શું ખુશી ખરીદી શકાય? જવાબ છે બિલકુલ, જાણો કઈ રીતે

ખુશી કઈ રીતે મેળવવી, જીવનમાં ખુશ રહેતા કેવી રીતે શીખવું આ બધા સવાલો એવા છે જે તમને વિચારવા પર મજબૂર કરી દે છે. પરંતુ એક નાનકડી એવી સ્ટોરી થી સમજવાની કોશિશ કરીએ તો ખુશી કઈ રીતે મેળવવી તે તુરંત જ સમજાઈ જશે.

વાત એક ખૂબ જ સુખી પરિવારની છે, એ પરિવાર એટલો સુખી હતો કે તેઓના જીવનમાં એમ કહી શકાય કે કોઈપણ પ્રકારની કોઈ જ ખામી નહોતી, ખાસ કરીને પૈસા માં તો એક પણ ખામી નહોતી. અઢળક પૈસો હતો, આલીશાન બંગલો જોઈ ને આંખો પહોળી થઈ જાય એવો, ઘરમાં લગભગ 100 થી પણ વધુ નોકરો કામ કરતા હશે. સવારનો સમય હતો.

બહારની બારીમાંથી સામે દરિયાનો સુંદર નજારો જોઇ રહ્યા હતા, સૂર્યપ્રકાશ બારી માંથી પસાર થઈને અંદર સોનાના વરખ ચડાવેલી માર્બલ ની ડાઇનિંગ ટેબલ પર પડી રહ્યો હતો. સૂર્યપ્રકાશ પડવાથી એ સોનાનું ડાઈનીંગ ટેબલ પહેલા કરતા પણ વધારે ચમકી રહ્યું હતું, એ ડાઇનિંગ ટેબલ પર સામે ચાંદીના વાસણો પડ્યા હતા. અને પરિવાર ત્યાં આવી અને ડાઇનિંગ ટેબલ પર બેઠો.

પરંતુ આ શું? નોકરોએ આવીને પરિવારના દરેક સભ્યોને પીરસવાનું શરૂ કર્યું, દરેક સભ્ય માટે અલગ-અલગ જમવાનું બનાવ્યું હતું. મીઠા વગરનું શાક કોઈને પીરસવામાં આવ્યું તો તેલ તેમજ ઘી વગરની રોટલી કોઈને પીરસવામાં આવી, સામે પીવા માટે ગરમ પાણી પડેલું હતું. જે માણસ નું ઘર ની કિંમત અંદાજે ૧૦,૦૦૦ કરોડથી પણ વધારે હતી તે માણસ પોતે નાસ્તામાં આવું બધું ખાઈ રહ્યો હતો.

એ જ ઘરમાં કામ કરી રહેલા નોકર પણ સાથે સાથે નાસ્તો કરી રહ્યા હતા, આખું ઘર સેન્ટ્રલ એસી થી સજાવેલું હતું, અને અંદરની ઠંડક જાણે શિયાળો ચાલી રહ્યો હોય એટલી તીવ્ર હતી. પરંતુ સાથે સાથે એ જ સેન્ટ્રલ એસી ના આઉટલેટ યુનિટમાંથી પ્રદુષણનો ધુમાડો નીકળી રહ્યો હતો. આ હતો માહોલ જ્યાં અબજો પતિ પરિવાર નાસ્તો કરી રહ્યો હતો.

error: Content is Protected!