પત્નીની તબીયત બગડેલી હતી, 4 દિવસ પછી અચાનક જ તેને દીકરા સાથે વાત કરી તો ખબર પડી કે…

સૂર્યની કિરણો ઘર આંગણે પ્રવેશી રહી હતી, અને આજુબાજુ પંખીઓનો મધુર અવાજ વાતાવરણને વધુ સુંદર બનાવી રહ્યો હતો. એકદમ નિરવ શાંતિ હતી, એવામાં અચાનક જ ફોનની રીંગ વાગવાથી શાંતિ ભંગ થઈ ગયો. રીમા ફોન પાસે ગઈ ફોન માં નજર કરી તો તેની માતાનો ફોન હતો.

રીમા પાછલા થોડા દિવસથી બિમાર હતી એટલે તેની બીમારી વિશે પુછવા અને તેની તબિયત વિશે જાણવા માટે તેની માતા ફોન કરતી હતી. રીમા બીમાર હોવાને કારણે તેના એકના એક દીકરાનું પણ ધ્યાન નહોતી રાખી શકતી. ઘરના બધા કામ કરવા અને સાથે સાથે દીકરો પણ ચાર વર્ષનો હોવાથી તે બધું સંભાળી નહોતી શકતી.

માતાએ આજે પણ ફોન કરીને પૂછ્યું બેટા તારી તબિયત કેમ છે? પહેલા કરતા તો હવે સુધારો છે ને? ત્યારે રીમાએ તેની માતાને જવાબ આપતા પૂછ્યું કે મમ્મી ખબર નહીં કેમ પરંતુ આજે તો મને ખૂબ જ સારું લાગી રહ્યું છે જાણે હું બીમાર જ ન હોઉં તેવું લાગી રહ્યું છે.

માતાને આ સાંભળીને ખૂબ જ રાહત મળી, તેને કહ્યું કે સારી વાત છે તને હવે સારું થઈ ગયું છે, મેં તને ઉકાળો બનાવીને પીવાનું કહ્યું હતું એ જ કામ કરી ગયું. હવે તારા શરીરનું ખૂબ જ ધ્યાન રાખજે. આટલું કહીને તેની માતાએ ફોન મૂકી દીધો.

તેની માતા નો ફોન પૂરો થયો પછી તે ફરી પાછી ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ, રિમાના પતિને ધંધામાં ખૂબ જ કામ રહેતું અને તે ખૂબ જ વ્યસ્ત રહેતા. પત્ની કાયમ તેના પતિને ટિફિન મોકલતી હતી પરંતુ છેલ્લા બે ત્રણ દિવસ સુધી તેની તબિયત સારી ન હોવાથી તેને ટિફિન નહોતું મોકલ્યું અને પતિ બહાર જમવા જતો હતો.

લગભગ તેનો પતિ ઓફિસ ગયા પછી સીધો સાંજે જ એક ફોન કરતો કે હું ઘરે આવું છું પરંતુ આ થોડા દિવસથી જેવું તે બહાર જમવા જાય કે તરત જ તેને ઘરના જમવાની પણ યાદ આવતી અને તેની પત્નીની પણ યાદ આવતી એટલે તરત જ તેની પત્નીને ફોન કરતો આજે પણ ફોન આવ્યો એટલે પતિએ પણ તેને ફોનમાં પૂછ્યું કે તારી તબિયત સારી છે ને?

ત્યારે પત્નીએ જવાબ આપતા કહ્યું કે આજે તેની તબિયત ખૂબ જ સારી છે અને આજે ખબર નહીં કેમ પણ જાણે તેને બીમારી જ ન હોય તેવું લાગી રહ્યું છે ખૂબ જ સારું મહેસૂસ કરી રહી છે ત્યારે પતિએ તેને જવાબ આપતા કહ્યું કે હા એ આપણે જ્યારથી ડોક્ટર બદલાવ્યો ત્યારથી તારી તબિયતમાં સુધારા આવવાનો ચાલુ થઈ ગયો છે, પહેલા ડોક્ટરની દવા જરા પણ તને માફક ન આવી મેં તને પહેલા જ કહ્યું હતું કે ચાલો આપણે બીજા ડોક્ટર પાસે જઈએ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel