હનુમાનજી નું એક એવું સ્વરૂપ જેની પૂજા માત્રથી લોકોના દરેક સંકટ થાય છે દૂર, જાણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું હનુમાનજીનું પંચમુખી સ્વરૂપ

મનુષ્ય જ્યારે ચારે તરફ થી ઘેરાઈ જાય અને આવી પડેલા સંકટ તકલીફ માંથી કોઈ રસ્તો સુજે નહિ ત્યારે શ્રી પંચમુખી હનુમાનજી ના શરણ માં જવું જોઈએ, શ્રી પંચમુખી હનુમાનજી ના શરણ માં આવેલ વ્યક્તિ ના ગ્રહ ના દોષ ના સંકટ માંથી મુક્તિ મળે છે.

શ્રી હનુમાનજી ના દરેક રૂપ માં શ્રી પંચમુખી હનુમાનજી નું રૂપ સૌથી વધારે શક્તિશાળી માનવામાં આવે છે શ્રી હનુમાનજી એ રાવણ સાથે ના યુદ્ધ ના સમયે રાવણ ની માયાવી શક્તિ નો નાશ કરવા માટે ધારણ કર્યું હતું જેનું વર્ણન પૌરાણિક કથાઓમાં પણ કરવામાં આવેલું છે.

રાવણ ને ભગવાન રામ ની સાથે ના યુદ્ધ માં જ્યારે તેની હાર દેખાઈ રહી હતી ત્યારે તેને ભગવાન ની સામે માયાવી શક્તિઓ ને કામે લગાવી હતી.

કારણ કે રાવણ જાણતો હતો કે તે માયાવી શક્તિ નો ઉપયોગ નહિ કરે તે તેની ઝડપ થી હાર થવાની છે અને એટલે જ તેના માયાવી ભાઈ અહિરાવણ ની યુદ્ધ માં મદદ લીધી.

કારણ કે તે તંત્ર મંત્ર વિદ્યા નો જાણકાર હતો અને તેને તેની તંત્ર વિદ્યા દ્વારા ભગવાન શ્રી રામ ની સેના ને બેહોશ કરી દીધી અને ભવન શ્રી રામ અને લક્ષમણ ને પણ બેહોશ કરી દીધા બંને ભાઈઓ બેહોશ થતા અહિરાવણે તેનું અપહરણ કરી અને પાતાળ લોક માં લઇ ગયો.

થોડા સમય પછી જયારે ભગવાન શ્રી રામ ની સેનાએ હોશ માં આવવા લાગી ત્યારે ખબર પડી કે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ ત્યાં હાજર નથી એટલે વિભીષણ બધું સમજી ગયા અને ભગવાન શ્રી રામ અને લક્ષમણ ને બચાવવા માટે હનુમાનજી ને પાતાળ લોક માં જવાનું કહ્યું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel