એક માણસે સંત સામે જઈને કહ્યું પૈસાને જ માન મળે છે, મારી પાસે પૈસા છે એટલે મને સંતે બોલાવ્યો ત્યારે સંતે એવું કહ્યું કે…

એક નાના ગામમાં એક શેઠ રહેતા હતા જેની પાસે વર્ષોથી અઢળક સંપત્તિ હતી. અને ખૂબ જ પૈસાદાર હતા. પરંતુ સાથે સાથે ધાર્મિક પણ એટલા જ હતા.. એકવાર તેના ગામમાં એક સંત ફરતા ફરતા આવી પહોંચ્યા અને ત્યાં થોડા દિવસ માટે રોકાયા ગામના લોકોને સત્સંગનો લાભ મળે તે માટે સંત રોકાયા હતા.

દરરોજ સાંજે તે સંત નું પ્રવચન સાંભળવા માટે બધા ગ્રામજનો પોતાના કામમાંથી નિવૃત્ત થઈને મંદિરે પહોંચી જતા. ગ્રામજનોની સાથે આ અમીર ધનવાન શેઠ પણ પહોંચી જતા પરંતુ તેને કોઈ ઓળખી પણ ન શકે એવી રીતે તેઓ પોતે જાણે એક મજૂર હોય તેવો વેશ ધારણ કરીને જતા.

ત્યાં જઈને એક ખૂણામાં બેસી જતા, અને સંતનું પ્રવચન સાંભળતા. એવામાં થોડા સમય પછી એક ગરીબ જેવો દેખાઈ રહેલો માણસ ત્યાં આવ્યો. થોડા જ ગ્રામજનો હોવાથી સંત હવે લગભગ દરેકને તેના ચહેરાથી ઓળખવા લાગ્યા હતા તેને તે ગરીબ જેવા દેખાતા માણસને પોતાની પાસે બોલાવ્યો.

અને પૂછ્યું કે ભાઈ તમે ઘણા દિવસ પછી આવ્યા છો? કેમ કોઈ કામકાજમાં અટવાઈ ચૂક્યા હતા કે પછી બીજા કોઈ કારણોસર નહોતા આવ્યા? સંતની વાત સાંભળીને તે ગરીબ માણસના આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા અને તેને સંતને કહ્યું કે કારણ કંઈક બીજું જ હતું.

હકીકતમાં હું જે ઝુંપડીમાં રહેતો હતો ત્યાં આગ લાગી અને મારું આખું ઘર બળીને ખાખ થઈ ગયો. હવે ઉપર આકાશ અને નીચે ધરતી બસ આજ મારું ઘર છે, મારા બાળકો અને પત્ની અમે બધા ઘર ગુમાવી ચૂક્યા છે. એટલે અમે બાજુમાં રહેલા એક ઉકરડાની બાજુમાં ખાલી જગ્યામાં રહેવા જતા રહ્યા.

તે માણસની વાત સાંભળીને સંતના હૃદયમાં અત્યંત કરુણા જાગી અને તેને પ્રવચન સાંભળવા આવેલા લોકો ને આજીજી કરતા કહ્યું કે તમને બધાને અનુકૂળ હોય તેટલી રકમ ની મદદ આ માણસને કરજો. અત્યારે ભગવાન પણ તેની પરીક્ષા લઈ રહ્યો છે. બનતી રકમનું દાન કરજો જેથી આ માણસનું ઘર પાછું બની જાય.

બધા લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે મદદ કરી રહ્યા હતા પરંતુ જે મજૂર જેવા કપડાં પહેરીને શેઠ આવ્યા હતા તેને ખિસ્સામાંથી તરત જ 10 હજાર રૂપિયાની થપ્પી કાઢીને આપી દીધી.. પ્રવચનમાં હાજર રહેલા બધા લોકો તેની સામે આશ્ચર્ય ચકિત થઈને જોઈ રહ્યા હતા કારણ કે…

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel