“તું કેમ થાળીમાં કશું જમવાનું પડતું નથી મુકતો?” મિત્રના આ સવાલ એ 12 વર્ષના બાળકે એવો જવાબ આપ્યો કે તેના મિત્રના આંખ માંથી…

એક સ્કુલના ક્લાસમાં દરેક વિદ્યાર્થીઓ લંચ ટાઈમ સાથે જમવા બેસતા.

દરેક વિદ્યાર્થીઓ લંચ ટાઇમમાં પોતાનું લાવેલું ભોજન એક સાથે બેસીને ખાઈ રહ્યા હોય એટલે દરેક વિદ્યાર્થીઓ ને એકબીજા શું લઈ આવ્યા છે તેના ઉપર ધ્યાન રહેતું.

એમાં જ એક રાકેશ નામનો છોકરો પણ હતો જે છોકરો જમવા માટે કોઈપણ વસ્તુ લઈ આવ્યો હોય તે વસ્તુ સંપૂર્ણપણે પૂરી કરી જતો. એક કણ પણ તે છોડી દેતો નહીં. રાકેશની આ ટેવથી ઘણા લોકો પ્રભાવિત પણ થઇ જતા અને તેને પૂછતા પણ ખરા કે આખરે તો શું કામ લંચમાં એક કણ પણ છોડતો નથી. રાકેશ એટલો જવાબ આપી દે’તો કે આ ટેવ સારી છે તમારે લોકોએ પણ આ રીતે કરવું જોઈએ.

જોકે ઘણા વિદ્યાર્થીઓ આ વાત સાંભળતા પરંતુ તેઓ સાથે સાથે અચરજ પણ કામ સાથે રાકેશ ને આવી ટેવ શું કામ છે.

એક દિવસ એક વિદ્યાર્થી હોમવર્ક કરવા માટે રાકેશ ના ઘરે ગયો હતો, રાકેશ નું ઘર ખૂબ જ નાનું હતું, એકમાત્ર ઓરડો હતો જેમાં રાકેશ ના મમ્મી પપ્પા રાકેશ પોતે એમ ત્રણ જણા રહેતા હતા.

મિત્ર એ ઘરમાં પ્રવેશીને ઘરને અંદરથી જોયું તો નવાઈ પામી ગયો કારણકે સ્કૂલમાં કોઈને જ ખબર ન હતી કે રાકેશ આટલા નાના ઘરમાં રહે છે.

ઘરમાં મિત્ર આવ્યો એટલે તરત જ રાકેશ ઉભો થઈને એને પાણી આપ્યું અને ખબર અંતર પૂછ્યા.

રાકેશ ના મમ્મી પણ ઘરમાં જ હતા તેને પણ રાકેશના મિત્ર ના હાલચાલ પૂછ્યા. જમવાનો પણ સમય થઈ ગયો હતો એટલે તરત જ રાકેશના મમ્મીએ તેના મિત્ર ને કહ્યું તું જમી ને તો નથી આવ્યો ને?

એટલે મિત્ર એ ડોકું ધુણાવીને ના પાડી રાકેશની મમ્મીએ તરત જ બંને ને જમવા બેસાડી દીધા. રાકેશ ના ઘર માં થોડું અજુગતું લાગી રહ્યું હતું અને આમ પહેલી વખત જ મિત્રના ઘરે ગયો હતો અને તરત જમવા બેસાડી દીધો એટલે તેને થોડી થોડી શરમ પણ આવી રહી હતી.

રાકેશ અને તેનો મિત્ર બંને જમવા બેસી ગયા અને થોડા સમયમાં જ બંને જમી પણ લીધું.

અહીં રાકેશના મિત્રે ફરી પાછું નોટિસ કર્યું કે રાકેશ જેવી રીતે સ્કૂલમાં કોઇ જ ખાવાની વસ્તુ ભાણામાં છોડતો નહીં તે રીતે અહીં પણ એવું જ કર્યું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel