ઝવેરીના અવસાન પછી તેનો દીકરો તેની માતાનો હીરાનો હાર વેચવા તેના કાકાની દુકાને ગયો તો તેના કાકાએ તેને એવું કહ્યું કે…

એક ઝવેરી ના અવસાન બાદ તેનો પરિવાર આર્થિક સંકટ માં ફસાઈ ગયો અને અંતે એવો સમય આવી ગયો કે ઘર માં ખાવા ના પણ ફાંફા પડી ગયા.

એક દિવસ ઝવેરી ની પત્ની એ તેના બાર વર્ષ ના દીકરા ને કહ્યું કે આ હીરા નો હાર લઇ અને તું બજાર માં આવેલી તારા કાકા ની દુકાન પર જ અને તેની પાસે થી આ હાર ની જે પણ કિંમત થાય એટલા રૂપિયા લઇ ને આવો.

ઝવેરી નો દીકરો તેની માતા ના કહ્યા અનુસાર તે હીરા નો હાર લઇ અને કાકા ની દુકાન પર જાય છે અને કાકા ને હાર વહેંચવાની વાત કરે છે તેના કાકા એ હીરા નો હાર જોયો અને કહ્યું કે દીકરા તારા માતા ને કહેજે કે અત્યારે હીરા ની બજાર માં એકદમ મંદી ચાલે છે.

અને અત્યારે આ હાર વેચશો તો તેની પુરી કિંમત આવશે નહિ તેથી આ હાર તું તારા માતા ને આપી દે અને આ રૂપિયા લઇ જા અને તું આવતીકાલથી મારી દુકાન પર આવી જજે.

હું તમને દર મહિને ઘર ખર્ચ ના રૂપિયા આપીશ બીજા દિવસ થી એ બાર વર્ષ નો દીકરો કાકા ની દુકાન પર જવા લાગ્યો અને ત્યાં આવતા હીરા જવેરાત ની લે વેચ માં મદદ કરવા લાગ્યો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel