વ્યાજબી ભાવે અનાજ લીધું, ઘરે આવીને થેલીમાં અંદર જોયું તો અનાજ ની સાથે એક ચીઠી હતી જેમાં લખ્યું હતું કે...

નાના ગામમાં એક ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓ ને ભણાવતા શિક્ષિકા આજે નિવૃત થઇ ગયા છે તેના પરિવાર માં તેના પતિ અવસાન પામ્યા હતા અને તેઓ ને કોઈ સંતાન નહોતું જેથી તેની પાસે જીવન નિર્વાહ માટે ની કોઈ આવક નહોતી.

એ સમયે શિક્ષિકા ની પાસે અભ્યાસ કરી ને જે વિદ્યાર્થીઓ કમાતા અને પોતાના પરિવાર વાળા થઇ ગયા હતા એવા ચાર પાંચ વિદ્યાર્થી એ નક્કી કર્યું કે આપણે બેન ની કંઈક મદદ કરવી જોઈએ બધા વિદ્યાર્થી શિક્ષિકા ની પાસે ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પણ આત્મ સન્માન ધરાવતા શિક્ષિકા એ કોઈ પણ જાત ની મદદ લેવાની ના પાડી દીધી. વિદ્યાર્થીઓ ગામ માં ગરીબ લોકો માટે ફ્રી અનાજ નું વિતરણ દર મહિના ના પહેલા રવિવારે કરતા પરંતુ શિક્ષિકા તેમાં પણ કદી અનાજ લેવા માટે આવતા નહિ.

કારણ કે ફ્રી માં તેને કશું જોઈતું નહોતું ત્યારે વિદ્યાર્થીઓ ને નક્કી કર્યું કે આપણે જયારે ફ્રી અનાજ વિતરણ કરીએ ત્યારે જે લોકો લેવા માટે નથી આવી શકતા અને જે લઇ જાય છે તેના કરતા પણ નાજુક અને જરૂરિયાત મંદ પરિસ્થિતિ હોવા છતાં પણ તેઓ આવી શકતા નથી.

કોઈ ને સામાજિક આબરૂ નડે છે કોઈ ને તેનું આત્મસન્માન ડંખે છે એટલા માટે હવે થી આપણે ફ્રી અનાજ આપવાનું બંધ કરીયે અને વ્યાજબી ભાવ નું અનાજ જેનો ભાવ દસ રૂપિયે રાખવાનું નક્કી કર્યું આપીયે જેથી કરીને જે લોકો આપણી પાસે અનાજ લેવા માટે નથી આવતા.

અને હકીકત માં તેને જરૂરિયાત છે તે લોકો લાભ લઇ શકે અને દસ રૂપિયે કિલો અનાજ નું બોર્ડ લગાડવામાં આવ્યું. હવે પહેલા જે ફક્ત મફત નું અનાજ લેવા આવતા હતા તેવા લોકો ની ભીડ બંધ થઇ ગઈ અને જે લોકો ને કોઈ પણ કાળે મફત નુ જોઈતું નહોતું પણ વ્યાજબી ભાવ થી મળે, આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તો લેવા માટે તૈયાર થઇ ગયા અને તેમાં શિક્ષિકા પણ હતા શિક્ષિકા નો નંબર આવતા તેને જરૂરિયાત નું અનાજ ખરીદ્યું અને ઘરે આવ્યા અને સમાન ખોલી ને જોઈ રહ્યા હતા તો તેમાંથી તેને ખરીદી કરેલ વસ્તુ ની સાથે તેને એક ચીઠી અને આપેલા બધા રૂપિયા પણ પરત રાખ્યા હતા.

ચીઠી ખોલીને વાંચ્યું તો તેમાં લખ્યું હતું કે તમારું આત્મસન્માન ઘવાય નહીં અને અમને પણ મદદ કાર્યનો આનંદ મળશે અને તદુપરાંત અમુક લોકો જરૂરિયાત મંદ ન હોવા છતાં અહીંથી મફત મળતું એટલે લઇ જતા, એટલે એવું કરવાથી એ લોકો પણ ગાયબ થઈ ગયા.

અને શિક્ષિકા ના વિદ્યાર્થીઓ બધા અનાજ લેવા વાળની સાથે આવું કરી રહ્યા હતા, કારણ કે આ એ લોકો હતા. જેને કોઈ દિવસ ફ્રી વાળું કઈ જોઈતું નહોતું અને બધા લોકો રૂપિયા લઇ ને આવ્યા હતા. વિદ્યાર્થીઓ એ તેની સેવા તો ચાલુ રાખી પણ તેની રીત માં ફેરફાર કરી નાખ્યો.

આવી રીતે આપણે પણ આપણી આજુ બાજુ માં રહેતા જરૂરિયાત વાળા કે જે કોઈ ની પાસે માંગી શકતા નથી પણ તેને મદદ ની જરૂરત છે. તો તેનું આત્મસન્માન ઘવાય નહિ તેમ મદદ કરીયે ઉપરવાળો તેનાથી ખુબ જ રાજી થશે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team