ટેક્ષીમાં એક બેગ પડ્યું હતું, ખોલીને જોયું તો સોનુ અને રૂપિયા હતા, ત્યાર પછી જે ટેક્સી ડ્રાયવરે કર્યું તે વાંચીને તમે પણ કહેશો...

કોઈ પણ સમાજ નો માણસ હોય કે કોઈ પણ ધર્મ નો માણસ હોય આર્થિક રીતે બધાની નબળી અને મજબૂત પરિસ્થિતિ આવતી જતી હોય છે પણ નબળી પરિસ્થિતિ માં પણ માણસ પોતાની નિષ્ઠા અને ઈમાનદારી થી જીવન જીવવાનું રાખે તો નજીક ના ભવિષ્ય માં તેની આર્થિક પરિસ્થિતિ મજબૂત થતા સમય લાગતો નથી. બહુ કઠિન કામ છે બધા લોકો થી એ થતું નથી કદાચ કુદરત માણસ ને કેટલો ઈમાનદાર છે એ તપાસવા જ નબળી પરિસ્થિતિ આપતી હોય છે

આજે આપણે આવા જ એક વ્યક્તિ ની વાત કરીએ કે જેને પોતાની નબળી અને માથે દેણું હોવા છતાં પોતાની ઈમાનદારી મૂકી નહિ અને થોડા સમય માં જ કુદરતે તેને સહાય કરવા માટે ઘણા માણસો ને પ્રેરણા આપી.

વીરેન્દ્ર પોતે ટેક્ષી ચલાવતો હતો. તેના પાસે પોતાની માલિકી ની ટેક્ષી હતી પોતાની ટેક્ષી માં જ મુસાફરો ને લાવતો અને લઇ જતો હતો થોડા દિવસ પહેલા તેની માતા ને બીમારી માં વધારે ખર્ચ થઇ ગયો અને હોસ્પિટલ નું અડધું બિલ ભરવાનું બાકી રહી ગયું.

તે બિલ ચૂકતે કરવા માટે તેને પોતાની ટેક્ષી ગીરવે મૂકી અને વ્યાજ પર રૂપિયા લીધા અને હોસ્પિટલ નું બિલ ચૂકતે કર્યું. હવે ચિંતા ગીરવે મૂકી ને વ્યાજ પર લીધેલા રૂપિયા ચુકવવાની હતી આવા કઠિન સમય માં એક મુસાફર નું ભાડું મળ્યુંતેને બીજા શહેર માં મુકવા માટે ગયો અને મુસાફર ને એરપોર્ટ પર જવાનું હતું.

ઉતાવળ માં અને ઉતાવળ માં વીરેન્દ્ર ને ભાડું ચૂકવી અને ચાલ્યા ગયા પરંતુ વીરેન્દ્ર ની ટેક્ષી માં એક નાની બેગ ભૂલી ગયા હતા થોડીવાર માં તેનું પ્લેન પણ ઉડી ગયું અને વીરેન્દ્ર ને ખબર પડી કે મુસાફર તેનો સમાન માંથી એક નાની બેગ પોતાની ટેક્ષી માં ભૂલી ગયા છે તે બેગ પણ ખુલ્લી હતી લોક મારેલું નહોતું.

અને બેગ માં રોકડ રકમ અને સોના ના દાગીના ભરેલા હતા લગભગ દસ બાર લાખ રૂપિયા નો માલ હતો. રોકડ રકમ અને સોના ના દાગીના જોઈ ને વીરેન્દ્ર ને પહેલા તો મન માં તેને જેની પાસે થી ટેક્ષી ગીરવે મૂકી અને રૂપિયા લીધા હતા એ શેઠ આવી ગયા તે તેમાંથી તેનું દેણું સહેલાઇ થી ઉતારી શકતો હતો.

પણ તેને નક્કી કર્યું કે મારી મહેનત ના રૂપિયા નથી જેથી હું આ સોના ના દાગીના અને રોકડ રકમ તે વ્યક્તિ ને પરત પહોંચી જાય તે કોશિશ કરીશ અને વીરેન્દ્ર થોડીવાર માં પોલિસ સ્ટેશન પર પહોંચી ગયો અને ડ્યૂટી પર હાજર અધિકારી ને આપી અને બનેલી વાત કહી ત્યારે અધિકારી એ કહ્યું કે તું આ સોના ના દાગીના અને રોકડ રકમ લઇ ને ભાગી પણ શકતો હતો.

ત્યારે વીરેન્દ્ર એ વાત કરી કે મારા ઉપર પણ દેણું છે અને મને પણ રૂપિયા ની જરૂર છે પણ મારા નસીબ મારે ભોગવવાના છે તેના માટે હું કોઈ નો હક્ક લઇ લેવા માટે તૈયાર નથી અમે ગરીબ ભલે હોય પણ ઈમાનદાર છીએ બેઈમાની ની એક પણ ફુટીકોડી પણ જોઈએ નહિ અને બે દિવસ માં જે પેસેન્જર ની બેગ હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેનો સંપર્ક કરી અને પોલીસે પરત આપી અને વીરેન્દ્ર ને બોલાવ્યો અને તે બેગ ના મલિક વીરેન્દ્ર ને બક્ષીશ આપવા લાગ્યા વીરેન્દ્ર એ બક્ષિસ લેવાની પણ ના પડતા બધા સાથે ચા નાસ્તો કરી અને છુટા પડ્યા પણ પોલીસ અધિકારી વીરેન્દ્ર ની ઈમાનદારી થી અતિ પ્રભાવિત થયા આ વાત અહીંયા પૂર્ણ થતી નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પણ સાચી વાત તો હવે શરુ થાય છે પોલીસ અધિકારી એ વીરેન્દ્ર ની ઈમાનદારી ની વાત તેના એક મિત્ર ને કહી જે ન્યૂઝપેપર ના કર્મચારી હતા તેને આ સમાચાર ન્યૂઝપેપર માં છાપ્યાં કે પોતાની ઉપર દેણું હોવા છતાંય ઈમાનદારી રાખી અને મોટું જોખમ મલિક ને પરત અપાવી અને ઈમાનદારી બતાવી.

અને આ વાત એક સામાજિક કાર્યકર્તા ના ધ્યાન માં આવી અને તેને વીરેન્દ્ર ને બોલાવી અને તેનું બેંક માં ખાતું ખોલાવી અને માણસો ને સોસીયલ મીડિયા માં અપીલ કરી કે આપણે વીરેન્દ્ર ને દેણા માંથી મુક્ત કરવાનો છે અને ફક્ત બે દિવસ માંજ વીરેન્દ્ર ના ખાતા માં દરેક લોકો એ પોતાની સગવડતા મુજબ રૂપિયા મોકલ્યા.

અને સાડા પાંચ લાખ રૂપિયા જમા થઇ ગયા અને બધા લોકો એ તેની ઈમાનદારી ને પ્રોત્સાહિત કરતા તેને દેણા મુક્ત કરી આપ્યો. વીરેન્દ્ર એ પોતાના ઈમાનદારી ના સંસ્કાર થી સાબિત કરી દીધું છે કે કોઈ ના હક્ક કે મહેનત થી કમાયેલું ધન ને પચાવી પાડવું. અને જીવનભર દુઃખી થવું તેના કરતા ઈમાનદારી થી ધન કમાઈ ને જીવન ને સુખી અને સમૃદ્ધ બનાવવું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team