કરોડપતિ હોવા છતાં 1 BHK ના ફ્લેટ માં રહીને સાદાઈ ભરેલું જીવન જીવી રહ્યા છે આ અભિનેતા, જાણો નાના પાટેકર ની અજાણી વાતો

નાના પાટેકર આજે કોઈ ઓળખાણ ના મહોતાજ નથી, લગભગ દરેક લોકો તેને જાણે છે. 1 જાન્યુઆરી 1951માં જન્મેલા નાના પાટેકરે 1978માં રિલીઝ થયેલી ફિલ્મ ગમન થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.. જણાવી દઈએ કે અભિનેતા અત્યારે ઇન્ડસ્ટ્રીમાં ચાર દસકાઓ વિતાવી ચૂક્યા છે અને આ દરમિયાન અનેક સુપરહિટ ફિલ્મોમાં તેઓએ કામ કરેલું છે.

ઇન્ટરનેટ પર રહેલી જાણકારી ને જો સાચી માનવામાં આવે તો નાના પાટેકર 10 મિલિયન ડોલર એટલે કે અંદાજે 80 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે. તેમાં તેની પાસે રહેલું ફાર્મ હાઉસ, ગાડીઓ અને બીજી પ્રોપર્ટીઓ પણ સામેલ છે. પરંતુ જણાવી દઈએ કે પોતે કરોડો પતિ હોવા છતાં ખૂબ જ સાદાયથી જિંદગી જીવે છે. અને એટલા માટે જ તેઓ સાદગી ભરી જિંદગી જીવવા માટે પણ ઓળખાય છે.

નાના પાટેકર એ જણાવ્યું હતું કે તેઓ ફિલ્મોમાં શોખના કારણે નહીં પરંતુ જરૂરત ના લીધે અભિનેતા બન્યા હતા, અને આ જ કારણ છે કે જેના માટે થઈને તેઓ આજે પણ ખૂબ જ સાધારણ જીવન જીવવાનું પસંદ કરે છે. જણાવી દઈએ કે અભિનેતા અપ્લાઈડ આર્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પણ થયેલ છે.

નાના પાટેકર પાસે પુણા નજીક લગભગ 25 એકડમાં ફેલાયેલું ખૂબ જ શાનદાર ફાર્મ હાઉસ હોવાનું મનાય છે. શહેરની ભીડભાળથી જ્યારે તેઓ દૂર રહેવા ઈચ્છે અને જ્યારે તેઓને આરામ કરવો હોય ત્યારે તેઓ ત્યાં જાય છે. જણાવી દઈએ કે 2008માં આવેલી એક ફિલ્મ નું શૂટિંગ પણ અભિનેતાના આ ફાર્મ હાઉસમાં થઈ ચૂક્યું છે.

તેઓની સાદગી વિશે વધુ વાત કરવામાં આવે તો પોતે ફાર્મ હાઉસમાં આજુબાજુમાં ઘઉં ચણાની ખેતી પણ જાતે કરે છે. નાના પાટેકરના આ ફાર્મ હાઉસમાં સાત રૂમની સાથે એક મોટો હોલ પણ છે. અને તેની પસંદગી અનુસાર સાધુ લાકડાનું ફર્નિચર અને ટેરાકોટાનો ફ્લોર છે. આ ફાર્મ હાઉસ ની કિંમત અંદાજે 12 કરોડ રૂપિયા હોવાનું મનાય છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel