વાંચતા 4 મિનિટ થશે, પણ વાંચીને તમે પણ કહેશો ભગવાનની લીલા અપરંપાર છે... છેલ્લે સુધી વાંચજો....
એક રાજા ના મંત્રી ભગવાન ના બહુ ભક્ત હતા કોઈ પણ ઘટના બને ત્યારે તે રાજા ને કહેતા કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ મંત્રી એકદમ કુશળ વહીવટકર્તા અને ઈમાનદાર હતા જેથી તે રાજા ને પ્રિય હતા એક દિવસ રાજા ના કુંવર નું એક નાની બીમારી માં જ અચાનક અવસાન થયું
અને તે સમાચાર સાંભળતા જ મંત્રી બોલ્યા કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ અને રાજા મંત્રી થી નારાજ થઇ ગયા પણ તેને મંત્રી ને કઈ કહ્યા વિના જ ત્યાં થી ચાલ્યા ગયા કુંવર ના અવસાન ના આઘાત માં રાની એ પણ થોડા સમય માં પોતાનો દેહ છોડી દીધો આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને તેની આદત મુજબ મંત્રી એ ત્યારે પણ કહ્યું કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ અને રાજા ત્યારે પણ પોતાનો ગુસ્સો પી ગયા અને મંત્રી ને કશું કહ્યું નહિ થોડા દિવસ પછી રાજા ની સેનાએ માટે નવી તલવાર મગાવવા માં આવી હતી અને રાજા તે તલવાર નું નિરક્ષણ કરી રહ્યા હતા
અને તલવાર ની ધાર રાજા ની આંગળી માં વાગી જતા રાજા ની આંગળી કપાઈ ગઈ ત્યારે મંત્રી રાજા ની પાસે જ ઉભા હતા અને બોલ્યા કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ હવે રાજા ને ખુબજ ગુસ્સો આવ્યો અને મંત્રી ને ઠપકો આપી અને પોતાના રાજ્ય ની બહાર કાઢી મુક્યા આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને મંત્રી ત્યારે પણ બોલ્યા કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ અને રાજા ના રાજ્ય ની બહાર ચાલ્યા ગયા
મંત્રી પોતાના ઘરે પણ ગયા નહિ અને એક પણ વસ્તુ પોતાની સાથે લીધા વિના જ રાજા ના રાજ્ય માંથી બહાર નીકળી ગયા થોડા દિવસ પછી રાજા પોતાના સૈનિકો ની સાથે શિકાર કરવા માટે નીકળ્યા અને જંગલ માં શિકાર ની પાછળ દોડતા દોડતા તેની સાથે રહેલા સૈનિકો થી આગળ નીકળી ગયા
રાજા એકલા જ શિકાર ની પાછળ જતા હતા ત્યાં જ એક આદિવાસી રહેતા હતા તે વિસ્તાર માં ફસાઈ ગયા અને આદિવાસી એ રાજા ને પકડી લીધા કારણ કે તેને રાજા ની બલી ચડાવી હતી રાજા ને પકડી ને એક મોટા ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા અને બલી આપવાની તૈયારી કરવા માં આવી રહી હતી
ત્યારે એ આદિવાસી ના મુખ્યા રાજા ની પાસે આવે છે અને પૂછે છે કે તમારે દીકરો છે ?ત્યારે રાજા કહે છે કે તેનું અવસાન થયું છે એટલે મુખ્યા કહે છે કે આનું તો હૃદય બળેલું છે ત્યાર બાદ મુખ્યા રાજા ને પૂછે છે કે તમારી પત્ની જીવે છે ?
અને તેના જવાબ માં રાજા કહે છે કે તે પણ અવસાન પામી ચુકી છે એટલે આદિવાસી ના મુખ્ય કહે છે કે આ વ્યક્તિ તો અડધું અંગ છે માટે તે બાલી ને યોગ્ય નથી ત્યારે આદિવાસી ના સમૂહ માંથી એક વ્યક્તિ કહે છે કે મરવાના ડર થી આ વ્યક્તિ ખોટું બોલી રહી છે.
ત્યારે મુખ્ય એ રાજા ના શરીર ની તાપસ કરી તો તેની એક આંગળી કપાયેલી હતી એટલે મુખ્ય એ કહ્યું કે આને છોડી દ્યો કારણ કે આ વ્યક્તિ તો અંગ ભંગ છે અને રાજા ને છોડી દેવા માં આવ્યા રાજા ફરી ને પોતાના રાજ્ય માં આવે છે અને હુકમ કરે છે કે
ગમે ત્યાં થી મંત્રી ને શોધી ને મારી સામે હાજર કરો અને જ્યાં સુધી મંત્રી આવશે નહિ ત્યાં સુધી હું અન્ન નો એક પણ દાણો મારા મોઢા માં નહિ નાખું અને રાજા ના સૈનિકો આજુ બાજુ ના નાના મોટા બધા ગામ માં તાપસ કરી અને મંત્રી ને શોધી લાવ્યા અને રાજા ની સામે હાજર કર્યા આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
માંરી રાજા ની સામે હાજર થતા જ બોલ્યા કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ રાજા એ મંત્રી ને આદર સન્માન સાથે પોતાની બાજુ માં બેસાડ્યા અને પોતાની ભૂલ બદલ માફી માંગી અને કહ્યું કે હું પહેલા તમારી વાત સમજી શક્યો નહિ અને જંગલ માં શિકાર કરવા ગયા હતા
ત્યારે બનેલી ઘટના ની વાત કરી અને કહ્યું કે મારી આંગળી કપાઈ ના હોત તો આજે મારુ માંથી ધડ થી અલગ થયું હોત પરંતુ મેં જયારે તમને મારા રાજ્ય માંથી બહાર કાઢી મુખ્ય ત્યારે પણ તમે કહ્યું હતું કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ તેનો મતલબ શું હતો ?
ત્યારે મંત્રી એ જવાબ આપતા કહ્યું કે મહારાજ હું ત્યારે આપણી સાથે જ હોત અને આદિવાસી લોકો મને પણ પકડી ને તમારી બદલી માં મારી બલી ચડાવી આપત એટલા માટે જ ભગવાન ની કૃપા થી હું આપણી સાથે નહોતો અને રાજ્ય ની બહાર હતો
અને હું બચી ગયો અને હવે ફરી ને હું પાછો મંત્રી તરીકે ફરજ બજાવવા માટે આવી ગયો છું એ પણ ભગવાન ની બહુ કૃપા થઈ ગઈ છે
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.