તીર્થયાત્રા કર્યા વગર તેનું ફળ એક માણસને મળ્યું એટલે તેને સંતે પૂછ્યું તે કોઈ પુણ્યનું કામ કર્યુ છે? તો એ માણસે એવો જવાબ આપ્યો કે સંત…

એક સંત સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા. બે ત્રણ દિવસ રોકવાનો અને દર્શન નો લાભ લેવા તથા પ્રભુ ભજન કરવા માટે તેને મંદિરની નજીક જ એક ધર્મ શાળાના ટ્રસ્ટીએ મફતમાં રહેવા જમવાની વ્યવસ્થા કરી આપી હતી. એક નાનો રૂમ પાછળ ના ભાગ માં ખાલી પડ્યો રહેતો, જેમાં સંત ને વ્યવસ્થા કરી આપી સંત રાત્રે સુતા હતા. અને મધ્ય રાત્રી એ એકદમ જાગી ગયા. એક ઘૂંટડો પાણી પી ને પછી પોતાને આવેલું સપનું યાદ કરવા લાગ્યા.

સપના માં એવું જોયું હતું કે મહાદેવજી મંદિર ના પટાંગણ માં હતા. અને નારદ મુનિ આવી ચડે છે. બંને વાતો કરતા હતા, ત્યારે નારદ મુનિ એ મહાદેવ જી ને કહ્યું કે મહાદેવ જી તમારા દર્શન કરવા તો ઘણા લોકો આવે છે. પણ આપણા આશીર્વાદ કેટલા લોકો ને મળે છે?

જવાબ માં મહાદેવજી એ કહ્યું કે બહુ થોડા લોકો હોય છે જે આશીર્વાદ પ્રાપ્ત કરી ને જાય છે, કારણ કે ભગવાન ઉપર શ્રદ્ધા રાખી ને તીર્થ સ્થાન માં બહુ ઓછા લોકો આવે છે. અને બાકી ના લોકો તો અહીંયા આવી ને પણ ખરાબ કર્મ નો પીછો છોડતા નથી. જેથી આશીર્વાદ મેળવવા એ લોકો માટે મુશ્કેલ છે.

જ્યારે નારદ મુનિ એ મહાદેવજી ને પૂછ્યું કે એવા પણ ઘણા લોકો હશે જે અહીંયા સુધી પહોંચી પણ નથી શકતા પણ આપ તેના ઉપર પ્રસન્ન થયા હોય અને આપે આશીર્વાદ આપ્યા હોય? ત્યારે મહાદેવજી એ જવાબ માં કહ્યું કે એવા થોડા લોકો છે જેને અહીંયા આવ્યા વગર યાત્રા કરવાનું ફળ મળ્યું હોય, અને બધા દેવ પણ તેના પર પ્રસન્ન થયા હોય.

નારદજીએ કહ્યું કે મને એક નામ બતાવો મહાદેવજી એ જવાબ આપતા કહ્યું કે અમદાવાદ ની બાજુમાં આવેલ એક નાના ગામ માં રાજુ નામ નો એક વ્યક્તિ રહે છે જેને અહીંયા આવ્યા વિના જ બધા દેવો ના આશીર્વાદ પ્રાપ્ત થયા છે.

સપનામાં આટલું જોતા જ તે સંતની ઊંઘ ઊડી ગઈ હતી અને તેઓ તરત જ બીજા દિવસે વહેલી સવારે બસ પકડીને અમદાવાદ આવ્યા. બાજુના ગામમાં ગયા અને ત્યાં લોકોને પૂછવા લાગ્યા કે અહીં કોઈ રાજુ રહે છે કે નહીં? તેને રાજુ નું ઘર શોધવામાં થોડી તકલીફ પડી પરંતુ અંતે ઘર મળી ગયું અને રાજુ પણ મળી ગયો.

સંતે ત્યાં જઈને રાજુ ને પૂછ્યું કે તું શું કામ કરી રહ્યો છે ત્યારે જવાબમાં રાજુએ કહ્યું કે મહારાજ હું મજુરી કામ કરું છું. સંતે ફરી પાછું તેને પૂછ્યું કે તું કોઈ દિવસ તીર્થયાત્રા કરવા માટે ગયો છે ત્યારે રાજુ એ જવાબ આપતા કહ્યું કે હું ખૂબ જ ગરીબ માણસ છું મારું ઘર પણ માંડ માંડ ચાલે છે એમાં તીર્થયાત્રા માટે પૈસા ક્યાંથી કાઢી શકું?

રાજુલા પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે મને તીર્થ યાત્રા કરવા માટે અત્યંત ઈચ્છા છે સવાર-સાંજ ભગવાનના દર્શન કરું ત્યારે એ જ પ્રાર્થના કરું છું કે હું પણ ક્યારેક તીર્થયાત્રા કરવા માટે જઈ શકું તેવા આશીર્વાદ ભગવાન તરફથી મળે તેવી પ્રાર્થના કરતો રહું છું.

સંતે ફરી પાછું તેને પૂછ્યું કે તે બીજું કોઈ પુણ્ય નું કામ કર્યું છે? ત્યારે રાજુએ કહ્યું કે હું મારા મજૂરી કામ માંથી નવરો થઈને બીજે ક્યાંય જવું તો મારાથી બીજું કંઈ થાય? ત્યારે સંતે પોતાને આવેલું સપનું રાજુને જણાવ્યું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel