હેલ્મેટ માટે પોલીસે બે મિત્રોને ઉભા રાખ્યા, થોડી વાર પછી એવું કહ્યું કે તે બને મિત્રોની આંખમાં…

બે મિત્રો આજે રવિવાર હોવાથી બાઈક પર ફરવા માટે ઘરે થી નીકળા. હજુ પહેલો ચોક આવે ત્યાં ચોક માં ઉભેલ પોલીસે બાઈક સવાર ને અવાજ કરીને ઉભા રાખ્યા.

“ઉભા રહો ઉભા રહો” પહેલા તમારું હેલ્મેટ પહેરી લો, હેલ્મેટ નો કાયદો અમલમાં આવી જવા થી પોલીસ દ્વારા દરેક ચોકે તપાસ ચાલી રહી હતી. અને હેલ્મેટ પહેરીને બાઈક ચલાવવાની અપીલ કરવામાં આવતી હતી. બંને મિત્રો ઉભા રહ્યા અને એ ઓફિસર પાસે આવ્યા.

ત્યારે ઓફિસરે બહુ જ પ્રેમ થી સમજાવતા કહ્યું કે તમે મારા દીકરા ની ઉંમરના છો અને હેલ્મેટ પહેરવાથી તમારી જ સુરક્ષા થાય છે. અને તમારા પરિવાર નું હીત પણ તેમાં જ છે. હેલ્મેટ નહિ પહેરવા થી થતા નુકસાન થી ઘણા પરિવારો એ પોતાનાઓને ગુમાવ્યા છે. અને દવાખાનામાં દાખલ કરેલા અને ખર્ચ માં ને ખર્ચા માં કેટલા બધા પરિવારો બરબાદ થઇ ગયા છે, તેનો તો કોઈ આંકડો પણ નો મળે!

ત્યારે બાઈક સવાર બંને મિત્રો એ પોલીસ ઓફિસર ને પૂછ્યું કે અમે ઘણા પોલીસ અધિકારીઓ ને વાત કરતા જોયા છે લગભગ બધા લોકો કડકાઈથી વાતો કરતા હોય છે…

તમે આટલા બધા પ્રેમ થી વાત કરો છો, એના બદલે તમે અમારી સાથે કડક થઇ ને પણ આ વાત કરી શકતા હતા. ત્યારે તે ઓફિસરે ખભે હાથ મૂકી ને કહ્યું કે તમે બંને મારા દીકરા જેવા છો કે નહિ?

અને હું તમને હેલ્મેટ પહેરી ને બાઈક ચલાવવાનું કહું અને તમારી રક્ષા થાય તો મારા દીકરા ની રક્ષા થઈ કહેવાય. મેં તમને કઈ ખોટું તો નથી કીધું ને તો પછી આવી લાપરવાહી કેમ કરો છો બેટા?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel