એક માણસે સંત સામે જઈને કહ્યું પૈસાને જ માન મળે છે, મારી પાસે પૈસા છે એટલે મને સંતે બોલાવ્યો ત્યારે સંતે એવું કહ્યું કે…

એક મજૂર જેવા કપડાં પહેરેલ સામાન્ય માણસ પાસે આટલા બધા રૂપિયા કેવી રીતે આવી શકે? આ સવાલ દરેકના મનમાં ઉદ્ભવ્યો. બીજા દિવસે પણ શેઠ એ જ મજુરના કપડા પહેરીને મજૂર જેવો વેશ ધારણ કરીને પ્રવચનમાં આવ્યા અને દરરોજની જેમ જ ત્યાં જઈને એક ખૂણામાં બેસી ગયા.

પરંતુ તરત જ તેના ચહેરા ઉપરથી લોકો તેને ઓળખી ગયા અને બધા લોકો તેને માન આપવા માટે ત્યાંથી ખસવા લાગ્યા. અને શેઠને જગ્યા કરી આપી પરંતુ તેને તો દરરોજની જેમ ખૂણામાં જઈને બેસી ગયા. બધા લોકો તેમની જગ્યાએ બેસી ગયા પછી સંત એ પોતાની વાત ચાલુ કરી.

તેને તે શેઠને બોલાવીને કહ્યું તમારી જગ્યા ત્યાં નથી તમે અહીંયા મારી બાજુમાં આવીને બેસો, એટલે શેઠ તરત જ ઉભા થઈને સંત પાસે ગયા અને મોટા અવાજે બોલવા લાગ્યા કે આ દુનિયામાં ખરેખર આજે પણ રૂપિયાની જ પૂજા થાય છે.

સંત સામે જોઈને તે બોલવા લાગ્યા કે બીજા માણસોની વાત અલગ છે પરંતુ તમે સંત હોવા છતાં આવું વર્તન કેમ કરો છો?? સામાન્ય મજૂરનો પહેરવેશ ધારણ કરીને હું આટલા દિવસોથી આવું છું કોઈ દિવસ મને બોલાવ્યો નહીં પરંતુ મારી પાસે રૂપિયા હોવાની ખબર પડી એટલે તરત જ મને બાજુમાં બોલાવ્યો.

ત્યારે એ સંતે જવાબ આપતા કહ્યું કે અહીંયા બેઠેલા બધા લોકો 10,000 રૂપિયા તે ગરીબ માણસને દાન કરી શકે તેવી તાકાત ધરાવે છે. એટલે મેં તમને તમારા રૂપિયાના કારણે અહીંયા બોલાવીને બાજુમાં નથી બેસાડ્યા, પરંતુ જરૂરિયાત મંદ માણસ માટે તમે તમારા 10,000 રૂપિયાની મદદ કરીને તેનો ત્યાગ કર્યો તે ભાવના દરેકમાં હોતી નથી.

અને તમારી આ પરોપકારની ભાવનાને કારણે જ મેં તમને મારી બાજુમાં બોલાવીને બેસાડીને સન્માન આપ્યું છે. બીજા માણસો માટે પોતાની પાસે રહેલી સગવડતા માંથી કોઈને કોઈ સમર્પણ કરે છે તે સમાજમાં સન્માનને પાત્ર છે. સંતનો જવાબ સાંભળીને બધા લોકો એ તાળીઓના ગડગડાટથી સંતને વધાવી લીધા.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel