આપણે બધા લોકો મોહબ્બતેં ફેમ હીરો જુગલ હંસરાજ ને ઓળખતા જ હશે. જી હાં અમે વાત કરી રહ્યા છીએ એ જ અભિનેતાની જેણે પોતાની વાદળી આંખોથી છોકરીઓને દિવાના બનાવી દીધા હતા.
જણાવી દઈએ કે આ અભિનેતા ઘણા બધા ફિલ્મોમાં તો જોવા મળ્યા નથી પરંતુ તેની આકર્ષક ઈમેજને કારણે તેઓએ છોકરીઓના દિલમાં ચોક્કસ જગ્યા બનાવી લીધી છે. હાલમાં જ અભિનેતાનો એક બાળપણનો ફોટો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
આ ફોટો કદાચ એટલા માટે પણ વાયરલ થઇ રહ્યો હશે કે તે ફોટા માટે અભિનેતાની સાથે રેખા પણ છે અને તે બોલિવુડની એવરગ્રીન અભિનેત્રી રેખાના ખોળામાં બેઠેલો એક બાળક જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં એ બાળક બીજું કોઈ નહીં પરંતુ જુગલ હંસરાજ છે. જે પોતે ખૂબ જ નાના અને ક્યૂટ લાગી રહ્યા છે.
View this post on Instagram