પ્રેમ, ગુસ્સો અને એક ભૂલ: એક અધૂરી પ્રેમકહાની

વાત ગત વર્ષ ચોમાસા દરમિયાનની છે.

તે દિવસે મારો મૂડ ઠીક નહોતો, ખબર નહિ કેમ પણ સવારથી રાહુલ સાથે ચિડિયા સ્વભાવમાં વાત કરી રહી હતી. પ્રેમ કહાણી ચાલ્યા પછી આવું પહેલી વાર હશે કે હું એનાથી સરખી વાત નહોતી કરતી, કદાચ એનું કારણ કે હવે અમે બંને અલગ થવાના હતા! આ વાતના અણસાર ક્યાંક ને ક્યાંક અમને બંનેને આવી રહ્યા હતા.

ત્યારે એણે અચાનક કહ્યું, ચાલ બહાર ક્યાંક આંટો મારી આવીએ તારું મૂડ ઠીક થશે. હું તૈયાર થઈ અને અમે બંને ટુ વ્હીલર લઈને નીકળ્યા શહેરમાં ચક્કર લગાવવા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ફરતાં ફરતાં કોઈ એક શૉપિંગ મોલમાં પહોંચ્યા, ત્યાં અમે મોલ ફરી રહ્યાં, એને તો કંઇ લીધું નહિ, મને પણ કંઈ ખાસ ગમ્યું નહી એટલે અમે ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું. પરત ફરતા એક્સિટ ગેટ આગળ ગાર્ડએ અમને રોક્યા અને કહ્યું બિલ બતાવો..ત્યારે મેં કહ્યું અમે કોઈ શોપિંગ નથી કરી, ત્યારે તેમણે કહ્યું, 'વાંધો નહિ તમારા હાથમાં જે બેગ છે એ ચેક કરાવી લો.'

ત્યારે હું થોડી થોડી ઉશ્કેરાઈ ગઈ અને રાહુલ સામે જોઈને મોઢું બગાડ્યું, એણે આંખો પટપટાવી અને કહ્યું આપી દે ને ચેક કરવા, પછી મેં પરાણે બેગ ચેક કરવા માટે આપ્યું, ત્યારે તો હું વધારે ઉશ્કેરાઈ અને ગાર્ડને કટાક્ષભર્યા શબ્દોમાં કહેવા લાગી, 'લો લો આ આખું બેગ ફેદી લો'

રાહુલ શાંત હતો, તે આ બધું જ નિહાળી રહ્યો હતો,

સિક્યોરિટી ઉપર ગુસ્સો કરતા જ તરત તેને મને ટકોર કરી કે 'બેબી આવું વર્તન ન કર.'

ત્યારે મેં ચૂપચાપ ત્યાંથી એક્સિટ કર્યું અને તરત રાહુલ પણ મારી પાછળ બહાર આવ્યો, તે મને હજુ કંઈક કહેવા જઈ રહ્યો હતો તે પહેલા જ મેં એને કહી દીધું,

'તું દૂર જા મારાથી, તારો અને મારો કોઇ મેળ નથી, આપણે બંને એ હવે અલગ થઈ જવું જોઈએ!!'

ત્યારે એનો ચહેરો જે આશ્ચર્ય અને પ્રશ્નોથી ભાવવિભોર થઇ ગયેલો તે હાલ પણ મારી આંખોમાં અકબંધ છે!

આવું કહેતા મારું પણ કાળજું જાણે કપાઈ ગયું, અને એ પણ મને જોતો રહી ગયો..

થોડા સેકન્ડ અમે બંને ચૂપ રહ્યાં અને એ અચાનક બોલ્યો, 'હે બેબી, તું અચાનક આવું કેમ બોલે છે!! શું થયું, મારી શું ભૂલ થઈ, તું મને જણાવ, પણ કહે કે તું આવું કેમ બોલી!'

ત્યારે મેં ગુસ્સે થઈને એને કહ્યું કે 'તું મને શીખવી રહ્યો હતો કે કઈ રીતે વર્તન કરવું!'

સાંભળીને એને મને ખૂબ સોરી કહ્યું અને પરાણે મારું મૂડ ઠીક કર્યું, બાદ એને મને શાંત કરી અને પ્રેમભર્યું આલિંગન આપ્યું.

મારો વાંક હોવા છતાં એને મને ધમકાવી નહિ કે એક અવાજ પણ ન કર્યો, ઉપરથી મને સોરી બોલતો રહ્યો. એનો આટલો પ્રેમ, લાગણી, સમજણ જોઈને હું મારું દિલ એના માટે ફરી અને ફરી હારી બેઠી!

એના હગ કરતાં જ મને મારી ભૂલ અને અપરાધભાવનો અહેસાસ થયો,! મને થયું કે મારે એ અંકલથી વિનમ્રતાપૂર્વક વાત કરવી જોઈતી હતી, એ તો એમના કર્તવ્યનું જ વહન કરી રહ્યાં હતાં.

મેં આટલી નઈ જેટલી બાબતમાં એ અંકલથી આટલી અધીરાઈ અને રાહુલ પ્રત્યે આટલું અભદ્રભર્યું વર્તન કઈ રીતે કર્યું! ત્યારે મને સમજાયું કે રાહુલ કેટલો ડાઉન ટુ અર્થ છે અને લોકોથી કેટલો સહેલાઇ અને સરળ સ્વભાવ રાખી વર્તન કરે છે એ વાતનો મને સરાસર અહેસાસ થતાં જ એ દિવસે મારી નજરમાં એના વ્યક્તિત્વની અમીટ છાપ પડી ગઈ.

મેં પરત એને સોરી કહ્યું અને ખૂબ ક્ષમાયાચના કરી. અને જીવનમાં ક્યારેય કોઈ પણ સાથે આવું વર્તન ન કરવા માટેનું વચન આપ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને ત્યારબાદ મારો લોકો પ્રત્યેનો દ્રષ્ટિકોણ વધારે નમ્ર બન્યો. ખરેખર આ વસ્તુ હું એનાથી શીખી છું એ વાતનો હું સ્વીકાર કરું છું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારબાદ એને તરત જ મને બાથમાં ભરી લીધી અને મારું ફેવરીટ ખટ્ટુ ચણાચોર ખવડાવ્યું.

આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી, મારા એ અશ્રુઓમાં એની માટેનો અનહદ્ પ્રેમ અને માન વહી રહ્યાં હતાં.. જે આજે પણ એની માટે વહે છે! કેમ કે કમનસીબે એ અમારી છેલ્લી મુલાકાત હતી!

અમારાં બંને વચ્ચે બધું જ ઠીક થઇ ગયું હતું અને ઉપર જણાવ્યા પ્રમાણે મારામાં નવા સિદ્ધાંતોનો જન્મ પણ થયેલો. પણ નસીબના દાઝેલા અમે, કોઇ સંજોગોવસાત અમારી પ્રેમકહાનીનો અંત તો ત્યાં જ આવી ગયો!

મારા હૃદયમાં રાહુલ પ્રત્યે મમતા જેવો પ્રેમ ભરનારી અમારી પ્રેમકહાની હાલ પણ મારા અંતરઆત્મામાં જીવંત છે! એના વ્યક્તિત્વનો પડઘો હાલ પણ મારા અંતરમનમાં ચીસો પાડે છે ને એની યાદોના વિશાળ દરિયામાં ઓચિંતા મોજાં છલકાવી જાય છે!

લિ- ફેની :)

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team