ કરી ને રડીએ છીએ. અમે કેવા કેવા સપના જોયા હતા કે દીકરાના લગ્ન થઇ જાય અને બે વર્ષ માં હું નિવૃત થઇ જાવ એટલે અમે બંને માણસ અમારા પૌત્ર કે પૌત્રી ને રમાડી ને અને ધર્મ કાર્ય કરી ને અમારો નિવૃત્તિ નો સમય પસાર કરીશુ. પણ આ એક હેલ્મેટ ના હિસાબે અમારા પરિવારનો માળો મારા દીકરા ના ગયા પછી વેરવિખેર અને સુનો સુનો થઇ ગયો.

હવે હું દરેક દીકરા ને મારા દીકરા ની જેમ જ સમજાવું છું. જેથી કાયદાનું પાલન પણ થાય અને તમારી અને તમારા પરિવાર ની સલામતી રહે. ત્યારે બાઈક સવારે કહ્યું કે હું હવે જિંદગી માં ક્યારેય પણ હેલ્મેટ પહેર્યા વિના બાઈક નહિ ચલાવું કે કોઈ ની સાથે પણ હેલ્મેટ વિના જે ચલાવતો હશે, હું તેની સાથે ક્યારેય પણ નહિ બેસું.
એટલું બોલતા બોલતા તેના આંખમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને આગળ કહ્યું કે મને પણ મારા પિતા અવારનવાર હેલ્મેટ પહેરવાની સલાહ આપતા રહે છે, પણ હું નથી માનતો, આજે મને બરાબર સમજાઈ ગયું કે પિતા શુ કામ વારંવાર એક ને એક સલાહ આપતા રહે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel