દીકરીના લગ્ન માટે બ્રાહ્મણે રાજા પાસે ભિક્ષા માંગી, પરંતુ બ્રાહ્મણે ભિક્ષા માટે એવી શરત રાખી કે રાજા પણ...
એક રાજા હતો જ બહુ જ બળવાન પ્રજાપાલક અને ધાર્મિક વૃત્તિના હતા. રાજા ના શહેર ની બાજુ ના જંગલ માં એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. જેમ તેમ દક્ષિણા મેળવી ને ગુજરાન ચલાવતો હતો. બ્રાહ્મણ ગરીબ હતો. પરંતુ અતિ જ્ઞાની બુદ્ધિશાળી હતો. અને ધર્મ ના નિયમો નું ચુસ્ત પણે પાલન કરતો હતો. રોજ સાંજ પડે ત્યાર પહેલા કઈ ને કઈ મળી જતું. જેનાથી તેના પરિવાર નું પાલન પોષણ કરતો હતો.
પરિવાર માં તેના પત્ની અને એક પુત્રી હતા. સમય જતા દીકરી વિવાહ યોગ્ય થવા લાગી એટલે એક દિવસ તેની પત્ની એ કહ્યું કે હવે આપણે આ દીકરી ના લગ્ન કરાવી દેવા જોઈએ. ત્યારે બ્રાહ્મણ એ કહ્યું કે લગ્ન તો કરાવી દેવા જોઈએ પણ તેના માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી અત્યારે તો આપણું ઘર મંદ મંદ ચાલે એટલી દક્ષિણા મળે છે.
ત્યારે બ્રાહ્મણ ની પત્ની એ કહ્યું કે આપણે ભલે ગરીબ રહ્યા પરંતુ તમારી નામના સારી હોય તમે આ માટે રાજા પાસે થી દક્ષિણા માંગી શકો છો અને રાજા પણ ધાર્મિક અને ગરીબો ની મદદ કરવા વાળા છે જે તમને નિરાશ નહિ કરે.
આમ બ્રાહ્મણ રાજા પાસે જાય છે અને મનમાં વિચારે છે કે રાજા પાસે જઈ ને દક્ષિણા ની માંગણી કરીશ. રાજા ના પણ નહિ પાડે પરંતુ રાજા પાસે જે ધન છે એ તો પ્રજાના પરસેવાની કમાણીમાંથી ઉઘરાવેલા કરનું ધન છે. જેમાં પ્રજાનું લોહી અને પરસેવો છે. આ ધન માંથી હું દીકરીના લગ્ન કરીશ તો આનું પરિણામ સારું નો આવે, આવી મુંઝવણ સાથે તે બ્રાહ્મણ રાજાના મહેલ તરફ પહોંચ્યો.
મહેલ ના દરવાજે બ્રાહ્મણ ને દ્વારપાળો એ રોકી ને પૂછ્યું કે તમારે શું કામ છે, ત્યારે તેને કહ્યું કે રાજાજીને કહો કે બાજુ ના જંગલ માં રહે છે તે બ્રાહ્મણ આપને મળવા માંગે છે. સંદેશો રાજા પાસે પહોંચાડવામાં આવ્યો આ વાત સાંભળી ને રાજા પોતે દોડી ને દરવાજે આવેલા બ્રાહ્મણ નું સ્વાગત કરવા આવ્યા અને બ્રાહ્મણ ને પોતાના સિંહાસન પાસે બેસાડી ને ખુબ જ સન્માન પૂર્વક આગતા સ્વાગતા કરવામાં આવી.
ત્યાર બાદ રાજા એ બ્રાહ્મણ ને કહ્યું કે હું આપણી શું સેવા કરું બ્રાહ્મણ એ કહ્યું કે રાજન હું આપણી પાસેથી ભિક્ષા ની આશા સાથે આવ્યો છું. રાજાજી એ તુરંત ખજાનચી ને બોલાવી ને હુકમ કર્યો કે દસ હજાર સોનામહોર દક્ષિણામાં આપવામાં આવે ત્યારે બ્રાહ્મણ એ કહ્યું કે રાજન આ તો બહુ નાની રકમ છે મારે તો દીકરી ના લગ્ન માટે દક્ષિણા જોઈ છે.
