“તું કેમ થાળીમાં કશું જમવાનું પડતું નથી મુકતો?” મિત્રના આ સવાલ એ 12 વર્ષના બાળકે એવો જવાબ આપ્યો કે તેના મિત્રના આંખ માંથી…

સ્કૂલમાં તો બધા લોકો ક્યારેક તેનો મજાક પણ ઉડાડતા પરંતુ રાકેશના મિત્ર ને જાણવાની તાલાવેલી લાગી કે આખરે રાકેશ આવું શું કામ કરે છે?

તેણે તરત જ રાકેશ ને પૂછ્યું રાકેશ તો હવે તો કારણ જણાવો કે શું કામ હતું કોઈ દિવસ વાસણમાં ખાવાનું પડતું છોડતો નથી?

રાકેશ જવાબ આપતા કહ્યું હું થાળીમાં ખાવાનું છોડતો નથી તેના ત્રણ કારણ છે.

પહેલું કારણ એ છે કે આ મારા પિતા માટે આદર છે, જે પિતા આ ભોજન અને મહેનતથી કમાયેલા રૂપિયાથી ખરીદીને લાવે છે.

બીજું કારણ એ છે કે આ મારા માતા પ્રત્યે પણ આદર છે જે રોજ સવારે જલ્દી ઉઠીને મારા માટે રસોઈ બનાવે છે.

અને ત્રીજું કારણ એ છે કે આપણા દેશના એ દરેક ખેડૂતો પ્રત્યે પણ આદર છે જે ખેતરમાં પોતે ભૂખ્યા હોય તો પણ ખૂબ જ મહેનત કરીને ભોજન ઉગાડે છે.

અને આ ત્રણ કારણો ના કારણે જ હું થાળીમાં ખોરાકને પડતો મૂકવો તે અનાદર સમજુ છું.

તેનો મિત્ર થોડીક જ વારમાં સમજી ગયો કે રાકેશ ભલે ઉંમરમાં તો તેના જેવડો જ હતો પરંતુ તે ખૂબ જ મહાન ગુણ ધરાવતો હતો.

રાકેશના ઘરની પરિસ્થિતિ તેના મિત્ર ના ઘર ની પરિસ્થિતિ કરતા કેટલી હદે ખરાબ હતી. કદાચ એટલે જ કહેવાય છે કે ખાલી ખીચા માણસને જીવનમાં ઘણું બધું શીખવી જતા હોય છે.

આવી તો ઘણી વાત હતી જે પોતાના પરિવારમાં રહીને રાકેશ શીખ્યો હતો. આવી નાની-નાની વાતને પણ આટલું મોટું મહત્વ તેના મિત્રે કોઈ દિવસ આપ્યું ન હતું.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. અને કોમેન્ટમાં આ સ્ટોરી ને રેટિંગ પણ આપજો. અને હા સૌથી મહત્વની વાત ભોજન લેતી વખતે થાળીમાં ક્યારેય પડતો મૂકવો નહીં અને આપણા મિત્રો તેમજ બાળકોને પણ આ રીતનું શીખવાડવું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel