ઘરે પહોંચતા જ નીનાએ રાજીવને જોયો અને પૂછ્યું, “તું આખો દિવસ ક્યાં હતો? મેં તને ઘણી વાર ફોન કર્યો પણ તું રીસીવ કરતો નહોતો!”
રાજીવે કહ્યું:- અરે મારી જાન, હું તારાથી કંઈ છુપાવવા માંગતો નથી. મારું એક છોકરી સાથે અફેર ચાલી રહ્યું છે, અને આજે તો ગજબ થઈ ગઈ આજે તેની સાથે ડેટ પર ગયો હતો…
પણ, નીનાએ તેનું ગંદુ પેન્ટ અને શુઝ જોયા અને હસતાં હસતાં કહ્યું, “કેમ જૂઠું બોલી રહ્યો છે? તું આજે ફરી તારા મિત્રો સાથે ફૂટબોલ રમવા ગયો હતો ને?”
રાજીવે કહ્યું:- ઉફફ! તું ખુબ જ સ્માર્ટ થઈ ચુકી છે નીના, તે મને આખરે પકડી લીધો. 😂😂😂