રાજા એ ખજાનચી ને કહ્યું તો વીસ હજાર સોનામહોર ભેટ માં આપો. બ્રાહ્મણ એ તેમાં પણ કહ્યું કે આ ઓછું પડે આમ ને આમ રકમ વધારતા વધારતા છેલ્લે રાજાએ પોતાની રાજપાઠ પણ બ્રાહ્મણને દક્ષિણામાં દેવાની વાત કરી અને પોતે એ બ્રાહ્મણના દાસ બનવાની તૈયારી બતાવી. ત્યારે પણ બ્રાહ્મણ એ કહ્યું કે આ પણ ઓછું પડે ત્યારે રાજા એ બ્રાહ્મણ ને કહ્યું કે હવે તમે મને આજ્ઞા કરો કે હું આપની કેવી રીતે સેવા કરું? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યારે ઉત્તર માં ગરીબ બ્રાહ્મણ રાજાજી ને કહે છે કે હે રાજન આપે અત્યાર સુધી માં કપટ રહિત અને સાચી મહેનત કરી ને કોઈ ધન કમાવ્યુ હોઈ તે મારે દક્ષિણા માં જોઈએ છે. રાજા એ જવાબ આપતા કહ્યું કે તમે બે દિવસ અહીંયા રોકાઈ જાવ, હું તમને તમારે જોઈએ તેવું ધન જ દક્ષિણા માં આપીશ.
રાજા રાત્રી ના સમયે પોતાની પ્રજા ના સુખ દુઃખ ના હાલ જાણવા વેશ બદલી ને નીકળતા તેવી રીતે જ રાત્રી ના સમયે મહેલ માંથી બહાર આવી ને શહેર માં ફરવા લાગ્યા શહેર માં ફરતા હતા ત્યારે શહેર ના બધા લોકો સુઈ ગયા હોઈ શહેર માં એકદમ નીરવ શાંતિ હતી. પરંતુ એક લુહારી કામ કરવા વાળા કારીગર ની દુકાન માં કામ ચાલુ હતું ત્યારે રાજા એ વિચાર્યું કે આ માણસ ને અવશ્ય કંઈક આથી તકલીફ હશે જેથી હજુ સુધી મજૂરી કરે છે.
રાજા એ તેની દુકાન પાસે જઈ ને કહ્યું કે ભાઈ હું અત્યંત ગરીબ માણસ છું. તમારી પાસે કઈ કામ હોઈ તો મને આપો જેથી મને પણ થોડી રકમ મળે અને રાહત રહે ત્યારે દુકાનદારે કહ્યું કે મારી પાસે વધારે કામ તો નથી પણ તમારે સવાર સુધી કામ કરવું હોઈ તો કામે લાગી જાવ હું તમને ચાર રૂપિયા આપીશ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
રાજા એ કહ્યું કે સારું હું સવાર સુધી કામ કરીશ અને રાજા કામે લાગી ગયા અને સવાર સુધી સખત મજૂરી કરી ને ચીંધેલુ કામ બહુ સારી રીતે પૂરું કર્યું રાજા ના કામ થી દુકાનદાર ખુશ થયો અને રાજા ને મહેનતાણા માં પાંચ રૂપિયા આપવા લાગ્યો. અને બોલ્યો કે તમે રોજ આવી ને મારુ કામ કરશો તો હું તમને રોજ પાંચ રૂપિયા આપીશ રાજા એ કહ્યું કે મને પહેલા વાત થયા મુજબ ચાર રૂપિયા જ આપો એમ કહી ને રાજા ચાર રૂપિયા જ લઇ ને ચાલ્યા ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
બીજા દિવસે રાજા એ ભરેલ દરબાર માં ગરીબ બ્રાહ્મણને બધા ની વચ્ચે સન્માનપૂર્વક બોલાવી ને એ ચાર રૂપિયા દક્ષિણા માં આપ્યા. જે તેને આખી રાત મજૂરી કરીને કમાવ્યા હતા. બ્રાહ્મણ એ દક્ષિણા સ્વીકારી રાજા ને આશીર્વાદ આપી ને જંગલ માં પોતાની ઝૂંપડી એ ગયા. ઝૂંપડી માં આવતા ની સાથે બ્રાહ્મણ ની પત્ની એ પૂછ્યું કે રાજા એ શું દક્ષિણા આપી? ત્યારે બ્રાહ્મણ એ પોતાની પાસે આવેલા દક્ષિણા ના ચાર રૂપિયા કાઢી ને પત્ની ના હાથ માં આપ્યા તેની પત્ની ખૂબ જ ગુસ્સે થઇ ગઈ અને એ ચાર રૂપિયા નો ઝૂંપડીની બહાર ઘા કરી દીધો અને ગુસ્સા માં ને ગુસ્સા માં સુઈ ગઈ.
બીજા દિવસે સવારે જાગી ને જુવે છે તો તેના આંગણા માં ચાર વૃક્ષ નવા ઉગ્યા છે જેમાં પાંદડા સોના ના અને ફૂલ ના સ્થાને હીરા લાગેલા હતા આ વિચિત્ર ઘટના જોઈ ને બ્રાહ્મણ પત્ની ની ખુશી નું ઠેકાણું ના રહ્યું રોજે રોજ નવા ફૂલ ઉગતા જે બધા હીરા જ હતા અને રોજે રોજ જે પાંદડા ઉગતા તે બધા સોનાના હતા. આમ પુત્રી ના લગ્ન ધામ ધૂમ થી કાર્ય અને કરિયાવર માં સોના ના પાંદડા અને હીરા આપ્યા.
આ વાત રાજા સુધી પહોંચી કે જે બ્રાહ્મણને ચાર રૂપિયા દીકરી ના લગ્ન કરવા માટે આપ્યા હતા તેની પાસે આટલું બધું ધન આવ્યું કેવી રીતે રાજા એ ખુબ વિચાર કર્યા પછી નક્કી કર્યું કે હું જંગલ માં તે બ્રાહ્મણ ને મળવા રૂબરૂ જઈશ.
રાજા જંગલ માં તેબ્રાહ્મણ ની ઝૂંપડી એ આવે છે અને પૂછે છે કે બ્રાહ્મણ તમારી પાસે આટલું ધન આવ્યું કેવી રીતે ત્યારે બ્રાહ્મણ કહે છે કે આ બધું ધન આપે જ મને આપ્યું છે. તો રાજા એ કહ્યું કે મેં તો તમને ફક્ત ચાર રૂપિયા જ આપ્યા હતા. અને તમે દીકરી ના લગ્ન માં આટલો ખર્ચ કર્યો અને સોનુ હીરા પણ કરિયાવર માં આપ્યા આ બધું કઈ ચાર રૂપિયામાં થોડું આવે અંતે બ્રાહ્મણ એ રાજા ના સૈનિકો ને કહ્યું કે આ ચારેય ઝાડ ને મૂળ માંથી ઉખાડી નાખો. બધા ઝાડ ની નીચેથી રાજા એ આપેલા દક્ષિણા ના એક એક રૂપિયા નીકળ્યા.
આ જોઈ ને રાજા પણ દંગ રહી ગયા. ત્યારે બ્રાહ્મણ એ રાજા ને કહ્યું કે આ ચાર રૂપિયા અને આ ચાર ઝાડ આપ રાજ મહેલ માં લઇ જાવ અને ત્યાં ફરી થી વાવી દેશો અને બ્રાહ્મણ એ રાજાને કહ્યું કે મારે તો દીકરી ના લગ્ન કરવા માટે ઈમાનદારી અને મહેનત થી કમાયેલું ધન જોઈતું હતું જે મને મળી ગયું અને હવે મારે આ ધન ની કઈ જરૂર નથી. અને રાજા ને સમજાવ્યું કે હું જયારે દક્ષિણા લેવા આવ્યો ત્યારે આખા રાજ પાઠમાં મને દેવા માટે ચાર રૂપિયા પણ હતા નહિ જેના માટે આપે એક બે દિવસ નો સમય માંગ્યો હતો. જો આવા મહેનતના અને ઈમાનદારી ના પૈસા રાજ માં હોય તો કોઈ ને પોતાની દીકરી માટે આપની પાસે માંગવું નો પડે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપશો.