તીર્થયાત્રા કર્યા વગર તેનું ફળ એક માણસને મળ્યું એટલે તેને સંતે પૂછ્યું તે કોઈ પુણ્યનું કામ કર્યુ છે? તો એ માણસે એવો જવાબ આપ્યો કે સંત…

પછી તેને કહ્યું કે તે બીજું કોઈ પુણ્યનું કામ નથી કર્યું તો ભગવાનની કૃપા તારા ઉપર કેવી રીતે થઈ હશે? ત્યારે રાજુ એ જવાબ આપતા કહ્યું કે ભગવાન તો ખૂબ જ દયાળુ છે અમારા જેવા ગરીબ ને ખૂબ જ ધ્યાન રાખે છે.

અચાનક જ રાજુ ને કંઈક યાદ આવ્યું અને તે રડી પડ્યો થોડા સમય પછી સ્વસ્થ થઈને સંતને કહ્યું કે મહારાજ મેં ખૂબ જ કરકસર કરીને થોડા પૈસા બચાવ્યા હતા. એક દિવસની વાત છે જ્યારે મારી દીકરીને પાડોશમાં બની રહેલા મેથી ના શાક ની સુગંધ આવી અને તેને આ મનપસંદ શાક ની સુગંધ આવી એટલે તેને ખાવાનું મન થઈ ગયું.

મને મારી પત્નીએ કહ્યું કે તમે બહારથી મેથી લઈ આવો દીકરીને શાક ખાવાની ઈચ્છા થઈ છે, ત્યારે સમય સાંજનો હતો વધારે મોડું થઈ ગયું હોવાથી હું બજારમાં ન ગયો અને તેની બદલે બાજુવાળાના ઘરમાં જઈને મેં તેને થોડું શાક આપવા માટે કહ્યું.

સાથે સાથે એમ પણ જણાવ્યું કે દીકરી એ જીદ કરી છે એટલા માટે શાક લઈ જવું છે. ત્યારે મને બાજુવાળા બહેને કહ્યું કે તમે લઈ જાવ તેમાં અમને કોઈ વાંધો નથી પરંતુ આ શાક પવિત્ર નથી, રાજુ એ પૂછ્યું કેમ?

ત્યારે તે બહેને જવાબ આપતા કહ્યું કે અમે લોકોએ ઘણા દિવસથી કશું ખાધું નથી અને અમારા છોકરાઓ પણ ત્રણ દિવસથી ભૂખ્યા છે હવે જો વધારે સમય જાય તો અમારો જીવ બચાવવો મુશ્કેલ થઈ જાય એટલે એક જગ્યાએ મૃતદેહ ઉપર જણાવવામાં આવેલું શાક ફેંકી દીધું હતું જે લાવીને અમે બનાવ્યું છે.

પાડોશી પાસેથી આવું સાંભળીને રાજુ ભાવુક થઈ ગયો પાછો ઘરે આવ્યો અને વિચાર કરવા લાગ્યો કે આપણે તીર્થયાત્રા કરવા માટે પૈસા ભેગા કરીએ છીએ અને આપણી બાજુમાં રહેતા માણસ ના છોકરાઓ ને ત્રણ દિવસથી અન્નનો દાણો પણ નસીબ નથી થયો. અને તેઓના મા-બાપ પણ ઘણા દિવસથી ભૂખ્યા છે તરત જ રાજુએ તીર્થયાત્રા માટે ભેગા કરેલા પૈસા માંથી બાજુ વાળા ને અનાજ લઈ દીધું.

અને ત્યાર પછી આજ દિવસ સુધી તે બીજા પૈસા ભેગા નથી કરી શક્યો પરંતુ રાજુ એ પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે આજે પણ તે જ્યારે તેના ઘર પાસેથી પસાર થઈ અને તેના છોકરાઓને રમતા જુએ ત્યારે જાણે તીર્થ યાત્રા નો આનંદ મળ્યો હોય તેવો આનંદ મળે છે.

સંત રાજુને ભેટી પડ્યા અને કહ્યું કે સાચી તીર્થયાત્રા તો તે જ કરી છે રાજુ, અમે તો માત્ર આમતેમ ભટકીએ છીએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel