દીકરીના લગ્ન માટે બ્રાહ્મણે રાજા પાસે ભિક્ષા માંગી, પરંતુ બ્રાહ્મણે ભિક્ષા માટે એવી શરત રાખી કે રાજા પણ…

રાજા એ તેની દુકાન પાસે જઈ ને કહ્યું કે ભાઈ હું અત્યંત ગરીબ માણસ છું. તમારી પાસે કઈ કામ હોઈ તો મને આપો જેથી મને પણ થોડી રકમ મળે અને રાહત રહે ત્યારે દુકાનદારે કહ્યું કે મારી પાસે વધારે કામ તો નથી પણ તમારે સવાર સુધી કામ કરવું હોઈ તો કામે લાગી જાવ હું તમને ચાર રૂપિયા આપીશ.

રાજા એ કહ્યું કે સારું હું સવાર સુધી કામ કરીશ અને રાજા કામે લાગી ગયા અને સવાર સુધી સખત મજૂરી કરી ને ચીંધેલુ કામ બહુ સારી રીતે પૂરું કર્યું રાજા ના કામ થી દુકાનદાર ખુશ થયો અને રાજા ને મહેનતાણા માં પાંચ રૂપિયા આપવા લાગ્યો. અને બોલ્યો કે તમે રોજ આવી ને મારુ કામ કરશો તો હું તમને રોજ પાંચ રૂપિયા આપીશ રાજા એ કહ્યું કે મને પહેલા વાત થયા મુજબ ચાર રૂપિયા જ આપો એમ કહી ને રાજા ચાર રૂપિયા જ લઇ ને ચાલ્યા ગયા.

બીજા દિવસે રાજા એ ભરેલ દરબાર માં ગરીબ બ્રાહ્મણને બધા ની વચ્ચે સન્માનપૂર્વક બોલાવી ને એ ચાર રૂપિયા દક્ષિણા માં આપ્યા. જે તેને આખી રાત મજૂરી કરીને કમાવ્યા હતા. બ્રાહ્મણ એ દક્ષિણા સ્વીકારી રાજા ને આશીર્વાદ આપી ને જંગલ માં પોતાની ઝૂંપડી એ ગયા. ઝૂંપડી માં આવતા ની સાથે બ્રાહ્મણ ની પત્ની એ પૂછ્યું કે રાજા એ શું દક્ષિણા આપી? ત્યારે બ્રાહ્મણ એ પોતાની પાસે આવેલા દક્ષિણા ના ચાર રૂપિયા કાઢી ને પત્ની ના હાથ માં આપ્યા તેની પત્ની ખૂબ જ ગુસ્સે થઇ ગઈ અને એ ચાર રૂપિયા નો ઝૂંપડીની બહાર ઘા કરી દીધો અને ગુસ્સા માં ને ગુસ્સા માં સુઈ ગઈ.

બીજા દિવસે સવારે જાગી ને જુવે છે તો તેના આંગણા માં ચાર વૃક્ષ નવા ઉગ્યા છે જેમાં પાંદડા સોના ના અને ફૂલ ના સ્થાને હીરા લાગેલા હતા આ વિચિત્ર ઘટના જોઈ ને બ્રાહ્મણ પત્ની ની ખુશી નું ઠેકાણું ના રહ્યું રોજે રોજ નવા ફૂલ ઉગતા જે બધા હીરા જ હતા અને રોજે રોજ જે પાંદડા ઉગતા તે બધા સોનાના હતા. આમ પુત્રી ના લગ્ન ધામ ધૂમ થી કાર્ય અને કરિયાવર માં સોના ના પાંદડા અને હીરા આપ્યા.

આ વાત રાજા સુધી પહોંચી કે જે બ્રાહ્મણને ચાર રૂપિયા દીકરી ના લગ્ન કરવા માટે આપ્યા હતા તેની પાસે આટલું બધું ધન આવ્યું કેવી રીતે રાજા એ ખુબ વિચાર કર્યા પછી નક્કી કર્યું કે હું જંગલ માં તે બ્રાહ્મણ ને મળવા રૂબરૂ જઈશ.

રાજા જંગલ માં તેબ્રાહ્મણ ની ઝૂંપડી એ આવે છે અને પૂછે છે કે બ્રાહ્મણ તમારી પાસે આટલું ધન આવ્યું કેવી રીતે ત્યારે બ્રાહ્મણ કહે છે કે આ બધું ધન આપે જ મને આપ્યું છે. તો રાજા એ કહ્યું કે મેં તો તમને ફક્ત ચાર રૂપિયા જ આપ્યા હતા. અને તમે દીકરી ના લગ્ન માં આટલો ખર્ચ કર્યો અને સોનુ હીરા પણ કરિયાવર માં આપ્યા આ બધું કઈ ચાર રૂપિયામાં થોડું આવે અંતે બ્રાહ્મણ એ રાજા ના સૈનિકો ને કહ્યું કે આ ચારેય ઝાડ ને મૂળ માંથી ઉખાડી નાખો. બધા ઝાડ ની નીચેથી રાજા એ આપેલા દક્ષિણા ના એક એક રૂપિયા નીકળ્યા.

આ જોઈ ને રાજા પણ દંગ રહી ગયા. ત્યારે બ્રાહ્મણ એ રાજા ને કહ્યું કે આ ચાર રૂપિયા અને આ ચાર ઝાડ આપ રાજ મહેલ માં લઇ જાવ અને ત્યાં ફરી થી વાવી દેશો અને બ્રાહ્મણ એ રાજાને કહ્યું કે મારે તો દીકરી ના લગ્ન કરવા માટે ઈમાનદારી અને મહેનત થી કમાયેલું ધન જોઈતું હતું જે મને મળી ગયું અને હવે મારે આ ધન ની કઈ જરૂર નથી. અને રાજા ને સમજાવ્યું કે હું જયારે દક્ષિણા લેવા આવ્યો ત્યારે આખા રાજ પાઠમાં મને દેવા માટે ચાર રૂપિયા પણ હતા નહિ જેના માટે આપે એક બે દિવસ નો સમય માંગ્યો હતો. જો આવા મહેનતના અને ઈમાનદારી ના પૈસા રાજ માં હોય તો કોઈ ને પોતાની દીકરી માટે આપની પાસે માંગવું નો પડે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપશો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel