સોનાથી પણ કીમતી છે એ વસ્તુ જેને આપણે ફેંકી દઈએ છીએ કચરામાં!

આજે આપણે વાત કરવાના છીએ એક એવી વસ્તુ ની કે જેને આપણે કચરો ગણી અને ફેંકી દઈએ છીએ. અને મોટે ભાગના લોકોના ઘરે તે કચરાપેટીમાં જ ફેંકી દેતા હોય છે. પરંતુ એના એટલા બધા ફાયદા છે કે તમને જાણીને એમ થશે કે આપણે કેટલું બધું નુકશાન થઈ ગયું. જે વસ્તુને આપણે રોજિંદા જીવનમાં ફેંકી દઈએ છીએ એનાથી આજ સુધીમાં તમે માનમાં નહીં આવે એટલા ફાયદા લઈ શક્યા હોત અને એ ફાયદાઓ લેવા માટે લગભગ આપણે ઘણો ખર્ચો કરી નાખ્યો હશે પરંતુ એ વસ્તુ આપણી પાસે જ હતી. આપણે હમેશા એને કચરો સમજીને ફેંકી દીધી.

તો આજે આપણે વાત કરવાના છીએ સંતરાની છાલની. આજના જમાનામાં સંતરા બહુ જ સરળતાથી ઉપલબ્ધ છે અને એનો ભાવ એટલો પણ મોંઘો નથી કે આપણે ખરીદી ન શકીએ પણ આપણે કેવી રીતે ખાઈએ છીએ છીલીને ખાઈ ને એની છાલ ને ફેંકી દઈએ છીએ. હું પણ છાલ ફેંકી દેતો હતો પણ જ્યાર થી મને આ ફાયદાઓની ખબર પડી છે ત્યારથી મેં ફેંકવાનું બંધ કરી દીધું છે અને તમને પણ જાણી જાણીને અચરજ થશે કે જેટલો ફાયદો સંતરાનો છે એનાથી ઘણો વધુ સંતરાની છાલનો છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે

ત્વચા અને વાળ માટે

સંતરાની છાલના વિટામીન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે આપણી ત્વચા આપણી આંખો અને આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે

હાડકાં અને દાત માટે

બીજું આમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે આ વસ્તુ મારે કહેવી નહિ પડે કારણ કે લગભગ બધા જાણતા જ હશો કે કેલ્શિયમ હાડકા તેમજ દાંત માટે કેટલુ ઉપયોગી કારક છે.

કબજીયાત

સંતરાની છાલમાં ભરપૂર માત્રામાં ફાઈબર પણ મળે છે. જે આપણને અપચો, કબજિયાત જેવી બીમારીઓથી દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

વજન ઉતારવામાં

આ સિવાય સંતરાની છાલ વજન ઉતારવામાં પણ કામ આવે છે. એના ઉપયોગ વીશે આગળ જાણીશુ.

ડિપ્રેશન અને કોલેસ્ટ્રોલ માટે

સંતરાની છાલમાં એન્ટી ડિપ્રેશન એજન્ટ પણ ભરપૂર માત્રામાં મળે છે જે આપણી નર્વસ સિસ્ટમને બહુ જ સ્ટ્રોંગ બનાવે છે. ડિપ્રેશન, માઈગ્રેન અને ચિંતા ને લગતી બીમારીઓનો દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે ભરપૂર માત્રામાં ફાઈબર હોવાના કારણે તે હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે આ સિવાય બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ વાતો થઈ ફાયદાની પણ તમને મનમાં સવાલ ઉઠશે કે છાલનો વપરાશ કેવી રિતે કરીએ?

પાવડર તરીકે

પ્રથમ એક બાઉલમાં કે પછી એક વાસણમાં બધી સંતરાની છાલને ભેગી કરીને રાખી દો પછી છાલો ને ચાર-પાંચ દિવસ સુધી સૂરજના તડકામાં દિવસે સૂકવવા માટે રાખી દો અને જો તડકો વધારે તેજ હોય તો બે દિવસમાં પણ આ છાલ સુકાઈ જશે. આનો મુખ્ય હેતુ એ છે કે આપણે છાલમાંથી પૂરેપૂરો ભેજ કાઢી નાખવાનો છે. અને આ છાલ એકદમ કડક થઇ જવી જોઈએ. જેથી આપણે એનો પાઉડર બનાવી શકીએ. પછી આ સુકેલી છાલ ને ગ્રાઈન્ડરમાં મિક્સ કરી નાખો. અને તેનો પાવડર બનાવી નાખો. પાવડર તૈયાર થાય પછી એક ચમચી પાવડર, 1/4 ભાગ ચમચી હળદર,દોઢ કે બે ચમચી દહીં અને 1 ચમચી બેસન. હવે આ બધા મિશ્રણને એકદમ વ્યવસ્થિત મિશ્ર કરી નાખો હવે જે પેસ્ટ બની એ છે ફેસવોશ! કે જે માર્કેટમાં મળતા face wash કરતાં અવ્વલ દરજ્જાનું અને ખૂબ જ લાભદાયી છે. અને હા આની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી!

ચા તરીકે

સંતરાને લો તેની છાલને સુકાયા વગર એક વખત પાણીમાં ધોઈ નાખો. જેથી તે સાફ થઈ જાય હવે આ છાલ ને તમે પાણીમાં ગરમ કરી ચા ના સ્વરૂપમાં પણ લઈ શકો છો. આ ચા એન્ટી ડિપ્રેશન એજન્ટ નું કામ કરશે.

પાણી સાથે (વાળ માટે તેમજ કબજીયાત થી છુટકારો મેળવવા)
ઉપર કહ્યા મુજબ જે પાવડર બનાવ્યો છે તેનો ઉપયોગ આપણા હાડકા તેમજ દાંત મજબૂત કરવામાં કરી શકીએ છીએ. કરવાનું છે માત્ર એટલું કે એ પાઉડરને પાણી અથવા જ્યુસ સાથે મિલાવીને રોજ સવારે સેવન કરો. સંતરાની છાલ માં ફાઇબર વધારે હોઈ તમે તેને સવારે એક ચમચી પાણી સાથે લઈ શકો છો. જેથી કરી કબજિયાત જેવી બીમારીથી રાહત મળશે. અને એક બહુ જ આશ્ચર્યજનક વાત કે એ પાવડર અને પાણી સવારે લેવાથી આપણું વજન ઘટે છે! તદુપરાંત આ પાવડરને પાણીમાં મિક્સ કરીને મેહંદી જેવી પેસ્ટ બનાવીને વાળ પર લગાવી શકો છો. જેનાથી તમારા વાળની જળ મજબૂત થશે અને વાળમાં શાઇનિંગ માટે પણ આ મદદરૂપ છે. આ જ પ્રકીયા રોજીંદી કરવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.

આ માહિતી તમારા મિત્રો સાથે અચુક થી શેર કરજો! આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team