પત્ની અને પતિ નોકરી પરથી પાછા ફરે એટલે ઘરમાં દરેક લોકો પર ગુસ્સે થઈ જતા, એક દિવસ તેની સાથે એવું થયું કે તેનો...

એક ખૂબ જ સુખી પરિવાર હતો, પતિ પત્ની બાળકો અને તેના દાદા દાદી એમ કુલ મળીને છ સભ્યો રહેતા હતા. પતિ સવારથી જ કામ પર નીકળી જતો હતો અને પત્ની પણ વર્કિંગ વુમન હોવાથી સવારે જ કામ પર નીકળી જતી હતી. પતિ પ્રાઇવેટ નોકરી કરી રહ્યો હતો એટલે ઓફિસમાં પોતાનો ટાર્ગેટ પૂરા કરવાનું પ્રેશર તેના ઉપર રહેતું.

અને એટલું જ નહીં તેને ઘણી વખત ખૂબ જ ઓછી ડેડ લાઈન હોવાથી ઓવર ટાઈમ માં કામ પણ કરવું પડતું હતું. તે જેટલું કામ કરે તેમાં તેને ક્યારેક વખાણ પણ સાંભળવા મળતા તો ક્યારેક તેની આલોચના પણ કરવામાં આવતી, પરંતુ એ ચૂપચાપ રહીને બધું સહન કરી લેતો.

અને પત્ની પણ પ્રાઇવેટ કંપનીમાં જ જોબ કરતી હતી, અને તેને ત્યાં પણ કામનું ટાર્ગેટનું વગેરેનું પ્રેશર રહેતું હોવાથી તે પણ ઓફિસમાં ઘણી વખત પરેશાન થઈ જતી હતી.

તે પણ ઓફિસે આવી બધી મુશ્કેલીઓનો સામનો કરીને ફરી પાછી ઘરે આવે, રસોઈ બનાવે અને સાંજે ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ બાળકો ઉપર પણ ગુસ્સે થઈ જતી. કારણ કે આખા દિવસ દરમિયાન ઓફિસમાં તેનો મૂડ ખરાબ થઈ ચૂક્યો હોય તે ઘરે આવીને પણ ખરાબ જ રહેતો.

પતિ અને બાળકો જો કંઈ બીજી અલગ અલગ ફરમાઈશો કરે તો તેને પૂરી કરતાં કરતાં તેનો ગુસ્સો વધી જતો અને તે પહેલાં કરતાં પણ વધુ ચીડાઈ જતી. ઘરના કામની જવાબદારી પણ તેના માથે એટલે તે પણ ખૂબ જ ગુસ્સે થઈ જતી.

થોડા દિવસો પછી તો જાણે તેનું જીવન નિરાશ થવા લાગ્યું, પતિ નો ગુસ્સો પણ ધીમે ધીમે વધતો જતો હતો.. બાળકો પણ જાણે માતા પિતાનું કાયમનું આવું વર્તન જોઈને તેઓ પોતે પણ તેવા બનવા લાગ્યા હતા.

આ બધું જીવનમાં ચાલી રહ્યું હતું એવામાં અચાનક જ એક દિવસ સવારે જાગ્યા ત્યારે તેના ઘરમાં લાઈટ નહોતી, પહેલા તો પત્નીને લાગ્યું કે આજુબાજુમાં બધા લોકોની લાઈટ ગઈ હશે પરંતુ થોડા સમય પછી ખબર પડી કે તેના એકના ઘરમાં જ લાઈટ નથી.

તરત જ ઇલેક્ટ્રિશિયન ને ફોન કરીને બોલાવ્યો અને ચેક કરવા માટે કહ્યું. પરંતુ ઇલેક્ટ્રીશન ને આવતા આવતા એક કલાક જેટલો સમય લાગી ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એક તો ઉનાળાનો સમય હોવાથી ગરમી થઈ રહી હતી, તેમાંથી ઇલેક્ટ્રિશિયન વધુ સમય લેતા પતિ પત્નીનો ગુસ્સો જાણે સાતમા આસમાન પર પહોંચી ગયો હતો.

ઇલેક્ટ્રિશિયન આવ્યો એટલે તેણે પૂછ્યું કે ભાઈ કેમ આટલો બધો સમય થયો? ત્યારે તેને કહ્યું કે મેડમ હું નીકળી ગયો હતો પરંતુ નીકળ્યો ત્યારે સાયકલમાં પંચર પડી ગયું, તો પત્નીએ તરત જ પૂછ્યું કે પંચર પડી ગયું હોય તો આટલી બધી વાર થોડી ના લાગે.

ત્યારે ઇલેક્ટ્રિશિયાને જવાબ આપતા કહ્યું કે, પંચર કરાવવા ગયો તો તે ભાઈએ કહ્યું કે ટ્યુબ નાખવી પડશે, તે ભાઈ પાસે ટ્યુબ ન હતી એટલે હું એક કિલોમીટર આગળ એક દુકાને ટ્યુબ લેવા ગયો ટ્યુબ લઈને પાછો આવીને તે ભાઈને કહ્યું અને પછી તે ભાઈએ ટ્યુબ નાખી એટલે હું નીકળ્યો.

નીકળ્યો કે તરત જ સામેથી એક સ્કૂટર આવી રહ્યું હતું તેની સાથે મારું એક્સિડન્ટ થઈ ગયું અને ઘરેથી લાવેલું મારું આખું ટિફિન રસ્તા પર ઢોળાઈ ગયું.

આ બધી વાતો કરતા કરતા ઇલેક્ટ્રીશન પોતાનું કામ કરી રહ્યો હતો,. ફ્યુઝ ચેક કર્યા મેનલાઇન ચેક કરી થોડા સમય પછી ઘરની લાઈટો ઠીક કરી નાખી.

પત્નીને ઈલેક્ટ્રિશિયન સાથે બનેલી ઘટનાઓ સાંભળીને થોડી દયા આવી ગઈ એટલે તેને કહ્યું કે ભાઈ તમે અહીંયા રોકાઈ જાઓ, અને જમી લો.

ત્યારે ઇલેક્ટ્રિશિયાને ના પાડી અને કહ્યું કે મારે જમવું તો નથી પરંતુ તમે જો મારી મદદ કરવા માંગતા હો તો મને ઘર સુધી મૂકી જાઓ. મારે સાયકલ રીપેરીંગમાં આપવી પડશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પત્ની તેની ગાડીમાં તેને મુકવા માટે તેના ઘરે ગઈ, ઇલેક્ટ્રેશિયને ખૂબ જ આગ્રહ કર્યો કે તમે આવીને ચા પાણી પીઓ. એટલે આગ્રહ વર્ષ થઈને પત્ની ગાડીમાંથી નીચે ઉતરીને ઇલેક્ટ્રિશિયનના ઘરમાં અંદર જઈ રહી હતી.

ત્યારે તેની નજર પડી કે ઇલેક્ટ્રિશિયન ઘરમાં અંદર પ્રવેશતા ની પહેલા બહાર આંગણામાં રહેલા એક તુલસીના છોડ પાસે જઈને પોતાનો થેલો ત્યાં મૂકી દીધો અને તુલસીના છોડને પગે લાગીને તે ઘરમાં અંદર પ્રવેશ્યો.

જે માણસ સાથે એક દિવસમાં આટલી બધી ઘટનાઓ ઘટી હોય તેનો ગુસ્સો ઓછો ન થાય પરંતુ ઘરમાં પ્રવેશતા ની સાથે જ તેનો ગુસ્સો જાણે ગાયબ થઈ ગયો. બાળકોને પ્રેમથી આલિંગન આપ્યું અને પત્નીને પણ કહ્યું કે મેડમ માટે ચા બનાવો.

પેલી સ્ત્રી આ બધું જોઈને શબ્દ રહી ગઈ અને તેને પૂછ્યું કે ભાઈ તમે આટલો એમ અચાનક મૂડ કેવી રીતે બદલી નાખ્યો, હમણાં થોડા સમય પહેલા જ તમારી સાથે આ બધી ઘટનાઓ બની છે. તેની ચિંતા જાણે તમે ભૂલી ગયા. અને સ્માઈલ સાથે ઘરમાં બાળકો અને પત્ની સાથે બોલી રહ્યા છો.

મને આ બધું થોડું વિચિત્ર લાગે છે પરંતુ આ તમે કેવી રીતે કર્યું, ત્યારે ઇલેક્ટ્રિશિયન જવાબ આપતા કહ્યું મેડમ આ તો આજનો દિવસ ખરાબ છે એવું નથી, મને દરરોજ કોઈને કોઈ મુશ્કેલી આવતી રહે છે. અને બધા દિવસોમાં કંઈકને કંઈક એવું કારણ મળી જતું હોય છે કે જેના કારણે મને નહીં કોઈને પણ ગુસ્સો આવી જાય.

પરંતુ હું ઘરે આવું તે પહેલા બહાર તુલસીના છોડને પગે લાગીને મારા થેલા ને ત્યાં જ રાખી દઉં છું, અને થેલો જ્યાં રાખું ત્યાં મારા કામની બધી ચિંતાઓ તે થેલામાં જ રાખી દઉં છું.

ત્યારથી પછી ઘરે આવું ત્યારે ઘરમાં મારી ચિંતા અને સાથે લઈને આવતો નથી, મારા નહીં દરેકના કામમાં મુશ્કેલીઓ આવતી જ રહે છે પરંતુ એક વાત પાકી છે કે, એ બધી મુશ્કેલીઓ હું સહન કરી શકું છું પરંતુ મારી પત્ની અને મારા બાળકો મારા પર આવેલી મુશ્કેલીઓને કારણે તેઓ પોતે શું કામ હેરાન થાય.

એટલે બાળકો ઉપર કે મારી પત્ની ઉપર હું ક્યારેય મારા કામને લઈને ગુસ્સે નથી થતો, અને કદાચ એટલા માટે જ અમારો આ નાનો પરંતુ સુખી પરિવાર સાથે સુખેથી રહી શકે છે.

તે સ્ત્રીને સમજાઈ ગયું કે તેના ઘરમાં ઘણા સમયથી નિરાશાઓ ચાલી રહી હતી તે શું કામ ચાલી રહી છે, આ ખરેખર ઘણા ઘરની હકીકત છે આપણે આપણી સહનશીલતા અને સંયમ ગુમાવી દઈએ તો આપણા ઘરમાં ક્યારેય સુખી રહી શકતા નથી.

અને મુશ્કેલીઓ આજે આવવાની છે, કાલે જવાની છે તો ફરી એક દિવસ પાછી ફરવાની જ છે પરંતુ આ મુશ્કેલીઓને આપણા ઘર પર હાવી ન થવા દઈએ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team