in

શ્વેતા વિચારે છે દર રક્ષાબંધન ના દિવસે પિયરમાંથી ફોન આવે છે પરંતુ આ વખતે કેમ ન આવ્યો? પિયર જઈને એવી ખબર પડી કે તેના આંખમાંથી…

બારી પાસે ઊભી રહીને શ્વેતા વિચારી રહી હોય છે કે રક્ષાબંધન આવી રહી છે પરંતુ ખબર નહીં આ વખતે શું કામ મમ્મીનો પણ ફોન નથી આવ્યો કે પછી ભાઈ એ પણ કોઈ સાથે વાત નથી કરવી મને ખબર નહીં આવું આ વખતે શું કામ થયું હશે? આટલું કહી ને ઉપર જોઈ ને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે ભગવાન બસ બધું ઠીક હોય તેવી આશા રાખું છું.

શ્વેતાના લગ્ન થયાને ઘણાં વર્ષો થઈ ચૂક્યા હતા એટલે આ પહેલી રક્ષાબંધન નહોતી પરંતુ દર વખતે રક્ષાબંધન ઉપર તેને ફોન આવી જતો અને તે પણ રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ટાઈમસર પહોંચી જતી, સાસુ બાજુમાં જ ઉભા હતા તેને તેની સાસુ ને પણ વાત કરી મમ્મી મને તો ખૂબ ડર લાગી રહ્યો છે ખબર નહીં શું થયું હશે? મને કેમ આ વખતે ભૂલી ગયા હશે?

વાત સાંભળીને સાસુએ કહ્યું ચિંતા ના કરીશ બેટા, તું એક કામ કરે ત્યાં જઈને જોઈ આવ. સાસુની આજ્ઞાની જાણે રાહ જોઈ રહી હોય એ રીતે શ્વેતા તો તરત જ પિયર જવા માટે તૈયાર થઈ ગઈ.

પતિ શ્વેતાને પિયર મુકવા આવે છે, પરંતુ આ વખતે પહેલા જેવું વાતાવરણ ન હતું ઘરમાં વાતાવરણ બદલાયેલું બદલાયેલું લાગી રહ્યું હતું. કારણ કે જ્યારે પણ તે પિયરમાં જતી કે તરત જ તેના માતા-પિતાના ચહેરા પર ખુશી ના હાવભાવ આવી જતા અને ભાભી પણ રસોડામાં હોય તોપણ જેવો શ્વેતા નો અવાજ સાંભળે કે તરત જ બહાર આવી ને ભેટી પડતાં પરંતુ આ વખતે બધું એથી ઊલટું થયું માતા-પિતા તેમજ ભાભી સહિત બધા લોકો ના ચહેરા ઉપર વધુ પડતી ખુશી ન હતી તેનો ભાઇ પણ ખૂબ ખુશ ન દેખાતો હતો. રસોડામાંથી ભાભીએ પાણી આપ્યું થોડી વાતો ચિતો કરી પછી પતિ તેને મૂકીને પોતાના ઘરે જતો રહ્યો.

શ્વેતા નો પતિ ગયો એટલે તરત જ શ્વેતાએ તેની મા સાથે વાત કરીને તેને પૂછ્યું તો તેની માતા એ જવાબ આપ્યો કે આ વખતે કોરોના ના કારણે તારા ભાઈનું કામ લગભગ બંધ થઈ ગયું છે. અને ઉપરથી આ બધા ખર્ચા વધતા જાય છે, બસ એટલા માટે જ તને શું કહેવું તેની ખબર ન હતી અને તારા ભાઈને પણ તારા ઘરે ન મોકલી શકી. શ્વેતાએ કહ્યું અરે મમ્મી કોઈ વાંધો નથી. આ દિવસો જ પરેશાનીના છે પરંતુ ચિંતા ન કરો આ દિવસો પણ જતા રહેશે. હજી રક્ષાબંધનને એક દિવસની વાર હતી, આવતીકાલે રક્ષાબંધન હતી બપોરે બધા જમવા બેઠા ત્યારે પણ કોઈ દિલ ખોલીને વાત ન કરી રહ્યું હતું.

શ્વેતાએ તેના ઘરમાં આવું વાતાવરણ પહેલી વખત જોયું હતું. જમીને નવરા થયા હશે અને આશરે ચાર વાગ્યા હશે કે ભાઈ અને ભાભી એકબીજા સાથે કંઈક વાત કરી રહ્યા હતા જે શ્વેતાએ સાંભળી લીધી, ભાઈ હે ભાભીને કહ્યું પહેલેથી જ ઘર ચલાવવું એ થોડું અઘરું થઈ રહ્યું હતું ઉપરથી હમણાં કોલેજની ફી આપવી પડશે આવતીકાલે રક્ષાબંધન છે તો શ્વેતાને પણ કંઈક આપવું પડશે. શ્વેતાની ભાભી ખૂબ જ સારી હતી ભાભી એ તરત જ ભાઈને કહ્યું અરે તમે ચિંતા ન કરો આ મારી બંગડીઓ હવે ખૂબ જ જૂની થઇ ગઇ છે. આને વહેંચીને પૈસા આવશે તેમાંથી દીદી આવ્યા છે તો તહેવાર પણ મનાવીશું અને કોલેજ ની ફી પણ ચૂકવાઈ જશે.

શ્વેતાને આ સાંભળીને ખૂબ જ ખોટું લાગ્યું, તે મનોમન વિચારવા લાગી કે ભાઈ અને ભાભી આટલી બધી તકલીફ માં છે પરંતુ મને કોઈ વાત કેમ કરતું નથી, તે પોતાના રૂમમાં જતી રહી અને ઘણા સમય સુધી વિચાર કરતી રહી કે આ પરિસ્થિતિમાં શું કરવું? તે વિચારવા લાગી કે ભાઈ ભાભી એવું જ વિચારતા હશે કે હું અહીં કશું લેવા માટે જ આવી છું?

અચાનક તેના મગજમાં વર્ષો પહેલાંની એક વાત ચમકી, વાત એ સમયની હતી જ્યારે તેનાં લગ્ન ન થયા હતા અને ભણી ગણીને તે નોકરી કરી રહી હતી નોકરી માંથી પહેલો પગાર આવ્યો અને તેના પિતાના હાથમાં આપ્યું તો તેના પિતા ખૂબ ખુશ થઈ ગયા હતા પરંતુ પગારમાંથી એક પણ રૂપિયો લેવાની ના પાડી દીધી અને કહ્યું કે બેટા તું આ પૈસા તારી પાસે જ રાખે કારણ કે આ પૈસા તને તારા મુશ્કેલીના સમયમાં કામ આવશે.