આમળાંના જ્યુસ ના ફાયદા

આમળા એક બહેતરીન ઔષધિ છે એ તો આપણને બધાને ખ્યાલ જ હશે. આમળાનો ઉપયોગ ઘણાં સ્વરુપોમાં કરવામાં આવે છે. ઘણા લોકો આમળાનું અથાણું, તો ઘણા લોકો આમળાનો મુરબ્બો ખાવાનું પસંદ કરે છે. ઘણા લોકો કાચા આમળાં પણ ખાય છે અને આમળાંનું જ્યૂસ પણ પીવે છે.

આમળા એ ખરેખર એક કુદરતની દેન કહી શકાય કારણ કે એનાથી અનેક બીમારીઓનો નાશ થાય છે. ખાલી સવારે નરણા કોઠે આમળા નું જ્યુસ પી લઈએ તો આખો દિવસ તમને એનર્જી જ બની રહે છે. આમળાના જ્યુસમાં હકીકતે વિટામિન સી અને આયર્ન ભરપૂર માત્રામાં મળી આવે છે. આપણા શરીરની વાત કરીએ તો તેમાં વિટામિન સીની જરૂરત 50ml જેટલી હોય છે. અને આ જરૂરત આપણને આમળાના જ્યુસ માંથી મળી શકે છે.

આવા રોગોમાં છે અક્સીર ઈલાજ

કબજિયાત

આમળાનો જ્યૂસ પીને પાચન શક્તિ સુધારી શકાય છે જેનાથી ગેસ અને કબજિયાત જેવી બીમારીઓથી ઘણી રાહત મળે છે.

શરદી ઉધરસ

અગાઉ કહ્યા મુજબ આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જેનાથી શરદી અને ઉધરસથી છુટકારો મળી શકે છે.

કોલસ્ટ્રોલ

આમળાંનું જ્યૂસ પીને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા દર્દીઓને એક ગ્લાસ આમળાંનું જ્યુસ રામબાણ ઇલાજ સાબિત થાય છે આને રોજ સવારે નરણા કોઠે પીવાથી કોલેસ્ટ્રોલની માત્રા ધીમે ધીમે ઘટવા લાગે છે અને સાથે-સાથે સારા કોલેસ્ટ્રોલની માત્રા વધવા પણ લાગે છે.

લોહી સાફ કરે છે

જો દરરોજ આમળા નું ઉપર કહ્યા મુજબ નરણાં કોઠે સેવન કરીએ તો શરીરમાં રહેલા ખરાબ લોહીને તે ફિલ્ટર કરીને સાફ બનાવે છે અને જો આમળાના જ્યુસમાં મધ મિલાવીને પીવામાં આવે તો તે વધુ ફાયદાકારક સાબિત થાય છે.

અત્યારના ખોરાક પ્રમાણે તમે કંઈ પણ તીખું કે ચટપટું ખાધું તો ગેસ થવાની સંભાવના વધી જાય છે પરંતુ આપણામાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ શરીરમાં ગૅસ થવા દેતા નથી.

પાઈલ્સ માં ઉપયોગી

કબજિયાત થવાથી પાઈલ્સની તકલીફ રહે છે. પરંતુ આમળાનો રસ પીવાથી કબજિયાત અને પાઈલ્સ બંનેમાં રાહત મળે છે અને અમુક સમય સુધી આ પ્રયોગ ચાલુ રાખવાથી બંને રોગ મટી જાય છે.

હૃદય માટે

આમળા હૃદયને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે આમળાંના રસમાં રહેલું એમિનો એસિડ અને એન્ટિઓક્સિડન્ટ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

error: Content is Protected!