શ્વેતા વિચારે છે દર રક્ષાબંધન ના દિવસે પિયરમાંથી ફોન આવે છે પરંતુ આ વખતે કેમ ન આવ્યો? પિયર જઈને એવી ખબર પડી કે તેના આંખમાંથી…

આવી રીતે શ્વેતા તેના પગારમાંથી આવતા પૈસાની બચત કરતી ગઈ અને તેને તેના સાસરે પણ આ પૈસાની ક્યારેય જરૂર પડી ન હતી, એટલે પૈસા બેંકમાં સલામત રીતે પડ્યા હતા. શ્વેતાને સમજતા માત્ર ગણતરીની સેકન્ડો લાગી કે હવે જ સાચી મુશ્કેલીનો સમય છે તો આ પૈસા કામ આવશે.

બીજા દિવસે તરત જ સવારે તેના ભત્રીજા ને લઈને બેંકમાં જાય છે, જરૂરિયાત પ્રમાણે પૈસા ઉપાડે છે ઘરની જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરે છે અને ભત્રીજો સાથે હોવાથી બંને કોલેજમાં જઈને તેની ફી ભરવા માટે જાય છે. કોલેજમાં કોઈ હાજર ન હતું, આજે રક્ષાબંધન પણ હતી અને બંને લોકો ખૂબ વહેલા પણ નીકળ્યા હતા. થોડા સમય પછી સિક્યુરિટીના પૂછ્યું તો તેઓએ કહ્યું કે હમણાં એકાઉન્ટમાં કોઈ આવશે. થોડી સમય રાહ જોઈ તો કોઈ આવ્યું અને ફી ભરાઈ ગઈ.

પછી બંને ઘરે આવે છે, ઘરે કોઇને કહ્યા વગર વહેલી સવારે જતા રહ્યા હતા, ઘરે આવીને ભાઈને રાખડી બાંધે છે ભાઈ તેના હાથમાં ભાવુક થઈને સો રૂપિયાની નોટ મૂકે છે, શ્વેતા તરત જ ના પાડવા લાગે છે પરંતુ ભાઈ કહે છે લઈ લે પાગલ આને તો શુકન કહેવાય. ત્યારે શ્વેતા કહે છે ભાઈ, દીકરી પિયર માં શુકન માટે કંઈ લેવા નથી આવતી પરંતુ માત્ર પોતાના મા-બાપ તેનો પરિવાર વગેરેની સારી તબિયત ની કામના કરે છે, અને તે તેની ભાભીને મા-બાપની સારી સેવા કરતા જુએ ત્યારે તે અંતર હાથમાંથી ખુશ થાય છે અને ખૂબ બધી દુવાઓ દેવા લાગે છે.

જેટલી વખત દીકરી પિયરમાં આવે છે અને ફરી પાછી જાય છે ત્યારે ભગવાનને એક માત્ર એટલી જ પ્રાર્થના કરે છે કે તેનો પરિવાર સહી સલામત રહે અને ખૂબ બધી દુઆ માંગે છે. જ્યારે હું પિયરમાં આવું અને મમ્મી પપ્પા ના ચહેરા ઉપર રોનક આવી જાય ભાભી મને ખુશ થઈને ભેટી પડે તમે મને લાડ લડાવો છો બસ આટલી વસ્તુઓ માં મને મારું શુકન મળી જાય છે. સાંભળીને તેના ભાઈના ચહેરા ઉપર ખૂબ જ ખુશી આવી જાય છે.

ઘરમાં ભત્રીજા ની ફી ભરીને આવી છે તે વાતની ખબર પડે તે પહેલા જ ભત્રીજા ને પણ તેને કહી દીધું હતું કે ઘરે કોઇને કશું કહેતો નહીં, અને થોડા સમય પછી તેનો પતિ તેને લેવા માટે આવે છે રક્ષાબંધનનો તહેવાર મનાવીને તે ફરી પાછી પોતાના ઘરે જતી હોય છે ત્યાં જ રસ્તામાં તેને તેના ભાઈ નો ફોન આવે છે ભાઈ એ ફોનમાં કહ્યું શ્વેતા, મને ખૂબ મોટો ઓર્ડર મળ્યો છે હમણાં જ ફોન આવ્યો હતો, તે મને હમણાં જ બધું કહ્યું હતું તે ફરી પાછું યાદ આવી ગયું સાચે જ બેન કશું લેવા માટે નહીં પરંતુ ઘણું બધું દેવા માટે આવતી હોય છે. શ્વેતાની આંખમાથી હરખના આંસુ સરી પડે છે.

હકીકતમાં દીકરીઓ પિયરમાં કશું લેવા માટે નહીં પરંતુ પોતાની કીમતી દુઆઓ આપવા માટે આવતી હોય છે. દરેક દીકરીને પોતાના દિલમાં એટલી જ ઈચ્છા હોય છે કે તેનું પિયર હંમેશા ખુશખુશાલ રહે અને તરફથી કરે, પોતાના પિયરની ખુશી જોઇને તે ખુબ જ ખુશ થઇ જતી હોય છે. જેનાથી તેના સાસરે પણ તે ખુશ રહી શકે છે અને તેના જીવનમાં કોઈ પણ મુસીબત આવે તો તેનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને ખાસ કરીને કોમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel