દીકરાએ કહ્યું આ દિવાળીએ તમારે શું લેવું છે મમ્મી? તેની માતાએ લિસ્ટ બનાવી આપ્યું, પરંતુ એ લિસ્ટ વાંચી ને તેમનો દીકરો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો કારણ કે...

પવન અને માનસી ના લગ્ન થયાને લગભગ 10 વર્ષ થઈ ચૂક્યા હતા, પરંતુ દર વર્ષે મોટા તહેવારો આવે ત્યારે ઘરમાં કંઈક નવી વસ્તુ ખરીદવાનો બંનેને શોખ હતો. અને આ વર્ષે પણ આવનારા તહેવાર માટે એટલે કે થોડા જ દિવસોમાં દિવાળી આવી રહી હતી એટલે દિવાળી માટે શું ખરીદવું તેને લઈને બંને એકબીજા સાથે ચર્ચાઓ કરી રહ્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

માનસીએ કહ્યું આ વખતે આપણે એક લિસ્ટ બનાવીએ જેથી કરીને આપણે શું લેવું છે તે સારી રીતે નક્કી કરી શકીએ તેમજ બધી વસ્તુઓ યાદ પણ રહે.

પવન વાત સાંભળીને આ વાત સાથે સહમત થઈ ગયો પરંતુ સાથે સાથે તેને ઓફિસે જવાનું મોડું થતું હોવાથી તરત જ માનસી ને કહ્યું તો જે લેવાનું હોય તેનું લીસ્ટ જલ્દી જ બનાવી લે આજે મારે ઓફિસમાં અડધો દિવસ જવું પડે તેમ છે, પછી અડધા દિવસ પછી આપણે ખરીદી કરવા જઈશું.

માનસી લિસ્ટ બનાવવા લાગી બંને લોકો એક પછી એક વસ્તુઓ લખવા લાગ્યા. લીસ્ટ થઈ ગયું એટલે પવન ઉતાવડો ઘર ની બહાર નીકળતો હતો એટલા માટે ની નજર બહાર હોલ માં બેઠેલા તેની માતા પર પડી.

પવને તેની માતા પાસે જઈને તેની માતાને કહ્યું: મમ્મી અમે લોકો દિવાળી માટે ખરીદી કરવા માટે આજે જવાના છીએ તમારે કાંઈ લેવું હોય તો મને જણાવી દો?

પવનના સવાલનો માતાએ સહજતાથી જવાબ આપતા કહ્યું કે દીકરા મારે તો કાંઈ જોતું નથી.

પરંતુ પવન જાણે તેને પરાણે કહેવા લાગ્યો કે મમ્મી તમે કંઈક તો એવું કહો જે તમને જરૂર હોય, એક પછી એક ઘણી વખત કહ્યા પછી અંતે તેની માતાએ કહ્યું ઠીક છે બેટા તું જ્યારે ઓફિસેથી પાછો આવે તે પહેલા મારે જેટલું લેવું છે તેનું એક લિસ્ટ બનાવી દઉં છું. બસ આટલું લઈ આવજે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પવન તરત ઓફિસ જવા રવાના થઈ ગયો, ઓફિસનું કામ પૂરું કરીને બપોર પછી રજા લઈને તે ઘરે આવ્યો. ઘરે આવીને તરત જ માતા ને પૂછ્યું મમ્મી તમારું લિસ્ટ તૈયાર થઈ ગયું? એટલે માતાએ તેને એક કાગળ આપ્યો. એ કાગળ લઈને તરત જ પોતાના પોકેટમાં મૂકીને અંદર રૂમમાં ગયો, પત્નીને પૂછ્યું માનસી તું તૈયાર થઈ ગઈ છે? હા સામેથી જવાબ મળ્યો.

થોડા જ સમય પછી માનસી અને પવન બંને વસ્તુઓ ની ખરીદી કરવા નીકળી ગયા. બને તેટલી જલ્દી ખરીદી કરીને આવવાની હતી કારણકે સાંજે પાછા ફરે ત્યારે તેના સંતાનોને પણ ક્લાસીસ માંથી લઈને ઘરે જવાનું હતું.

પવન અને માનસી બંને ખરીદી કરવા નીકળ્યા રસ્તામાં પવને માનસી ને કહ્યું જોયું મેં તો તને પહેલા જ કહ્યું હતું કે મમ્મીને પણ કઈ વસ્તુ લેવી છે પરંતુ એ મને કહી નથી શકતા. અને મેં જ્યારે જીદ કરી તો તેને મને આખું લિસ્ટ બનાવીને આપ્યું છે, માત્ર જમવાનું ભોજન મળી જાય અને કપડા હોય એટલે જ માણસને જીવનમાં કંઈ જરૂર નથી એવું નથી આ સિવાય પણ માણસને ઘણું બધું જોઈતું હોય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

માનસી એ કહ્યું હા બસ તમે સાચા છો. પરંતુ પહેલા આપણે આપણા લિસ્ટમાં જે ખરીદી કરવાની છે તે ખરીદી કરીશું, ત્યાર પછી તમે માતાની લિસ્ટની ખરીદી કરી લેજો.

