દીકરાએ કહ્યું આ દિવાળીએ તમારે શું લેવું છે મમ્મી? તેની માતાએ લિસ્ટ બનાવી આપ્યું, પરંતુ એ લિસ્ટ વાંચી ને તેમનો દીકરો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો કારણ કે…

માનસીએ કહ્યું હું ખૂબ જ થાકી ગઈ છું એક કામ કરો તમે લિસ્ટ લઈને સામાન લઈ આવો હું ગાડીમાં બેઠી છું, અને હા મમ્મી એ લિસ્ટ માં શું લખ્યું છે એ તો જણાવો? તહેવાર ઉપર મમ્મી શું ખરીદવા માંગે છે?

પવન એ તેની માતાએ આ પેલો કાગળ જ માનસીને આપી દીધો. માનસીએ કાગળ જોઇને તરત જ કહ્યું બાપ રે! આટલું મોટું લિસ્ટ હોય, ખબર નહીં શું મંગાવ્યું હશે? જાઓ હવે જઈને ખરીદી કરી આવો અને બને એટલી ઝડપથી પાછા આવજો બાળકોને લેવા પણ જવાનું છે.

પરંતુ લિસ્ટ પવનને આપ્યું તો આ શું પવનના આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા, ધ્રુજતા હાથે પવન અને પોતાના હાથમાં લીધું આવી હાલતમાં પવનને માનસીએ આજથી પહેલા ક્યારેય નહોતો જોયો. કંઈક એવું બન્યું હોવું જોઈએ છે આજ પહેલા ક્યારેય નહોતું બન્યો.

માનસી ખૂબ જ ગભરાઈ ગઈ અને તરત જ પવનના હાથમાંથી લીસ્ટ લઈને તે પોતે વાંચવા લાગી કાગળ તો ખૂબ જ મોટો હતો પરંતુ કાગળને ખોલ્યો તો અંદર માત્ર થોડા જ શબ્દો લખ્યા હતા.

એ કાગળમાં લખેલું હતું દીકરા, મારા કાળજા ના ટુકડા, મને હકીકતમાં કહું તો આ તહેવાર ઉપર તો નહીં પરંતુ એક પણ તહેવાર ઉપર મારે કંઈ જ જોઈતું નથી. તેમ છતાં જો તું જીદ કરી રહ્યો છે તો તુજે શહેરમાં કે જે પણ માર્કેટમાં બજારમાં જઈ રહ્યો છે એ જગ્યાએ જો એક પણ દુકાન માં “નવરાશની થોડી પળો” મળતી હોય તો એ મારા માટે લઈ આવજે…

કારણકે મારી જિંદગી હવે સમી સાંજ ની જેમ આથમી રહી છે. મને હવે એકલાપણા થી ખૂબ જ ડર લાગવા લાગ્યો છે. તો જ્યાં સુધી હું જીવી રહી છું જ્યાં સુધી મારા શ્વાસો ચાલી રહ્યા છે ત્યાં સુધી મારી તને એક વિનંતી છે કે થોડી નવરાશની પળો લઈને મારી સાથે બેસતો હોય તો…

ભલે થોડા સમય માટે પણ મારી પાસે આવીને બેસે તો મને એ ખૂબ જ પસંદ આવશે. મારી આથમી રહેલી સાંજ માં જાણે દીવો પ્રગટાવ્યા વગર રોશની આવી જશે.

મને યાદ નથી કેટલા વર્ષો પહેલા તો શાંતિથી મારી પાસે બેઠો હોય અને અલક મલક ની વાતો આપણે બંનેએ કરી હોય. એક વખત ફરી મારી પાસે આવ, મારા ખોળામાં તારું માથું રાખીને સુઈ જા અને ફરીથી હું પણ મારી મમતા થી ભરેલી હથેળીઓ સાથે તારું માથું પંપાળું…

બસ આટલું તું મારા માટે ખરીદીને લઈ આવજે, શું ખબર હવે પછીના તહેવારે કે હવે પછીની દિવાળી એ હું હોઈશ કે ના હોઈશ પરંતુ તને શાંતિથી મળીને હું મૃત્યુને પણ હસતાં-હસતાં સ્વીકારી શકીશ.

કાગળ વાંચીને માનસીના હાથમાંથી પણ તે કાગળ નીચે પડી ગયો, બંને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા. આપણા માતા-પિતાને માત્ર આપણો પ્રેમ જોઈએ છે, આપણી પાસે બચેલો થોડો સમય જોઈએ છે અને બસ તેઓને આદર-સન્માન જોઈએ છે… આ સિવાય તેઓ ક્યારેય કશું માંગતા નથી…

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો આ સ્ટોરી ને દરેક લોકો જોડે પહોંચાડજો. આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ આપવાનું પણ ચૂકતા નહીં.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel