કરોડપતિ હોવા છતાં 1 BHK ના ફ્લેટ માં રહીને સાદાઈ ભરેલું જીવન જીવી રહ્યા છે આ અભિનેતા, જાણો નાના પાટેકર ની અજાણી વાતો

અભિનેતાએ ઘરના દરેક રૂમને તેમની મૂળભૂત શૈલી અને જરૂરિયાતો અનુસાર સજાવ્યો છે. આ ઉપરાંત ઘરની આસપાસ અનેક પ્રકારના છોડ પણ લગાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ફાર્મહાઉસમાં મોટી સંખ્યામાં દુધાળા ગાયો અને ભેંસોનો પણ ઉછેર કરવામાં આવે છે.

તદુપરાંત નાના પાટેકરનો મુંબઈના અંધેરીમાં ફ્લેટ છે. તેઓના કહેવા પ્રમાણે તે અહીં 750 ચોરસ ફૂટના 1 BHK ફ્લેટમાં રહે છે. તેણે આ ફ્લેટ 90ના દાયકામાં માત્ર 1.10 લાખમાં ખરીદ્યો હતો. જો કે આજે આ ફ્લેટની કિંમત કરોડોમાં જઈ ચૂકી છે.

અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતા પાસે ઓડી કંપનીની Q7 ગાડી પણ છે. તદુપરાંત મહિન્દ્રા કંપનીની scorpio તેમજ એક બુલેટ પણ તેઓ ધરાવે છે. જણાવી દઈએ કે અભિનેતા એક ખૂબ જ સારા ચિત્ર કલાકાર પણ છે અને મોટા કેસમાં મુંબઈ પોલીસને પોતાની કળા ના માધ્યમથી ઘણી મદદ પણ કરી છે.

ફિલ્મોમાં આવ્યા પહેલા અભિનેતા રોડ ઉપર જીબ્રા ક્રોસિંગ ચીતરવાનું કામ પણ કરી ચૂક્યા છે. 2015માં લાતુરમાં દુષ્કાળગ્રસ્ત ખેડૂતોની મદદ અભિનેતાએ સરકાર પહેલાં કરી હતી. ત્યાં રહેલા 100 જેટલા ખેડૂત પરિવારને અભિનેતાએ 15-15 હજાર રૂપિયા આપ્યા હતા. અને ખેડૂતની મદદ માટે પોતે એક એનજીઓ પણ ચલાવે છે.

આવા ઉત્તમ અભિનેતા માંથી તમને શું શીખવાનું મળે છે તે કમેન્ટ કરીને અચૂક જણાવજો, તેમજ આ લેખને દરેક લોકો જોડે શેર કરજો જેથી પ્રેરણાનો સ્ત્રોત દરેક લોકોને મળે.