આજે અમે તમને અળસીના ફાયદા વિશે જણાવવાના છીએ. તેના ખાવાથી ઘણી બધી તકલીફોથી છુટકારો મળે છે. અળસી એ ગુણોની ખાણ છે. પણ અફસોસની વાત એ છે કે લોકો આના ગુણોથી વાકેફ નથી.
અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ ઉચ્ચ માત્રામાં હોય છે કદાચ ૫૦ ટકા જેટલો. સામાન્ય રીતે ઓમેગા-3 ફેટી એસિડ માંસાહારી ખોરાકમાં વધારે મળી આવે છે પરંતુ અળસીમાં ૫૦ ટકા જેટલો હોવાથી શાકાહારી લોકો પણ આ ઓમેગા-3 ફેટી એસિડનો ફાયદો લઈ શકે છે.
જો તમે રોગોથી મુક્ત થવા માગતા હોય અને તંદુરસ્ત રહેવા માગતા હોય તો અળસીને તમારા ખોરાકમાં અવશ્ય સામેલ કરો. કરવાનું કંઈ નથી બસ દરરોજ ૨ ચમચી અળસીના બીજનું સેવન કરવાનું છે.