થોડા સમય પછી બજાર આવી એટલે એક પછી એક દરેક વસ્તુઓ લીસ્ટ પ્રમાણે માનસી ખરીદી કરતી હતી. થોડી વસ્તુઓ પવનની પણ હતી એટલે બધી વસ્તુઓ આશરે બે કલાક જેટલા સમયમાં ખરીદી કરીને બંને પાછા ગાડીમાં આવ્યા.

માનસીએ કહ્યું હું ખૂબ જ થાકી ગઈ છું એક કામ કરો તમે લિસ્ટ લઈને સામાન લઈ આવો હું ગાડીમાં બેઠી છું, અને હા મમ્મી એ લિસ્ટ માં શું લખ્યું છે એ તો જણાવો? તહેવાર ઉપર મમ્મી શું ખરીદવા માંગે છે?

પવન એ તેની માતાએ આ પેલો કાગળ જ માનસીને આપી દીધો. માનસીએ કાગળ જોઇને તરત જ કહ્યું બાપ રે! આટલું મોટું લિસ્ટ હોય, ખબર નહીં શું મંગાવ્યું હશે? જાઓ હવે જઈને ખરીદી કરી આવો અને બને એટલી ઝડપથી પાછા આવજો બાળકોને લેવા પણ જવાનું છે.

પરંતુ લિસ્ટ પવનને આપ્યું તો આ શું પવનના આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા, ધ્રુજતા હાથે પવન અને પોતાના હાથમાં લીધું આવી હાલતમાં પવનને માનસીએ આજથી પહેલા ક્યારેય નહોતો જોયો. કંઈક એવું બન્યું હોવું જોઈએ છે આજ પહેલા ક્યારેય નહોતું બન્યો.

માનસી ખૂબ જ ગભરાઈ ગઈ અને તરત જ પવનના હાથમાંથી લીસ્ટ લઈને તે પોતે વાંચવા લાગી કાગળ તો ખૂબ જ મોટો હતો પરંતુ કાગળને ખોલ્યો તો અંદર માત્ર થોડા જ શબ્દો લખ્યા હતા.

એ કાગળમાં લખેલું હતું દીકરા, મારા કાળજા ના ટુકડા, મને હકીકતમાં કહું તો આ તહેવાર ઉપર તો નહીં પરંતુ એક પણ તહેવાર ઉપર મારે કંઈ જ જોઈતું નથી. તેમ છતાં જો તું જીદ કરી રહ્યો છે તો તુજે શહેરમાં કે જે પણ માર્કેટમાં બજારમાં જઈ રહ્યો છે એ જગ્યાએ જો એક પણ દુકાન માં “નવરાશની થોડી પળો” મળતી હોય તો એ મારા માટે લઈ આવજે…

કારણકે મારી જિંદગી હવે સમી સાંજ ની જેમ આથમી રહી છે. મને હવે એકલાપણા થી ખૂબ જ ડર લાગવા લાગ્યો છે. તો જ્યાં સુધી હું જીવી રહી છું જ્યાં સુધી મારા શ્વાસો ચાલી રહ્યા છે ત્યાં સુધી મારી તને એક વિનંતી છે કે થોડી નવરાશની પળો લઈને મારી સાથે બેસતો હોય તો…

ભલે થોડા સમય માટે પણ મારી પાસે આવીને બેસે તો મને એ ખૂબ જ પસંદ આવશે. મારી આથમી રહેલી સાંજ માં જાણે દીવો પ્રગટાવ્યા વગર રોશની આવી જશે.

મને યાદ નથી કેટલા વર્ષો પહેલા તો શાંતિથી મારી પાસે બેઠો હોય અને અલક મલક ની વાતો આપણે બંનેએ કરી હોય. એક વખત ફરી મારી પાસે આવ, મારા ખોળામાં તારું માથું રાખીને સુઈ જા અને ફરીથી હું પણ મારી મમતા થી ભરેલી હથેળીઓ સાથે તારું માથું પંપાળું…

બસ આટલું તું મારા માટે ખરીદીને લઈ આવજે, શું ખબર હવે પછીના તહેવારે કે હવે પછીની દિવાળી એ હું હોઈશ કે ના હોઈશ પરંતુ તને શાંતિથી મળીને હું મૃત્યુને પણ હસતાં-હસતાં સ્વીકારી શકીશ.

કાગળ વાંચીને માનસીના હાથમાંથી પણ તે કાગળ નીચે પડી ગયો, બંને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા. આપણા માતા-પિતાને માત્ર આપણો પ્રેમ જોઈએ છે, આપણી પાસે બચેલો થોડો સમય જોઈએ છે અને બસ તેઓને આદર-સન્માન જોઈએ છે... આ સિવાય તેઓ ક્યારેય કશું માંગતા નથી…

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો આ સ્ટોરી ને દરેક લોકો જોડે પહોંચાડજો. આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ આપવાનું પણ ચૂકતા નહીં.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team