ઝવેરીના અવસાન પછી તેનો દીકરો તેની માતાનો હીરાનો હાર વેચવા તેના કાકાની દુકાને ગયો તો તેના કાકાએ તેને એવું કહ્યું કે…

અને થોડા દિવસો માં તે હીરા જવેરાત ની પરખ પણ કરતા શીખી ગયો અને વેપાર માં પણ હોશિયાર થઇ ગયો
એક દિવસ તેના કાકા એ કહ્યું કે દીકરા અત્યારે બજાર માં બહુ તેજી ચાલી રહી છે અને તું તારી માતા પાસેથી હીરા નો હાર જે મારી પાસે વહેંચવા માટે લઇ ને આવ્યો હતો તે લઈને આવો.

દીકરો માતા પાસે જઈને તે હીરા નો હાર લઇ ને જુવે છે તો તે નકલી હીરા નો હાર હોય છે તે હાર ને માતા પાસે જ રાખી અને પાછો કાકા પાસે જાય છે ત્યારે તેના કાકા એ પૂછ્યું કે તું હાર લાવ્યો નથી ?જેના જવાબમાં દિકરા એ કહ્યું કે કાકા તે હાર તો નકલી હીરા નો છે.

એટલે કાકા એ કહ્યું કે જયારે તું પહેલી વાર મારી પાસે હીરા નો હાર લઇ ને આવ્યો હતો ત્યારે મેં તને સાચી હકીકત કહી દીધી હોત તો તમને મનમાં એવું લાગે કે આપણી નબળી પરિસ્થિતિ ને જોઈ ને કાકા એ પણ આપણા સાચા હીરા ને ખોટા કહેવા લાગ્યા.

અને આજે તને પણ હીરા જવેરાત પારખવાનું કામ આવડે છે અને તને પણ તેનું જ્ઞાન છે જેથી તમને પણ ખબર પડી ગઈ કે હકીકત માં તે હાર ના હીરા નકલી છે.

સાચી વાત તો એ છે કે સંસાર માં આપણે જે વિચારીએ છીએ જોઈએ છીએ અને જાણીએ છીએ તેમ છતાં સંબંધ બગડે છે નાની એવી વાતમાં બગડેલા સંબંધો ને સુધારવામાં અને આપણા ને આપણા બનાવવા માં આખું જીવન ચાલ્યું જાય છે

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel